ખુબ લાંબા સમયથી ચાલતું આવ્યું છે કે ફિલ્મોમાં અભિનેતાઓની તુલનામાં અભિનેત્રીઓ ઓછી ફી લે છે.છતાં પણ ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ પોતાના અભિનયના દમ પર આજે કરોડો રૂપિયાની માલિક બની ગઈ છે.જો કે બોલીવુડની દુનિયામાં એન્ટ્રી લેનારા ઘણા કિરદારો એવા છે જેઓએ પોતાના અભિનયના દમ પર કામિયાબીને સ્પર્શી છે જયારે અમુક એવા પણ છે જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફ્લોપ સાબિત થયા છે.એવામાં આજે અમે તમને બોલીવુડની એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ સૌથી ધનવાન છે અને તેઓ બોલીવુડમાં રીચેસ્ટ કવીનના નામથી જાણવામાં આવે છે.
1.કાજોલ:
કાજોલ ધનવાન અભિનેત્રીની સાથે સાથે તે અભિનેત્રીઓની લિસ્ટમાં પણ આવે છે જેઓ લગ્ન કરીને સેટલ થઇ ચુકી છે. બોલીવુડમાં સૌથી વધારે ફી લેનારી કાજોલ આજના સમયે ખુબ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. કાજોલ ફિલ્મો કરતા વધારે પોતાના બાળકો પર વધારે ધ્યાન આપી રહી છે. જો કે વચ્ચે વચ્ચે તે અમુક અમુક ફિલ્મો દ્વારા કમબેક કરતી રહે છે.જણાવી દઈએ કે કાજોલની કુલ સંપત્તિ 18 મિલિયન ડોલર છે.
View this post on Instagram
Is this how the pouts done …. . ? My reflection is also asking the same question.
2.અમિષા પટેલ:
અભિનેત્રી અમિષા પટેલે ઋત્વિક રોશન સાથે ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદ્દર-એક પ્રેમ કથા’માં અમીષાના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યું છે. અમિષા ફ્લોપ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે છતાં પણ તે ધનવાન અભિનેત્રીઓની લિસ્ટમાં પોતાનું નામ ધરાવે છે.ફિલ્મોમાં ફ્લોપ રહેનારી અમિષા ઘણા બિઝનેસ ચલાવે છે અને તેનું પ્રોડક્શન હાઉસ પણ છે. અમીષાની કુલ સંપત્તિ 200 કરોડથી પણ વધારે માનવામાં આવી રહી છે.
3.ઐશ્વર્યા રાઈ બચ્ચન:
પોતાની સુંદરતાને લીધે દુનિયાભરમાં ફેમસ અને મિસ વર્લ્ડ રહી ચુકેલી અભિનેત્રી ઐશ્વર્યા રાઈ કમાણીના મામલામાં કોઈથી પણ પાછળ નથી.ઐશ્વર્યા રાઈ બોલીવુડની સૌથી ધનવાન અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.ઘણા સમયથી ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ ઐશે સૌથી ધનવાન અભિનેત્રીનો મુકામ મેળવ્યો છે.રિપોર્ટ અનુસાર ઐશની નેટ વર્થ 35 મિલિયન માનવામાં આવી રહી છે.
4.અમૃતા રાવ:
આ લિસ્ટમાં વિવાહ ફિલ્મની સુપરહિટ અભિનેત્રી અમૃતા રાવનું નામ પણ શામિલ છે.અમૃતા એ જોકે ખુબ ઓછી ફિલ્મો કરી છે પણ પણ પૈસાની બાબતમાં તે કોઈથી પાછળ નથી.અમૃતાએ ફિલ્મ ‘અબ કે બરસ’ દ્વારા બૉલીવુડ સફરની શરૂઆત કરી હતી.જો કે બોલીવુડમાં કઈ ખાસ સફળતા ન મળવાને લીધે અમૃતાએ સાઉથ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. રિપોર્ટ અનુસાર અમૃતાની કુલ સંપત્તિ 134 કરોડની આસપાસ છે.
View this post on Instagram
Me & my #SpritzVeneziano🍷😊 . . . #EuropeDiaries #aperolspritz #winecocktails #Veneto #Venice
5.ઇલિયાના ડીક્રુઝ:
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી બૉલીવુડ તરફ એન્ટ્રી લેનારી અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝ કમાણીની બાબતમાં કોઈથી પાછળ રહી નથી. રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બર્ફી’ માં ઇલિયાના ડી ક્રુઝે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી.રિપોર્ટ અનુસાર ઇલિયાના 15 મિલિયન ડોલર સંપત્તિની માલિક છે.
6.પ્રિયંકા ચોપરા:
અમેરિકી સિંગર નિક જૉનસ સાથે લગ્ન કરીને દેશી ગર્લ પ્રિયંકા વિદેશી વહુ બની ગઈ છે. બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ પ્રિયંકા સક્રિય થાવા લાગી છે.પ્રિયંકાની કુલ સંપત્તિ 28 મિલિયન ડોલર જણાવામાં આવી રહી છે.
7.કરિશ્મા કપૂર:
90ના દશકની સુપરહિટ અભિનેત્રીઓમાંની એક કરિશ્મા કપૂરનું બૉલીવુડ કેરિયર ખુબ જ શાનદાર રહ્યું હતું.જો કે સંજય કપૂર સાથે છૂટાછેડા લઇ લીધા પછી તેની કમબેક ફિલ્મ ‘ડેન્જરસ ઇશ્ક’ રહી હતી જો કે તે કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.ફિલ્મોથી દૂર રહેનારી કરિશ્મા કપૂર મોટાભાગે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની કુલ સંપત્તિ 12 મિલિયન ડોલર જણાવામાં આવી રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks