બાયજુસે ના આપ્યું રિફંડ તો માતા પિતા વિદ્યાર્થી સાથે આવીને ઓફિસમાંથી ટીવી જ લઈને જતા રહ્યા, વાયરલ વીડિયો થતા જ લોકોએ આપી આવી પ્રતિક્રિયા, જુઓ
Took the TV without getting a refund : દરેક વ્યક્તિ કોઈપણ વસ્તુ ખરીદે ત્યારે તે સૌથી પહેલા તેની બ્રાન્ડ અને તેની ગુણવત્તા ચકાસતા હોય છે. જો વ્યક્તિને વસ્તુમાં કોઈ તકલીફ લાગે કે અન્ય કોઈ સમસ્યા હોય તો તે તરત દુકાનદારને તે વસ્તુ પાછી પણ આપતા હોય છે, ઘણીવાર દુકાનદાર આનાકાની કરે તો તે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં પણ ફરિયાદ કરતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પતિ પત્ની પોતાના બાળક સાથે એક ઓફિસમાંથી ટીવી ઉતારી રહ્યા છે.
ઓફિસમાંથી ઉતાર્યું ટીવી :
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિ દિવાલ પરથી ટીવી હટાવી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ તેનો વીડિયો બનાવી રહ્યો છે. વીડિયો બનાવનાર વ્યક્તિ કહે છે, “હું આ વિડિયો બનાવી રહ્યો છું કારણ કે તેઓ ટીવી છીનવી રહ્યાં છે. તેમને રિફંડ આપવામાં આવ્યું નથી. તેઓ તેને સ્વીકારી રહ્યાં નથી. આંટી જી પણ એવા જ છે. તેઓ તેને સ્વીકારી રહ્યાં નથી.” આ પછી, એક વ્યક્તિ જે ટીવી લઈને જઈ રહ્યો હતો, તે કડક સ્વરમાં કહે છે, “પૈસા આપો અને ટીવી લઇ જાઓ.”
વાયરલ થયો વીડિયો :
આ પછી વ્યક્તિ ટીવી લઈને બહાર જાય છે. આ વાયરલ વીડિયો એજ્યુકેશન એપ બાયઝુસની ઓફિસનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીની ફી રિફંડ ના મળતા તેના માતા પિતાએ બાયજૂસની ઓફિસમાં આવીને ટીવી ઉતારી લીધું હતું. વાયરલ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે પૈસા પાછા મેળવવાની આ રીત યોગ્ય છે તો કેટલાક તેનો વિરોધ કરી રહ્યા છે.
રિફંડ ના મળતા થયા હતા નારાજ :
વિડિયો અનુસાર, પરિવારે નિર્ધારિત સમયમર્યાદામાં રિફંડની વિનંતી શરૂ કરી હતી પરંતુ અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. અઠવાડિયા સુધી પ્રયાસ કર્યા પછી અને ઉકેલ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા પછી, તે ઑફિસમાં ગયા અને ત્યાં લગાવેલું ટીવી ઉતારી લીધું. તેને ઓફિસ સ્ટાફને કહેતા પણ સાંભળવામાં આવ્યા હતા, “જ્યારે તમે રિફંડ ચૂકવો ત્યારે લઈ જજો.”
View this post on Instagram