ટોક્યો ઓલંપિકમાં એક બાજુ ખેલાડી મેડલ જીતવા માટે પોતાનું બેસ્ટ આપવાની કોશિશમાં લાગ્યા છે. ત્યાં જ બીજી બાજુ એક કોચે તેની જ સ્ટુડેંટને કેમેરા સામે પ્રપોઝ કરી દીધુ. અર્જેંટીનાની તલવારબાજ એથલીટ મારિયા બેલેન મોરિસને તેના જ કોચે પ્રપોઝ કરી દીધુ. મારિયા બેલન પહેલા રાઉન્ડમાં જ તેની મેચ હારી ગઇ અને તે બહાર થઇ ગઇ. આ દરમિયાન તે મીડિયા સાથે વાતચીત કરતા ઘણી નિરાશ હતી પરંતુ તેના કોચે એવું કર્યુ કે મારિયાની નિરાશા દૂર થઇ ગઇ.
મેત હાર્યા બાદ જયારે મારિયા ઇન્ટરવ્યુ આપી રહી હતી ત્યારે પાછળથી તેના કોચ લુકાસ સોસેડો આવ્યા અને તેને પ્રપોઝ કરી દીધુ. કોચના હાથમાં એક કાગળ હતો. જેમાં લખ્યુ હતુ કે, શું તું મારા સાથે લગ્ન કરીશ ? કેમેરા સામે જ કોચે તેમના ઘૂંટણ પર બેસી મારિયાને પ્રપોઝ કરી દીધુ.
મીરિયાએ તેના કોચના પ્રપોઝલનો સ્વીકાર કરી લીધો અને તેણે લગ્ન માટે હા કહી દીધી. મારિયા અને સોસેડો છેલ્લા 17 વર્ષથી રિલેશનશિપમાં છે. સોસેડોએ વર્ષ 2010માં પેરિસમાં થયેલ વર્લ્ડ ચેંપિયનશીપ દરમિયાન પણ મારિયાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. ત્યારે મારિયાએ હા કહ્યુ ન હતુ.
પ્રસ્તાવ વિશે વાતક કરતા કોચે કહ્યુ કે, હું તેને પ્રેમ કરુ છુ અને જયારે તે મેચ હારી ગઇ તો તે ઘણી દુખી થઇ ગઇ હતી. આ માટે કદાચ આ પ્રસ્તાવનાથી તેની માનસિકતા બદલાઇ જાય. મેં એ સમયે કાગળ પર લખ્યુ હતુ.
મારિયાએ કોચના પ્રપોઝલ પર કહ્યુ કે, હું સ્તબ્ધરહી ગઇ. પરંતુ મને ઘણી ખુશી મળી. અમે લાંબા સમયથી સાથે છે. હવે અમે આર્જેન્ટિના જઇને સેલિબ્રેટ કરીશુ. જો કે, અત્યારે મારિયા અને તેના કોચ ટોક્યોથી નહિ જઇ શકે કારણ કે તેમણે કોરોના સાથે જોડાયેલ પાબંધીને કારણે અહીં કેટલોક સમય રહેવું પડશે.
Y después del combate de esgrima le pidieron casamiento a María Belén Pérez Maurice en vivo. pic.twitter.com/wEmGuOW7CB
— Rústico (@lautarojl) July 26, 2021
બંનેની મુલાકાત ફેસિંગ (તલવારબાજી)થી થઇ હતી. સોસેડોએ કોચ બન્યા પહેલા તલવારબાજીમાં આર્જેન્ટિનાનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. તે બાદ તેમણે મારિયાને કોચિંગ આપી અને બંનેએ ડેટિંગ શરૂ કરૂ દીધી.