કોઈ દિવસ તારક મહેતાના સેલિબ્રિટીનો પરિવાર જોયો? પોપટલાલ 3 બાળકોના પપ્પા છે, જુઓ ફોટાઓ 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચિત અને સૌથી લાંબી ચાલતા શોમાંનો એક છે. વર્ષ 2008માં શરૂ થયેલા આ શોએ લોકોનું મનોરંજન કરતા 14 વર્ષ પૂરા કર્યા છે. દરેક વયના બાળકો, વૃદ્ધ અને યુવાનો આ શો જોવાનું પસંદ કરે છે. ત્યાં લોકો આ શોના દરેક પાત્ર પર પણ સમાન રીતે તેમના પ્રેમની વર્ષા કરતા હોય છે.

આ શોના નિર્માતા આસિત કુમાર મોદી છે, જે અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. આ શોથી ઘણા કલાકારોને ખ્યાતિ મળી છે. આજે લગભગ દરેક ઘરમાં તેમના નામની ચર્ચા છે. પછી તે દિશા વાકાણી હોય, દિલીપ જોશી હોય કે બીજા કોઇ.

તેમના પાત્ર સાથે સંકળાયેલા નામો એટલા પ્રખ્યાત થઈ ગયા છે કે લોકો સામાન્ય રીતે તેમના પાત્રના નામથી જ તેમને ઓળખે છે. જો કે TMKOCની સ્ટાર કાસ્ટ હંમેશા તેમના અંગત જીવન વિશે વધુ જણાવવાનું ટાળતી હોય છે. ત્યારે આજે અમે તમને તારક મહેતાની સ્ટાર કાસ્ટના પરિવાર વિશે જણાવવાના છીએ.

દિલીપ જોષી- શોમાં જેઠાલાલ ગડાનું પાત્ર ભજવી રહેલા દિલીપ જોશીએ જયમાલા જોશી સાથે લગ્ન કર્યા છે. જેઠાલાલને બે બાળકો છે. તેમના પુત્રનું નામ ઋત્વિક છે, જ્યારે પુત્રીનું નામ નિયતિ છે. તેમની પુત્રીના થોડા ઘણા સમય પહેલા જ લગ્ન થયા છે.

દિશા વાકાણી- તારક મહેતામાં દયા બેન તરીકે ખ્યાતિ મેળવનાર દિશા વાકાણીએ મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી અને એક પુત્ર છે. દિશા 2017થી શોમાંથી ગાયબ છે, પરંતુ દર્શકો તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અમિત ભટ્ટ- સિરિયલના સૌથી લોકપ્રિય પાત્ર બાબુજીને કોણ નથી ઓળખતું. જેઠાલાલના પિતાની ભૂમિકા ભજવી રહેલા અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં એટલા વૃદ્ધ નથી. તેમણે કૃતિ ભટ્ટ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે જોડિયા બાળકો છે. તેમના જુડવા બાળકો પણ શોના એપિસોડમાં આવી ચૂક્યા છે

શૈલેષ લોઢા- આ સિરિયલમાં કવિ અને અભિનેતા શૈલેષ લોઢા કે જેઓ તારક મહેતાની ભૂમિકા ભજવી રહ્યા હતા તેમણે સ્વાતિ લોઢા સાથે લગ્ન કર્યા છે અને બંનેને સ્વરા નામની પુત્રી છે. હાલ તો શૈલેષ લોઢા આ શોનો ભાગ નથી.

મંદાર ચાંદવાદકર- સિરિયલમાં ભીડેનું પાત્ર ભજવનાર મંદાર ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી છે. મંદારે વાસ્તવિક જીવનમાં સ્નેહલ સાથે લગ્ન કર્યા છે અને તેમને પાર્થ નામનો પુત્ર છે.

સોનાલીકા જોષી- TMKOCમાં ભીડેની પત્ની શ્રીમતી ભિડેની ભૂમિકા ભજવતી સોનાલિકા જોશીના લગ્ન સમીર સાથે થયા છે અને તેમને આર્યા નામની પુત્રી છે.

શ્યામ પાઠક- સીરીયલમાં પોપટાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક ભલે શોમાં હજુ સુધી કુંવારા હોય પણ વાસ્તવિક જીવનમાં તે પરણિત છે અને તેમની પત્નીનું નામ રશ્મિ છે. તેમને ત્રણ બાળકો પણ છે.

જેનિફર મિસ્ત્રી બંસીવાલ- મયુર ઉર્ફે બોબી બંસીવાલ જેનિફર મિસ્ત્રી બંસીવાલના પતિ છે, જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીનું પાત્ર ભજવતી હતી. જો કે, હાલમાં જેનિફરે શો છોડી દીધો છે. બંનેને એક પુત્રી પણ છે.

અંબિકા રંજનકર- સિરિયલમાં કોમલ હાથીની ભૂમિકા ભજવી રહેલી અંબિકા રંજનકરના લગ્ન અરુણ રંજનકર સાથે થયા છે. તેમના પુત્રનું નામ અથર્વ છે.

મયુર વાકાણી- શોમાં દયા બેનના ભાઈની ભૂમિકા ભજવનાર મયુર વાકાણી વાસ્તવિક જીવનમાં પણ દિશા વાકાણીનો ભાઈ છે. તેણે હેમાલી વાકાણી સાથે લગ્ન કર્યા છે.

Shah Jina