કાળઝાળ ગરમીમાં કુદરતી ઠંડક આપતી આ જગ્યાએ ઉમટી રહ્યું છે પ્રવાસીઓનું ઘોડાપુર, અમદાવાદથી પહોંચતા દોઢ કલાક પણ નહિ લાગે

અમદાવાદથી નજીક છે આ જગ્યા, દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે, આ રમણીય સ્થળની મુલાકાતે, અઢળક રાઈડની મજા સાથે છે 10 લાખ વૃક્ષોની છે કુદરતી ઠંડક, જાણો સમગ્ર વિગત

દેશભરમાં હવે ઉનાળાની ગરમી શરૂ થઇ ગઈ છે, ત્યારે ઘણા લોકો ઘરની અંદર જ રહેવાનું પસંદ કરે છે. પરંતુ ઘણા લોકો ઉનાળાની રજાઓમાં ફરવા જવાનું પ્લાનિંગ પણ બનાવતા હોય છે, પરંતુ બહાર કાળઝાળ ગરમી હોવાના કારણે ઓછા બજેટમાં ફરવા માટે કોઈ સારી જગ્યા પણ મળતી નથી.

ત્યારે આજે અમે તમને એક એવી જગ્યા જણાવવાના છીએ જે અમદાવાદથી માત્ર થોડા જ અંતરે આવેલું છે. ત્યાં રમણીય પ્રકૃતિ છે, ઠંડક છે, અને હાલ આ કાળઝાળ ગરમીમાં ત્યાં પ્રવાસીઓનું ઘોડાપુર પણ ઉમટી રહ્યું છે. કુદરતી ઠંકડમાં દૂર દૂરથી લોકો પોતાના પરિવાર સાથે આ પ્રવાસન સ્થળ ઉપર આવી રહ્યા છે.

આ સ્થળનું નામ છે તિરુપતિ ઋષિવન. જે અમદાવાદથી માત્ર 74 કિલોમીટરના અંતરે આવેલું છે અને ત્યાં પહોંચવા માટે કાર લઈને દોઢ કલાક કરતા પણ ઓછો સમય લાગે છે. હિંમતનગર-વિજાપુર હાઇવે ઉપર આવેલા તિરુપતિ ઋષિવનમાં પ્રકૃતિની ભરમાર છે અને ત્યાં વૃક્ષોના છાંયડામાં ફરવાનો પણ આનંદ માણી શકાય છે.

સાબરમતીના કિનારે આવેલો આ એડવેન્ચર પાર્ક બાળકોમાં ફેવરિટ છે. આ અમ્યુઝમેન્ટ પાર્ક 150 એકરમાં ફેલાયેલો સૌથી મોટો રિસોર્ટ ગણાય છે. આ એડવેન્ચર પાર્કમાં તમે રાઈડ્સ, કપલ એક્ટિવીટી, જંગલ સફારી, આર્ચરી, વોટરપાર્કમાં 25થી પણ વધારે રાઈડ્સની મજા અને 6ડી થિએટરની મજા માણી શકો છો.

આ ઉપરાંત અહીંયા દુનિયાની 7 અજાયબીઓ પણ તમને જોવા મળશે, જેની સામે તમે સેલ્ફી પણ ક્લિક કરાવી શકો છો. આ ઉપરાંત બાળકોને પણ આ સ્થળે મજા આવી જશે. અહીંયા બાળકો માટે મીની ટ્રેન પણ છે. આ ઉપરાંત તમને જીપ સફારી પણ આખા પાર્કમાં ફેરવશે. આ ઉપરાંત તમે અહીંયા બેસીને કુદરતી શાંતિનો પણ અનુભવ કરી શકો છો.

તિરુપતિ ઋષિવન નેચરલ પાર્ક ખાતે 300 હેક્ટર જમીનમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ દ્વારા 10 લાખ જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. આ માનવસર્જિત જંગલમાં દૂર દૂરથી આવતા પર્યટકો વિવિધ રાઈડ્સમાં મનોરંજન સાથે લીલુડી વનરાઈની પ્રાકૃતિક ઠંડકનો અહેસાસ પણ માણી શકે છે.

અહીં આનંદપ્રમોદ કરવા માટે લગભગ 17 કરતાં વધુ સ્લાઇડ્સ છે. ઉપરાંત, એડવેન્ચર પાર્ક, વોટર પાર્ક, 6ડી સિનેમા, મોન્યુમેન્ટસ, જંગલ સફારી અને ફિલ્મના લોકેશન માટેની પણ બેસ્ટ સુવિધા છે. આ પાર્કમાં મીની ટ્રેન પણ છે. આખો દિવસ એન્જોય કરવા માટે આ જગ્યા પરફેક્ટ છે. આગામી સમયમાં અહીં ગો કાર્ટિંગ, 12ડી સિનેમા, વોટર સ્પોર્ટ્સ, જંગલ રિસોર્ટ્સ, પેરાગ્લાયડિંગ, હેલિકોપ્ટર રાઇડ, બેન્કવેટ હોલ જેવી સુવિધા શરૂ કરવામાં આવશે. જીતુભાઇને ગ્રીન એમ્બેસડર અને નેશનલ એન્વાર્યમેન્ટ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

ગાંધીનગરથી લગભગ 50 KM દુર વિજાપુર-હિમ્મતનગર હાઇવે પર દેરોલ ખાતે આ રિસોર્ટ આવેલો છે. તિરૂપતિ એડવેન્ચર પાર્ક જવા માટે તમારે ગાંધીનગરથી મહુડી-વિજાપુર રોડ પર જવું પડશે. વિજાપુર પછી હિંમતનગર હાઇવે પર ટર્ન લેવો પડશે. મિત્રો આ પાર્કમાં તમે આખો દિવસ એન્જોય કરી શકો છો. અહીં બપોરના સમયે જમવા માટે રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ છે.

સહેલાણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ ગાર્ડનની મુલાકાતે આવતા હોય છે એટલે રવિવારના દિવસે અને તહેવારોના દિવસે તો આટલા મોટા ગાર્ડનમાં બેસવાની જગ્યા પણ રહેતી નથી.ગાડીઓનું પાર્કિંગ જોઈને જ તમને સમજાઈ જશે કે સહેલાણીઓનું છે ખૂબ જ પસંદગીનું સ્થળ છે. બાળકો માટે આ ગાર્ડન બેસ્ટ છે.

બાળકો માટેની તમામ એક્ટિવિટી અહી આવેલી છે અને જગ્યા પણ ખુલ્લી અને વિશાળ છે માટે બાળકો સાથે અને બાળકો માટે લોકો આવવાનું અહી વધારે પસંદ કરે છે. એક વ્યક્તિની એન્ટ્રી ફી 150 RS છે અને અંદર રાઇડનો ભાવ અલગ અલગ છે. વોટર રાઈડ – 300 રૂપિયા (કોસ્ટયુમ અને લૉકર ફરજિયાત નથી ) કોસ્ટયુમ ચાર્જ – 50 + 100 ( રિફંડેબલ ડિપોઝિટ ) લૉકર ચાર્જ – 50 + 50 ( રિફંડેબલ ડિપોઝિટ ). આ જગ્યા બેંક ઓફ સાબરમતી રિવર, વિજાપુર-હિમંતનગર રોડ ઉપર આવેલ છે. ગુગુલ મેપ દ્વારા પણ તમે તિરુપતિ ઋષિવન લખીને પણ તમને જગ્યા બતાવી દેશે.

Niraj Patel