કોઈ તમને મૂર્ખ નહિ બનાવી શકે હવે, જાણો સૌથી ઇઝી ટિપ્સ
લગ્નની સીઝન શરૂ થતા જ સોનાના ઘરેણાની ડિમાન્ડ ખુબ વધી જતી હોય છે. આજે લોકો સોના-ચાંદીમાં પણ નિવેશ કરવા લાગ્યા છે. સોનાની કિંમત ઓછી થતા જ લોકો ખરીદી કરી લેતા હોય છે. પણ ઘણીવાર સોનામાં પણ છેતરપીંડી થતી જોવા મળે છે, ઘણીવાર દુકાનદાર ગ્રાહકોને નકલી સોનુ આપી દે છે. જો કે આજે અમેં તમને અમુક ઘરેલું ઉપાય જણાવીશું જેનાથી તમને જાણ થઇ શકશે કે આખરે તમારું સોનુ અસલી છે કે નકલી.(અહીં લીધેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે).
1. લોહ ચુંબક:
સોનુ અસલી છે કે નકલી તેની પરખ કરવામાં ચુંબક ખુબ મદદરૂપ છે. જો તમે ચુંબકને નજીક લઇ જાવ અને બંને એકબીજા સાથે ચીપકી જાય તો સમજી લો કે તમારું સોનુ નકલી છે, અસલી સોનુ ક્યારેય ચુંબક પ્રત્યે આકર્ષાતુ નથી.
2. પાણી:
આ સિવાય તમે પાણીની મદદથી પણ સોનાની પરખ કરી શકો છો. પાણીથી ભરેલા વાસણમાં જો તમે સોનાને મુકશો તો તે તરત જ તળિયા સુધી ડૂબી જશે. અને જો તે પાણીની ઉપર તરવા લાગે તો સમજી લો તમારું સોનુ નકલી છે, અસલી સોનુ ક્યારેય પાણીની સપાટી પર તરતું નથી.
3. નાઇટ્રિક એસિડ:
નાઇટ્રિક એસિડ દ્વારા પણ સોનાની પરખ કરી શકાય છે. તેના માટે સોનુ ઉપર થોડો સ્ક્રેચ કરીને તેના પર નાઇટ્રિક એસિડની અમુક બુંદ લગાડો. જો સોનાનો કલર બદલાઈ જાય કે તેમાં કોઈ ફેરફાર દેખાય તો સમજી લો કે તમારું સોનુ નકલી છે, નાઇટ્રિક એસિડની સોના પર કોઈ જ અસર નથી થતી.
4. વિનેગર:
નાઇટ્રિક એસિડની જેમ જ વિનેગર દ્વારા પણ સોનાની પરખ કરી શકાય છે તેના માટે નાઇટ્રિક એસિડની જેમ જ અમુક બુંદ વિનેગરના સોના ઉપર મુકો. જો રંગ બદલાઈ જાય તો સમજો કે તમારું સોનુ નકલી છે, અને જો વિનેગરની સોના ઉપર કોઈ જ અસર ન થાય તો તમારું સોનુ એકદમ અસલી છે.
5. હોલમાર્ક:
સૌથી વધારે મહત્વનું બીઆઇએસ હોલમાર્કની ચકાસણી કરવી, હોલમાર્કની ચકાસણી સોનુ ખરીદવાના સમયે જ કરવી જરૂરી છે. હોલમાર્ક વાળું સોનુ શુદ્ધ માનવામાં આવે છે. હોલમાર્કનું નિશાન દરેક ઘરેણામાં હોય છે અને તેની સાથે જ એક ત્રિકોણાકાર નિશાન પણ હોય છે. ભારતીય માન્ય બ્યુરોના નિશાન સાથે સોનાની શુદ્ધતા પણ લખેલી હોય છે, જેની ખાસ ચકાસણી કરી લેવી. જણાવી દઈએ કે 22 કૈરેટનું સોનુ બ્રાઇટ યેલો(પીળો રંગ), 18 કૈરેટનું સ્ટ્રોંગ યેલો અને 18 કૈરેટથી ઓછા કૈરેટ વાળું સોનુ લાઈટ યેલો હોય છે.
6. સોનુ પહેર્યા પછી શરીરના પરસેવાના સંપર્કમાં આવવાથી જો તેમાંથી સિક્કાની જેમ દુર્ગંધ આવવા લાગે તો સમજી લો કે તે તમારું સોનુ ભેળસેળ વાળું છે. અસલી સોનામાંથી ક્યારેય પણ દુર્ગંધ નથી આવતી.
7. સોનું પહેર્યા પછી અમુક સમયમાં જો તેના પર કાળા કે લીલા રંગના ધબ્બા દેખાય કે પછી કાટ લાગી ગયેલો દેખાય તો સોનુ નકલી માનવામાં આવે છે. અસલી સોનામાં ક્યારેય આવા ધબ્બા નથી થતા અને તેને કાટ પણ નથી લાગતો.