જ્યોતિષ શાસ્ત્ર

બેંક લોન કે કોઈપણ પ્રકારના કર્જથી મેળવો છુટકારો, આ છે આસાન ઉપાય

કર્જ લીધા પછી દરેક વ્યક્તિને તણાવ આવી જાય છે. માનસિક તણાવ કોઈપણ વ્યક્તિના જીવનને બરબાદ કરી નાખે છે. ઘણીવાર તો લોકો કર્જને લીધે આત્મહત્યા પણ કરી લેતા હોય છે. પણ જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેનાથી વ્યક્તિને કર્જથી છુટકારો મળી શકે છે. જો વ્યક્તિ પોતાની રાશિના અનુસાર આ ઉપાયો કરશે તો કર્જથી છુટકારો મળી શકે છે. આવો તો જાણીએ આ ઉપાયો વિશે.
તમારી રાશિના આધારે કરો આ ઉપાય:

Image Source

1. મેષ રાશિ:
આ રાશિના લોકોએ ગણેશજીની પૂજા-અર્ચના કરવી જોઈએ અને સવારે પુજાની સાથે સાથે ફૂલ પણ અર્પણ કરવા જોઈએ.

Image Source

2. વૃષભ રાશિ:
આ રાશિના લોકોએ માં લક્ષ્મીની પૂજા અર્ચના કરવી જોઈએ અને દરેક રોજ લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ.

3. મિથુન રાશિ:
આ રાશિના લોકોએ કર્જથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીની પૂજા અર્ચના કરવી જોઈએ અને સવાર-સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.

Image Source

4. કર્ક રાશિ:
આ રાશિના લોકોએ ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની પૂજા અર્ચના કરવી જોઈએ જેનાથી જલ્દી જ કર્જથી છુટકારો મળી જશે.

Image Source

5. સિંહ રાશિ:
આ રાશિના લોકોએ શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે એક દીવો પ્રગટાવવો જોઈએ જેનાથી કર્જથી જલ્દી જ છુટકારો મળી જશે.

6. કન્યા રાશિ:
આ રાશિના લોકોએ ધન પ્રાપ્તિ માટે ભગવાન શિવને જળ અર્પણ કરવું જોઈએ.

Image Source

7. તુલા રાશિ:
આ રાશિના લોકોએ ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ અને આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ.

8. વૃશ્ચિક રાશિ:
આ રાશિના લોકોએ મંગળવારે તુલસીના પાન અર્પણ કરવા જોઈએ.

Image Source

9. ધનુ રાશિ:
આ રાશિના લોકોએ સવાર-સાંજ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.

10. મકર રાશિ:
આ રાશિના લોકોએ દરેક રોજ ગણેશજીની પૂજા કરવી જોઈએ અને બુધવારના દિવસે ગણેશજીને લીલી એલચી અર્પણ કરવી જોઈએ.

Image Source

11. કુંભ રાશિ:
આ રાશિના લોકોને સોમવારના દિવસે શિવલિંગ પર ગંગા જળ અર્પણ કરવું જોઈએ જેનાથી કર્જથી જલ્દી જ છુટકારો મળી જશે.

12. મીન રાશિ:
આ રાશિના લોકોએ દરેક રોજ સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.