મુંબઈ ઇન્ડિયન્સના આ ધાકડ બેટ્સમેને પોતાના સાથી ખેલાડીઓ સાથે કર્યો ગજબનો પ્રેન્ક, બિસ્કીટમાંથી ક્રીમ કાઢી અને ટૂથપેસ્ટ લગાવી.. પછી… જુઓ વીડિયો

હાલ દેશભરમાં IPLનો માહોલ જામી રહ્યો છે અને દરેક ટીમ પ્લેઓફમાં પહોંચવાની તનતોડ મહેનત કરી રહી છે. આ દરમિયાન એક જ ટીમમાં અલગ અલગ દેશ અને રાજ્યના ખેલાડીઓ સાથે રહેતા હોવાના કારણે તેમની વચ્ચે સારું બોન્ડિંગ પણ જોવા મળતું હોય છે. ઘણા ખેલાડીઓ એકબીજા સાથે એવી મજાક મસ્તી કરે છે કે તે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ.

ત્યારે હાલમાં મુંબઈ ઇન્ડિયન્સના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં મુંબઈ ઇન્ડિયન્સના ધાકડ બેટ્સમેન તિલક વર્મા તેના સાથી ખેલાડીઓ સાથે ખુબ જ ગજબનો પ્રેન્ક કરતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વર્મા ઓરીયો બિસ્કિટની વચ્ચેથી ક્રીમી લેયર દૂર કરે છે અને તેના બદલે ટૂથપેસ્ટ લગાવે છે. તે પછી, ખેલાડીઓની નજીક ફરતી વખતે, તેમને ટૂથપેસ્ટ વાળા બિસ્કિટ ખવડાવે છે. તિલક વર્માએ તે બિસ્કિટ ડેવાલ્ડ બ્રેવિસ, ટિમ ડેવિડ અને મેરેડિથને ખવડાવ્યું. પ્રેન્ક પછી વર્મા તેની પાસે ગયો અને હસ્યો અને કહ્યું કે તેણે પ્રેન્ક કર્યો છે.

જો કે આ વીડિયોમાં જોઈ શકાય છે કે બિસ્કીટ ખાતી વખતે તે ત્રણેય ખેલાડીઓને આ પ્રેન્કનો સહેજ પણ ખ્યાલ નહોતો આવ્યો. તેમને બિસ્કિટનો ટેસ્ટ થોડો અજીબ લાગ્યો હતો પરંતુ તેમને કઈ વધારે ખબર ના પડી શકી. જોકે, બાદમાં તેઓ બધા સાથે હસતા જોવા મળ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સ હવે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ટીમ માત્ર એક જ જીતી શકી છે અને તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આ વર્ષની ટૂર્નામેન્ટની પ્રથમ આઠ મેચોમાં સતત પરાજયનો સામનો કર્યા પછી, પાંચ વખતની ચેમ્પિયન્સે આખરે 30 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

જો કે IPLના પાંચ વખતના ચેમ્પિયન માટે આ સિઝનમાં કેટલીક સકારાત્મક બાબતો પણ જોવા મળી હતી જેમાં તિલક વર્મા જેવા ખેલાડીઓ ઉભરી આવ્યા હતા. હૈદરાબાદના 19 વર્ષીય યુવકને મેગા ઓક્શનમાં 1.70 કરોડ રૂપિયામાં સાઇન કરવામાં આવ્યો હતો. આ આઈપીએલમાં રમાયેલી 9 મેચોમાં ડાબા હાથના બેટ્સમેને 43.86ની એવરેજથી 307 રન બનાવ્યા હતા. તિલક વર્માએ રાજસ્થાન રોયલ્સ સામે ટીમની છેલ્લી રમતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં સૂર્યકુમાર યાદવ સાથે ત્રીજી વિકેટ માટે 81 રન ઉમેર્યા હતા.

Niraj Patel