જીમ ટ્રેનરના પ્રેમમાં ડૂબેલી પત્નીએ પતિને મારવા માટે બનાવ્યો પ્લાન A અને B: 10 લાખની આપી સોપારી, ભાડાના શૂટરના બાળકોની ફીસ પણ ભરી
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
પાણીપતના ચર્ચિત વિનોદ બરાડા હત્યા કેસમાં લગભગ અઢી વર્ષ બાદ મોટો ખુલાસો થયો છે. વિનોદની હત્યા કોઈ વિવાદમાં નહીં પરંતુ કાવતરાના ભાગરૂપે સોપારી આપીને કરવામાં આવી હતી. વિનોદની પત્ની નિધિએ તેના પ્રેમી જીમ ટ્રેનર સુમિત સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ખાસ વાત એ છે કે પરિણીત મહિલાના પ્રેમમાં અંધ બનેલા પ્રેમી સુમીતે ભાડાના હત્યારા દેવ સુનારને એક લોડિંગ ગાડી ખરીદી અપાવડાવી કારણ કે વિનોદને એક્સીડન્ટમાં મરાવી શકાય. પરંતુ પ્લાન A સફળ ન થયો અને સોપારી કિલર એક્સીડન્ટ કેસમાં જેલ ચાલ્યો ગયો.
આ સમય દરમિયાન સુમિતે આરોપીના બાળકોની ફી અને ઘરનો ખર્ચ ઉઠાવ્યો અને પછી પ્લાન બી હેઠળ આરોપીને જામીન મળ્યા. પરંતુ આ વખતે ભાડાના હત્યારા દેવ સુનારે વિનોદને પિસ્તોલથી ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો. પાણીપતના એસપીએ જણાવ્યું કે, વીરેન્દ્ર પુત્ર દેસરાજ નિવાસી પરમહંસ કુટિયાએ ડિસેમ્બર 2021માં પોલીસને એક ફરિયાદ આપી જણાવ્યુ હતુ કે તેમનો ભત્રીજો વિનોદ બરાડા શહેરના સુખદેવ નગરમાં કમ્પ્યુટર સેન્ટર ચલાવતો હતો. 5 ઓક્ટોબર 2021ની સાંજે, વિનોદ પરમહંસની કુટીરના ગેટ પર બેઠો હતો, ત્યારે પંજાબ નંબરના વાહનના ચાલકે વિનોદને ટક્કર મારી.
વિનોદના બંને પગ ભાંગી ગયા હતા.આ અંગે તેમણે શહેર પોલીસ મથકમાં આરોપી ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે વાહનના ડ્રાઈવર આરોપી દેવ સુનાર ઉર્ફે દીપકની ધરપકડ કરી હતી, જે પંજાબના ભટિંડાનો રહેવાસી છે. લગભગ 15 દિવસ પછી દેવ સુનાર તેની પાસે સમાધાન માટે આવ્યો. જ્યારે સમાધાન કરવાનો ઇનકાર કર્યો, તો આરોપીઓ ગંભીર પરિણામોની ધમકી આપીને ચાલ્યા ગયા. આ પછી અદાવત રાખી આરોપી દેવ સુનાર 15 ડિસેમ્બર 2021ના રોજ દેશી બનાવટની પિસ્તોલ લઈને વિનોદના ઘરે આવ્યો અને અંદર ઘૂસીને દરવાજો બંધ કરી દીધો.
આ જોઈ વિનોદની પત્નીએ શોર મચાવ્યો તો વીરેન્દ્ર સહાયતા માટે પાડોશી સાથે વિનોદના ઘરે પહોંચ્યો. તેણે દરવાજો ખોલવાની કોશિશ કરી પણ ખુલ્યો નહીં. બારીમાંથી જોયુ તો આરોપી દેવ સુનારે વિનોદને બેડ પરથી નીચે પા઼્યો અને માથામાં પિસ્તોલ વડે ગોળી મારી દીધી. તેમણે આરોપી દેવ સુનારને સ્થળ પર જ કાબૂ કરી પોલીસને હવાલે કર્યો અને લોહીથી લથબથ ભત્રીજા વિનોદને હોસ્પિટલમાં લઈ ગયો. જો કે, હોસ્પિટલમાં હાજર તબીબે વિનોદને મૃત જાહેર કર્યો હતો.
વીરેન્દ્રની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ચલણ કોર્ટમાં રજૂ કર્યું હતું અને કેસ ચાલી રહ્યો હતો. આ દરમિયાન તાજેતરમાં મૃતક વિનોદ બરાડાના ભાઈ તરફથી વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભાઈએ આ કેસમાં અન્ય આરોપીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી, જેને ગંભીરતાથી લેતા એસપીએ સીઆઈએ થ્રીના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર દીપક કુમારને તપાસની જવાબદારી સોંપી.
સીઆઈએ થ્રી પોલીસની ટીમે ફરીથી ફાઇલનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને કોર્ટની પરવાનગી લીધા બાદ ફરીથી તપાસ શરૂ કરી. આ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી દેવ સુનાર સુમિત નામના યુવક સાથે વાત કરતો હતો અને સુમિત મૃતક વિનોદ બરાડાની પત્ની નિધિ સાથે ઘણી વાતો કરતો હોવાનું જાણવા મળ્યું.
પોલિસની ટીમે 7 જૂનના રોજ સેક્ટર 11/12ના બજારમાંથી આરોપી સુમિત ઉર્ફે બંટુ નિવાસી ગોહાનાની ધરપકડ કરી અને પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો. સઘન પૂછપરછ કરવા પોલીસે આરોપી સુમિતને 7 જૂને કોર્ટમાં રજૂ કર્યો અને આ પછી 7 દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા. રિમાન્ડ દરમિયાન પૂછપરછ દરમિયાન આરોપી સુમિતે પોલીસને જણાવ્યું કે વર્ષ 2021માં તે પાણીપતના એક જીમમાં ટ્રેનિંગ આપતો હતો.
વિનોદની પત્ની નિધિ પણ ત્યાં એક્સરસાઇઝ કરવા આવતી. આ દરમિયાન બંને મિત્રો બન્યા અને એકબીજા સાથે ઘણી વાતો કરવા લાગ્યા. જ્યારે વિનોદને બંને વિશે ખબર પડી ત્યારે એક-બે વખત બોલાચાલી પણ થઇ. વિનોદ તેની પત્ની નિધિ સાથે ઘરમાં ઝઘડો પણ કરવા લાગ્યો. બાદમાં તેણે અને નિધિએ વિનોદની અકસ્માતમાં હત્યા કરાવવાનું કાવતરું ઘડ્યું. એસપીએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપી સુમિતે જણાવ્યું કે તે જાણકાર ટ્રક ડ્રાઇવર દેવ સુનાર ઉર્ફે દીપક નિવાસી ભટિંડાથી મળ્યો અને તેને 10 લાખ રૂપિયા રોકડા અને ઘરનો બધો ખર્ચ આપવાની લાલચ આપીને ગુનો કરવા તૈયાર કર્યો.
સુમિતે દેવ સુનારને પંજાબ નંબરની એક લોડિંગ પિકઅપ ગાડી અપાવડાવી. 5 ઑક્ટોબર 2021ના રોજ, દેવ સુનારે વિનોદને મારવાના ઈરાદાથી વાહન સાથે અથડાવીને તેનો અકસ્માત કરાવ્યો અને આ અકસ્માતમાં વિનોદનું મોત ન થતા પાછળથી બંનેએ પિસ્તોલ વડે વિનોદની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. દેવ સુનારને જેલમાંથી જામીન મળી ગયા અને તેને ફરીથી તૈયાર કર્યા બાદ તેને ગેરકાયદેસર હથિયારો પૂરા પાડ્યા અને માફી માંગવાના બહાને વિનોદ બરાડાના ઘરે મોકલ્યો.
આ પછી 15 ડિસેમ્બર 2021ના રોજ દેવ સુનારે ઘરમાં ઘૂસીને વિનોદને પિસ્તોલથી ગોળી મારી દીધી. પ્લાન અનુસાર, નિધિ માર્ચ 2024માં કોર્ટમાં પોતાની ગવાહીથી મુકરી ગઇ. પોલિસ કેપ્ટને જણાવિયુ કે પોલિસે આરોપી નિધિની ધરપકડ કરી પૂછપરછ કરી તો સુમિત સાથે મળી વારદાતને અંજામ આપવા વિશે સ્વીકારી લીધુ.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.