નોકરીના નામ પર અય્યાશી, કંપની બનાવી 200 છોકરીઓની ઈજ્જત લૂંટી, અબોર્શન કરાવવાનો આરોપ- સનસનીખેજ ખુલાસો

ફેસબુક પર જોબ ઓફરના નામ પર ચાલી રહી હતી અય્યાશી ગેંગ, કંપની બનાવી લૂંટી રહ્યા હતા છોકરીઓની ઇજ્જત, સ્કેનડલનો સનસનીખેજ ખુલાસો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

આજ પહેલા આવી રીતની ઘટના વિશે કોઈએ સાંભળ્યું નહીં હોય. બેરોજગારીમાં નોકરી જરૂરી છે. નોકરીના આ મહત્વનો કેટલાક લોકોએ કંપની ખોલી ફાયદો ઉઠાવ્યો. હેવાનના ચહેરામાં આ કંપનીએ મહિલાઓનું યૌન શોષણ કર્યું. આ એક એવી ઘટના છે કે જેની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર હચમચી ગયું. બિહારના મુઝફ્ફરપુરમાં બનેલી બાલિકા ગૃહ કાંડ કરતા પણ આ મોટી ઘટના છે. આ સમગ્ર મામલાની SIT દ્વારા તપાસ કરાવ્યા બાદ સરકારે આરોપીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ.

આ ઘટનાથી પરિચિત લોકો કંઈક આવું જ કહી રહ્યા છે. મુઝફ્ફરપુરમાં લગભગ 200 છોકરીઓને નોકરી આપવાના નામે તેમની ઈજ્જત લૂંટવામાં આવી. નોકરીના બહાને ઈજ્જત લૂંટવાના અનેક બનાવો બન્યા છે. પરંતુ મુઝફ્ફરપુરની આ ઘટના તમને હચમચાવી દેશે. આ મામલો છે મુઝફ્ફરપુરના અહિયાપુર વિસ્તારનો. જ્યાં 180 યુવતીઓને નોકરી અપાવવાના બહાને બંધક બનાવી અને તેમની સાથે મારપીટ કરવામાં આવી. એટલું જ નહિ તેમનું યૌન શોષણ પણ કરવામાં આવ્યું. આ ઘટના એવી છે કે તેના વિશે વિચારતા જ બાલિકા ગૃહ કાંડની યાદ આવી જાય.

બાલિકા ગૃહ કાંડ પર ભક્ષક નામની એક ફિલ્મનું પણ નિર્માણ થયુ છે. આ પૂરા પ્રકરણને લઇને છપરાની એક પીડિતાએ અહિયાપુર વિસ્તારમાં મામલો દાખલ કરાવ્યો છે. પીડિતાએ જણાવ્યુ કે ફેસબુક પર મહિલાઓ માટે જોબ ઓફરના પોસ્ટના માધ્યમથી તે ડીવીઆર સંસ્થા સાથે જોડાઇ. જ્યા એપ્લાય કરવા પર પસંદગી પામ્યા બાદ તાલીમના નામે વીસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી. તેણે જણાવ્યું કે પૈસા જમા થયા બાદ તેને ઘણી યુવતીઓ સાથે અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બખરી પાસે રાખવામાં આવી હતી.

લગભગ 3 મહિના વીતાવ્યા પછી પણ પગાર ન મળ્યો ત્યારે તેણે સંસ્થાના સીએમડી તિલક સિંહ સમક્ષ પોતાનો વિચાર વ્યક્ત કર્યો. પછી તેને કહેવામાં આવ્યું કે જો તે સંસ્થામાં 50 વધુ છોકરીઓને ઉમેરશે તો તેનો પગાર વધારીને 50,000 રૂપિયા કરવામાં આવશે, જ્યારે તેણે કહ્યું કે તે 50 વધુ છોકરીઓને જોડવામાં અસમર્થ છે, તો તેના પર દબાણ બનાવવામાં આવ્યુ અને તેના મોબાઇલની કોન્ટેક્ટ લિસ્ટના હિસાબે લોકોને જોડવાનું કહેવામાં આવ્યુ.

તેણે જણાવ્યુ કે- ત્યાં સુધી તે કંપનીની અસલિયતથી વાકેફ નહોતી અને પૈસાની લાલચમાં તેણે મોબાઇલ કોન્ટેક્ટના હિસાબથી લોકોને કંપની સાથે જોડવાનું શરૂ કર્યુ. આ વચ્ચે અહિયાપુર સ્થિત સંસ્થાની કથિત ઓફિસ અને હોસ્ટેલ પર દરોડા પડ્યા. પોલીસે ત્યાંથી ઘણી છોકરીઓને બચાવી. પરંતુ દરોડાની માહિતી મળતાં સીએમડી તિલક સિંહે તેને અને અન્ય લોકોને હાજીપુર શિફ્ટ કર્યા. જ્યાં તિલક સિંહે તેની સાથે બળજબરીપૂર્વક લગ્ન કર્યા. આ દરમિયાન તે ગર્ભવતી બની અને બળજબરીથી તેનો ગર્ભપાત પણ કરાવ્યો.

તેણે જણાવ્યું કે હાજીપુરમાં રહેતી વખતે જ્યારે પણ તે પિયર જવાની જીદ કરતી ત્યારે તેને માર મારવામાં આવતો અને તેને ચુપ કરાવી દેવામાં આવતી. બાદમાં એકવાર તિલકસિંહ પોતાના સહયોગીઓ સાથે ત્રણ ગાડીથી આવ્યા અને બૈરિયા વિસ્તારમાં બસો રૂપિયાની નોટ આપી નસીહત આપી. જો તુ પિયર જવા માગે છે તો આઝાદ થઇ જાવ. આ વચ્ચે તેને ખબર પડી કે કંપની ફર્જી છે. તેનું કહેવું છે કે અહીં છોકરીઓને બંધક બનાવવામાં આવે છે.

ચારેબાજુ મુસ્ટંડો તૈનાત રાખવામાં આવે છે. કોઈ છોકરીઓ ભાગી શકતી નથી. તેમની પાસે ફોન કરાવી છોકરીઓના સંબંધીઓમાં હાજર યુવતિઓને બોલાવવામાં આવે છે. નોકરીની લાલચ આપીને તેમનું યૌન શોષણ કરવામાં આવે છે. પીડિતાનું કહેવું છે કે તે નહોતી ઈચ્છતી કે તેની જિંદગી સાથે જે ખિલવાડ થયો તે બીજી કોઈ છોકરી સાથે થાય.

પીડિતાનો આરોપ છે કે ફર્જી સંસ્થાને લઇને પ્રાથમિકી દાખલ કર્યા બાદ તિલક સિંહે તેનું અપહરણ કરાવ્યુ અને તેને કોર્ટમાં જતા રોકવાનો પ્રયાસ કર્યો. દહેશત ફેલાવવા માટે તેણે ભાઈને પટના બોલાવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારે આ ઘટના સામે આવ્યા બાદ સૌથી મોટો સવાલ તો એ છે કે પોલીસ પ્રશાસન હેઠળના મુઝફ્ફરપુર જેવા શહેરમાં આ પ્રકારનું રેકેટ કેવી રીતે ચાલતું હતું?

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina