આ ટિકટોકરે ચંદ્રયાન પર ઓક્યુ હતુ ઝેર, હવે ISI પાસે લગાવી મદદની ગુહાર…સામે આવ્યો નવો વીડિયો

ફેમસ ટિકટોકર હરીમ શાહનો વીડિયો થયો વાયરલ, ISI પાસે માગી આ મોટી મદદ..પહેલા ચંદ્રયાનને લઇને ઓક્યુ હતુ ઝેર

Pakistani Tiktoker Hareem Shah Video : ચંદ્રયાન 3ને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકનારી પાકિસ્તાની ટિકટોકર હરીમ શાહનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. હરિમ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે દાવો કરી રહી છે કે તેના પતિનું અપહરણ કરવામાં આવ્યું છે. હરીમ શાહ કહે છે કે તેના પતિ ગુમ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે.

ચંદ્રયાન 3ના સફળ ઉતરાણ પર ઝેર ઓકનાર ટિકટોકરનો વીડિયો વાયરલ
વીડિયોમાં તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની મદદ પણ માગી રહી છે. હરિમ કહે છે કે તે તેના પતિ સાથે લંડનમાં હતી. પરંતુ પતિ બિલાલને અચાનક કોઈ કામ માટે પાકિસ્તાન જવાનું થયું.તેણે જણાવ્યું કે જ્યારે તે સાંજે ઘરેથી નીકળી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો આવ્યા અને બિલાલનું અપહરણ કરીને લઈ ગયા. હરિમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા બધા ફોલોઅર્સ છે.

પતિનું અપહરણ થયા બાદ ISI પાસે માગી મદદ
તેણે કહ્યું કે તેણે કોર્ટમાં અરજી કરી છે અને પોલીસ સાથે પણ વાત કરી છે. તેને રાજકારણીઓ સાથે કે કોઈપણ પ્રકારની એક્ટિવિઝમ સાથે કોઈ લેવાદેવા નથી. તેનો કોઈ જૂનો ગુનાહિત રેકોર્ડ પણ નથી.રીપોર્ટ્સ અનુસાર, બિલાલના કથિત ગુમ થવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર પોલીસ મહાનિરીક્ષક (IGP) સિંધ ગૃહ વિભાગ અને અન્ય સંબંધિત અધિકારીઓને નોટિસ જારી કરવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હરિમ શાહના દાવા બાદ સિંધ હાઈકોર્ટે સંબંધિત અધિકારીઓને તેમનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. હરીમ શાહ હાલ બ્રિટનમાં છે. તે ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં ફસાઈ ચૂકી છે.

હરિમ શાહે ચંદ્રયાન 3ના ચંદ્ર પર સફળ ઉતરાણને લઈને અપમાનજનક ટ્વિટ કરી હતી. તેણે લખ્યુ હતુ કે ચંદ્ર મિશન પર લાખો ડોલર ખર્ચવાને બદલે મોદી સરકારે આખા ભારતમાં શૌચાલય બનાવવા જોઈએ. આ ટ્વીટ બાદ હરિમને ચારેબાજુ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

Shah Jina