મનોરંજન

ટાઇગર શ્રોફે ખરીદ્યું તેના સપનાનું સૌથી મોંઘુ ઘર, કિંમત જાણીને હેરાન રહી જશો

અભિનેતા ટાઇગર શ્રોફ ફિલ્મી દુનિયાનો એક ચમકદાર સિતારો છે, જેકી શ્રોફનો દીકરો હોવા છતાં પણ તેને પોતાની આગવી અદાકારી અને એક્શન દ્વારા બોલીવુડમાં નામ મેળવ્યું છે. તે હંમેશા તેની એક્શન ફિલ્મો અને અભિનયના કારણે ચર્ચામાં રહેતો હોય છે, હવે તેનું ચર્ચામાં રહેવાનું એક બીજું કારણ સામે આવ્યું છે અને એ છે તેના સપનાનું ઘર.

ટાઇગર શ્રોફ છેલ્લા ઘણા સમયથી પોતાના સપનાનું ઘર શોધી રહ્યા હતા અને છેવટે તેને એક આલીશાન ઘર ખરીદી જ લીધું, આ આલીશાન ઘર 8 બેડરૂમ વાળું છે, અને આ ઘરની કિંમત 56 કરોડ રૂપિયા છે.

ટાઈગરે તેનું આ ઘર મુંબઈના ખાર વિસ્તારમાં ખરીદ્યું છે અને આ 8 બેડરૂમ વાળું ઘર ખુબ જ આલીશાન છે, તેમજ સૌથી મોંઘુ પણ છે.તે વર્ષ 2019માં જ તેના નવા ઘરમાં શિફ્ટ થઇ ગયો હતો, આ ઘરનું ઇન્ટરિયર પણ ખુબ જ ખાસ  છે, આ ઘરનું ઇન્ટિરિયર પણ અભિનેતા જ્હોન અબ્રાહીમના ભાઈ એલેન દ્વારા કરવામાં આવ્યું છે.

ટાઇગર થોડા સમય પહેલા જ જ્હોન ઇબ્રાહિમના ઘરે ગયો હતો અને ત્યાંનું ઇન્ટરિયર જોઈને તે ઈમ્પ્રેસ થયો હતો ત્યારબાદ તેના ઘરનું ઇન્ટરિયર જોઈને જ ટાઈગરે જ્હોનના ભાઈને તેના ઘરનું કામ પણ આપ્યું હતુ. હમણાં જ આવેલી ફિલ્મ બાગી-3ના અભિનેતા ટાઇગર શ્રોફ બોલીવુડમાં એક આગવું નામ ધરાવે છે. તેની ફિલ્મોના લોકો દીવાના છે અને એટલે જ તેના લાખો ચાહકો તેના જીવન વિશે જાણવા માટે સતત ઉત્સુક હોય છે. ટાઇગરના સ્ટન્ટ જોવા પણ સૌને ગમતા હોય છે. તેના પિતા જેકી શ્રોફ પણ તેને બાળપણથી જ ફિટનેસ માટે સતત પ્રેરિત કરતા આવ્યા છે. ટાઇગરને અર્પણ બાળપણથી જ કરાટેનો શોખ છે.

ફિલ્મોની અંદર ટાઇગર સારો ડાન્સ કરે છે તેની સાથે તે બોલીવુડનો એક્શન હીરો પણ છે, અને અભિનયમાં પણ તે ખુબ જ કારગર છે જેના કારણે આજની યુવા પેઢીનો તે સૌથી પસંદીતા અભિનેતા છે. ફિલ્મોની અંદર ટાઇગર એકદમ માઝાકીયો અને મારફળ કરતો જોવા મળે છે, પરંતુ તેના અસલ જીવની અંદર તે ખુબ જ શાંત સ્વભાવનો છે. તે ક્યારેય કોઈ ચર્ચાનો પણ હિસ્સો નથી બનતો.

ટાઇગર શ્રોફનું સાચું નામ જય હેમંત શ્રોફ છે. વર્ષ 2014માં આવેલી ફિલ્મ “હિરોપંથી”થી તેને બોલીવુડમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી આને આજે લાખો યુવાનોની પસંદ ટાઇગર બની ગયો છે. ટાઈગરનો જન્મ મુંબઈમાં થયો હતો તેને પિતા જેકી શ્રોફ અને માતા આયશા શ્રોફની ઉંમર 30 વર્ષની થઇ છે. તે ઋત્વિક રોશનને પોતાનો ગુરુ માને છે.

ટાઇગર શ્રોફ બાળપણથી જ માર્શલ આર્ટ્સ અને કરાટેની તાલીમ લેતો હતો, પોતાના અભ્યાસ સાથે ટાઇગર આ બંને તાલીમ પણ લેતો હતો. કરાટેમાં તેની પાસે 5 ડિગ્રી બ્લેક બેલ્ટ છે. અભિનેતા અમારી ખાનને જયારે ધૂમ-3 માટે બોડી વધારવાની હતી ત્યારે તેને ટાઇગર શ્રોફ પાસે જ સલાહ લીધી હતી. ટાઇગર પોતાનો ટાયટ પલાણ યોગ્ય રાખે છે. તે તેલવાળું અને વધારે મસાલાવાળું ખાવાનું પસંદ નથી કરતો સાથે તે શુદ્ધ શકાહારી અને નિર્વ્યસની છે.બૉલીવુડ જગતમાં ઘણા એવા કલાકારો છે જેઓ પોતાની ફિટનેસની બાબતમાં ખુબ જ ગંભીર રહે છે. તેમાંના જ એક છે અભિનેતા ટાઇગર શ્રોફ. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ટાઇગર શ્રોફનો જિમ કરી રહેલો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે 200 કિલોગ્રામનું વજન ઉઠાવતા દેખાઈ રહ્યા છે. ટાઇગરના આ વીડિયોને જોયા પછી બોલીવુડની સાથે-સાથે ફૈન્સ પણ તેના ખુબ વખાણ કરી રહ્યા છે.

વીડિયોને ટાઈગરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોને પોસ્ટ કરતા ટાઈગરે લખ્યું કે,”જિમમાં આવી રીતે કઠોર મહેનત કરવાનો ઘણો સમય થઇ ગયો છે, 200 કિલોગ્રામ.હાઈસ્કૂલના દિવસોમાં ખુબ જ હલ્કો અનુભવ કર્યા કરતો હતો”. ટાઈગરના આ વીડિયોને અત્યાર સુધીમાં 13 લાખથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે. વિડીયો પર અભિનેત્રી શિલ્પાએ શેટ્ટીએ કમેન્ટ કરતા લખ્યું કે,”બાપ રે!” તેના સિવાય ડીનોએ લખ્યું કે-‘બેસ્ટ, મારા વિચાર પ્રમાણે આ સૌથી સારો વ્યાયામ છે”. ટાઇગર શ્રોફ છેલ્લી વાર સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. ટાઇગર શ્રોફ જલ્દી જ ઋત્વિક રોશનની સાથે ફિલ્મ વૉર માં જોવા મળશે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ જોવા મળશે. ટાઈગરે વૉરનું પોસ્ટર પોસ્ટ કરતા લખ્યું હતું કે-”આ લડાઈમાં માત્ર એક જ જીતશે.ઋત્વિક રોશન, શું તમે હારવા માટે તૈયાર છો? ઋત્વિકે પણ શાનદાર અંદાજમાં ટાઇગરને જવાબ આપતા કહ્યું કે,”આ એક જંગ છે.મારું એક્શન મારા શબ્દો કરતા વધારે ધમાકેદાર હશે.2 ઓક્ટોબરે તને મળું છું”. બાળપણથી જ ખુબ જ ક્યૂટ અને વધતી ઉંમર સાથે પોતાની ફિટનેસ ઉપર પણ ધ્યાન રાખતો ગયો જેના કારણે આજે તેના દેખાવ અને તેની બોડીની લોકો પ્રસંશા કરે છે સાથે તેના લાખો ચાહકો પણ છે.આવી ખબરો લાંબા સમયથી આવી રહી છે કે અભિનેતા ટાઈગર શ્રોફ અને દિશા પટની એકબીજાને આગળના ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. ટાઇગર અને દિશાને ઘણા મૌકાઓ પર એકસાથે જોવામાં આવી ચુક્યા છે. દિશા ટાઈગરની માં ની સાથે પણ નજરમાં અવી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.