કોરોના કરતા પણ ખતરનાક નીકળી આ દીકરી, એક જ ઝટકામાં આખા પરિવારની બિછાવી દીધી લાશો, પોતે પણ મોતને વહાલું કર્યું

સમગ્ર દેશની અંદર કોરોનાના કારણે ઘણા લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે ઘણા લોકો આ સમયમાં પોતાના ઘરે જ રહેવાનું પસંદ કરે છે. તો ઘણા લોકો આવ સમયે ડિપ્રેશનમાં આવી અને આર્થિક તંગીથી કંટાળીને મોતને પણ વહાલું કરે છે.

પરંતુ હાલ પંજાબના લુધિયાણા જિલ્લાના સોંઢીવાલ ગામની અંદરથી એક ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક બહેને પોતાના ભાઈ અને માતાનો જીવ લઇ લીધા બાદ પોતે પણ મોતને વહાલું કર્યું હોવાનું સામે આવ્યું છે.

સોંઢીવાલની અંદર મનદીપ કૌર નામની યુવતીનો ભાઈ કોમામાં હતો અને તેની માતાને ચોટ લાગી હતી. આ ઉપરાંત પરિવાર આર્થિક તંગીથી પણ  હેરાન થઇ રહ્યો હતો. જેના કારણે તેને ભાઈ અને માતાને મારી નાખ્યા અને પોતે પણ મોતને વહાલું કરી લીધું. એક એક કરીને આ ઘરમાંથી ત્રણ લાશો ઉઠી. જેના કારણે આખા પરિવારનું નામો નિશાન જ ખતમ થઇ ગયું.  જેના કારણે સમગ્ર ગામની અંદર શોકનું વાતાવરણ છે.

ગીદ્દદવિંડી પોલીસે શબોને કબ્જામાં લઈને હાલમાં ધારા 174 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આ બાબતે ASI તીરથ સિંહે જણાવ્યું કે મૃતકોની ઓળખ પુત્ર ગુરુપ્રીત સિંહ સોની (37), માં જસબીર કૌર (58(, અને દીકરી મનદીપ કૌર (27) ના રૂપમાં કરવામાં આવી છે.

ગુરુપ્રીત 7 વર્ષ પહેલા ઘરની છત ઉપરથી પડી ગયો હતો. ત્યારબાદથી જ તે કોમામાં છે. જેના કારણે આખો પરિવાર માનસિક રૂપે પરેશાન રહેતો હતો. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા જસબીર કૌરને પણ વાગ્યું હતું. જેના બાદ ચિંતા વધારે વધી ગઈ હતી.

માનસિક રીતે ચિંતિત નર્મદીપ કૌરે 12 એપ્રિલના રોજ ખાવાની અંદર કોઈ ઝેરીલો પદાર્થ ઉમેરી દીધો. તે ખાવાનું મા અને ભાઈએ ખાધું. ત્યારબાદ એ ખાવાનું તેને પોતે પણ ખાઈ લીધું હતું. પાડોશીના આવવા ઉપર આ ઘટનાનો ખુલાસો થયો હતો.

ગ્રામજનોએ ત્રણેયને જગરાઓની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. જ્યાં 13 એપ્રિલના રોજ માતા, 14 એપ્રિલે દીકરો અને શનિવારની સ્વરે દીકરીનું મોત થઇ ગયું. ગામના લોકોએ પોલીસને પણ સૂચના આપી હતી.

Niraj Patel