બંદૂક લઈને ભાગવા માંગતો હતો ચોર, પછી પોલીસે અપનાવી એવી તરકીબ કે જોઈને તમે પણ હેરાન રહી જશો

હાલમાં આખી દુનિયાની અંદર મની હિટ્સ વેબ સિરીઝની ચર્ચાઓ ચાલી રહી છે. આ વેબ સિરીઝની અંદર દર્શકો પણ ચોરનો સાથ આપી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ ચોર પોલીસનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમે પણ હેરાન જરૂર રહી જશો. આ વીડિયોની અંદર પોલીસ ચોરને પકડવા માટેની અલગ તરકીબ જોવા મળી રહી છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે ચોરને પકડવા માટે પોલીસની એક ટિમ પહોંચે છે. પહેલા કોન્સ્ટેબલ અને ઇન્સ્પેકટર  મળીને શટરને બહારથી ઘેરી લે છે. જેના બાદ શટરની અંદર રહેલા ચોરને પકડવા માટે ધોમે ધીમે શટર ખોલે છે અને એક પોલીસકર્મી ચોરને અંદર પેસીને પકડી બહાર કાઢે છે.

તેને જોઈને અંદર રહેતા બે અન્ય ચોર પણ હથિયાર સાથે બહાર આવે છે. જો કે પોલીસની ટીમ તેમને પણ દબોચી લે છે.  એક ચોર સતત ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ તેને પણ બે ત્રણ પોલીસવાળા પકડીને પોતાના કબ્જામાં કરી લે છે. ચારેયની પાસે બંધુક ઉપરાંત ધારદાર હથિયાર પણ જોવા મળી રહ્યા છે. જેને પોલીસ તેમની પાસેથી લઇ લે છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર્સનું કહેવું છે કે આ પોલીસની મોકડ્રીલને જેમ લાગી રહ્યું છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે.

Niraj Patel