શંકર ભગવાન મંદિરમાં ઘુસ્યા ચોર, શિવજીનો નાગ અને ગળતીની કરી ચોરી, પછી દાનપેટી ઉપર હાથ લગાવ્યો અને તરત… જુઓ વીડિયો

તમે ચોરીની ઘણી ઘટનાઓ જોઈ હશે, જેમાં ચોર ઘરમાં  કે દુકાનમાં ઘૂસીને હાથ સાફ કરી લેતા હોય છે, ઘણા ચોર તો મંદિરમાં ઘૂસીને દાનપેટી સમેત સામાન પણ હેઠવી લેતા હોય છે. આવી ઘણી ઘટનાઓ આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતી હોય છે. જેને જોઈને કોઈપણ હેરાન રહી જતા હોય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ચોર શિવજીના મંદિરમાં ઘુસેલા જોવા મળી રહ્યા છે.

ભગવાન શિવના મંદિરમાં થયેલી ચોરીનો આ વીડિયો મધ્યપ્રદેશનો છે. અહીં રતલામ જિલ્લાના માનુનિયા ગામના મહાદેવ મંદિરમાં બે ચોરોએ આ ઘટનાને અંજામ આપ્યો. ચોરીના સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે બે ચોર મોં પર કપડું બાંધીને મંદિરમાં પ્રવેશ કરે છે અને પછી લાકડીની મદદથી ભગવાન શિવના નાગ અને ગળતી તેમજ શિવલિંગની આસપાસના ચાંદીના શણગારને ઉખાડી નાખવાનું શરૂ કરે છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે ચોર દાનપેટીને ખોલવાનો પણ પ્રયાસ કરે છે. પરંતુ દાનપેટી ખોલવામાં તે સફળ નથી થતા. મંદિરમાં ચોરીનો આ સીસીટીવી વીડિયો કાશિફ કાકવી નામના ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘શિવ ભગવાનનો નાગ અને ગળતી ચોરીને લઈ ગયા.

ચોરાયેલ સીસીટીવી મધ્યપ્રદેશના રતલામના શિવ મંદિરના છે. આ ચોરીની ઘટનાનો વીડિયો જોયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને ચોરોને પકડવાની માંગ કરી રહ્યા છે. જોકે ચોરોની નજર મંદિરની દાનપેટી પર હતી, પરંતુ તેઓ તેમાં સફળ થઈ શક્યા નહોતા કારણ કે બંને ચોર દાનપેટીનું તાળું તોડી શક્યા ન હતા.

Niraj Patel