બોલિવૂડની આ પાંચ-પાંચ મોટી હસ્તીઓએ ધર્મની દીવાલ તોડીને કર્યો પ્રેમ અને લગ્ન, જાણીને રહી જશો દંગ…

આ 5 અભિનેત્રીએ ધર્મની દીવાલ તોડી નાખી, હિન્દૂ અભિનેતા સાથે કર્યા લગ્ન – જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

સમાજની નજરમાં આજે પણ બંને અલગ અલગ ધર્મના લોકોના વચ્ચે લગ્નની માન્યતા મળવી મુશ્કેલ થઇ જાય છે. ત્યારબાદ પણ બોલિવૂડની આ પાંચ મશહૂર હસ્તીઓએ તેમનો પ્રેમ મેળવવા માટે સમાજ સાથે લડાઈ કરી

અને તેમને જીવનસાથી બનાવી લીધા. કોઈકે સાચું જ કહ્યું છે કે પ્રેમ ના ધર્મ જોવે છે કે ના જાતિ. મનોરંજન જગતમાં ધર્મ, જાતિનો ભેદભાવ નથી હોતો, આ વાતને સાબિત કરી છે બોલિવૂડની કેટલીક હસ્તીઓએ…

જણાવી દઈએ કે આમાં ખાલી અભિનેતા નહિ પરંતુ અભિનેત્રીઓ પણ છે જેમણે લગ્ન કરીને તેમનો પ્રેમ મેળવ્યો છે. અભિનેતાઓ સાથે લગ્ન કર્યા પછી મુસ્લિમ અભિનેત્રીઓએ તેમનું નામ પણ બદલી લીધું હતું. આજે જણાવીશું કે કયા અભિનેતાની પત્ની મુસ્લિમ છે અને કેટલાક અભિનેતાએ બીજી કે ત્રીજી વાર કર્યા છે લગ્ન.

1. સંજય દત્ત અને માન્યતા : સંજય દત્તની ત્રીજી પત્ની માન્યતા દત્ત છે. માન્યતા મુસ્લિમ પરિવારથી છે. લગ્ન પહેલા માન્યતાનું નામ દિલનવાઝ શેખ હતું. જોકે લગ્ન પહેલાજ માન્યતાએ તેનું નામ બદલી લીધું હતું. કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકેલી માન્યતાએ સંજય દત્ત સાથે 2008માં લગ્ન કર્યા હતા.

2. સોહા અલી ખાન અને કુણાલ ખેમુ : સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને વર્ષ 2015માં બોલિવૂડ અભિનેતા કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા હતા. કુણાલ ખેમુ કશ્મીરી પંડિત પરિવારથી છે.

3. ઝરીના વહાબ અને આદિત્ય પંચોલી : બોલિવૂડ અભિનેતા આદિત્ય પંચોલીની પત્ની ઝરીના વહાબ મુસ્લિમ છે. બોલિવૂડ અભિનેત્રી ઝરીના વહાબે અભિનેતા આદિત્ય પંચોલી સાથે વર્ષ 1986માં લગ્ન કર્યા હતા. આ સ્ટાર કપલને બે છોકરા પણ છે જેમનું નામ ‘સના’ અને ‘સૂરજ’ છે.

4. મનોજ બાજપેયી : મનોજ બાજપેયીની બીજી પત્ની નેહાનું સાચું નામ શબાના છે. નેહા બોબી દેઓલ સાથે ફિલ્મ ‘કરીબ’માં નજર આવી હતી. જણાવી દઈએ કે મનોજના પહેલા લગ્ન દિલ્હીની એક છોકરી સાથે થયા હતા પરંતુ તે લગ્ન લાંબા સમય સુધી ટક્યા નહિ. ત્યારબાદ મનોજ બાજપેયીની જિંદગીમાં નેહાની એન્ટ્રી થઇ હતી. બંનેએ વર્ષ 2006માં લગ્ન કર્યા હતા.

5. મધુબાલા અને કિશોર કુમાર :  ખુબ જ સરસ અભિનયથી દર્શકોનું દિલ જીતવા વાળી અભિનેત્રી મધુબાલાએ લોકપ્રિય સિંગર કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતા. મધુબાલાનું સાચું નામ ‘મુમતાજ જા બેગમ’ હતું.

Patel Meet