જીવલેણ મુશ્કેલીઓથી બચવાની આ 10 રીત જાણી લો, પોતાની જોડે બીજાનો જીવ પણ બચાવી શકશો..
આપણે ઇચ્છતા હોઈએ છીએ કે બધા સુરક્ષિત રહે, પરંતુ જિંદગીમાં મુસીબતો કહીને નથી આવતી. ક્યારેક ક્યારેક આ મુસીબત ઘાતક પણ સાબિત થતી હોય છે. ઉદાહરણ તરીકે, ભૂકંપમાં કોઈ કાટમાળ નીચે દબાઈ જાય કે કોઈ કારણસર પૂરમાં ફસાઈ જાય તો શું કરી શકાય? દરિયાઇ વિસ્તારોમાં ઘણા લોકો તોફાનોની ચપેટમાં પણ આવી જતા હોય છે. એવામાં સારું એજ છે કે આપણે પહેલેથી જ આવી પરિસ્થિતિ માટે તૈયાર રહીએ. આજે અમે કંઈક એવી વસ્તુઓ બતાવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો જીવ બચાવી શકશો.
1. ક્યારેક તમે કાટમાળ નીચે દબાઈ જાઓ તો શું કરવું જોઈએ? એવું ઘણી વાર થતું હોય છે કે ભૂકંપ આવવાથી ઇમારતો કમજોર થઈને પડી જતી હોય છે. એવામાં જે લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હોય છે તે બૂમો પાડવા લાગે છે. આવુ ના કરવું જોઈએ કેમકે એનાથી ખાલી તમારી એનર્જી જ બગડશે અને અવાજ પણ બેસી જશે. તેના કરતા તમારી આજુ બાજુ પડેલી કોઈપણ વસ્તુ ઉપર ત્રણવાર ટેપ કરો અને આવું થોડાક થોડાક સમયે કરતા રહો. કારણકે માણસ કોઈપણ પેટર્નને જલ્દી નોટિસ કરતો હોય છે. જયારે ટેપ કરવાનો અવાજ સાંભળીને કોઈ તમારી પાસે આવે ત્યારે મદદ માટે અવાજ લગાવો.
2. ટોર્નેડો કે હવાનો વંટોળ જયારે એક જ જગ્યાએ ઉભેલું નજર આવે. : ટોર્નેડો કે હવાનો વંટોળ ગોળાકાર ફરવાવાળો તેજ વેગ વાળું તુફાન છે. તે ખુબ જ ઝડપથી આગળ વધતું હોય છે અને ખુબ શક્તિશાળી પણ હોય છે. તેના રસ્તામાં આવવાવાળી કોઈપણ વસ્તુ સરખી રહેતી નથી. આને જોઈને ક્યારેક તમને એવું લાગે કે વંટોળ હલન ચલન નથી કરી રહ્યું તો સમજી જજો કે તમારી સાઈડ જ આવીયુ રહ્યું છે. એવામાં જેટલું જલ્દી ત્યાંથી નીકળી જાઓ તે જ સારું છે.
3. મોડર્ન બેગપેકમાં હોય છે ખુબ જ કામની વસ્તુ : જે લોકો લાંબી યાત્રા કે કેમ્પીંગનો શોખ રાખે છે તેમના માટે સીટી ખુબ જ કામમાં આવે છે. ક્યારેક દૂર ઉભેલા કોઈ સાથીને અવાજ આપવો હોય કે પછી ક્યારેક ખોવાઈ જઈએ ત્યારે આપણું લોકેશન બતાવામાં ખુબ જ મદદ કરે છે. અને જો તમે સીટી લઇ જવાનું ભૂલી ગયા હોવ તો શું કરવું? ચિંતા કરવાની જરૂર નથી કેમકે મોડર્ન બેગપેક આવે છે તેમાં સીટી પહેલાથી જ હોય છે.
4. દરિયાઈ સીમા પર જોખમની ખબર કેમની પડશે? : જો તમે દરિયાઈ સીમા પર છો અને પાણી ઓછું થતું કે પછી સામાન્ય દિવસોથી દૂર નજર આવી રહ્યું છે તો તરત જ ત્યાંથી ભાગી જાઓ. કેમકે તેનો મતલબ છે કે સુનામી આવવવાની હોય છે. 2004ની સુનામીમાં એક માણસે આવી રીતે પોતાનો જીવ બચાવ્યો હતો.
5. જો પાણીમાં લહેર ચારેકોર વહેતા જોવા મળે ત્યારે : તમને ક્યારેક પાણીમાં ચારેકોર લહેર વહેતી જોવા મળે તો ત્યાંથી નીકળી જાઓ. કેમકે તે તરંગોમાં પાણીની નીચે ખુબ જ શક્તિશાળી ધારાઓ હોય છે, જે તમને વહાવીને દૂર લઇ જઈ શકે છે.
6. ગાડી ક્યારેક પાણીમાં ફસાઈ જાય ત્યારે : ઘણીવાર એવું પણ થતું હોય છે કે ગાડી નદીમાં પડી જતી હોય છે કે પછી પૂરમાં ગાડી જો ફસાઈ જતી હોય છે. એવામાં તરત તમારી ગાડીના બારી અને દરવાજા ખોલી દો. કેમકે પાણી વધારે વધી ગયું તો એટલું દબાણ બનાવી દેશે કે ગાડીની બહાર નીકળવા દેશે નહિ.
7. રિપ કરંટમાં સીધું તરવાની કોશિશ કરો નહિ. : પાણીની રિપ કરંટના ચપેટમાં જો તમે આવી જાઓ તો સીધું તરવાની કોશિશ કરશો નહિ. તે ખુબ જ મજબૂત પ્રવાહ હોય છે જે તમને કિનારાથી દૂર લઇ જાય છે. સીધા તરવાની કોશિશમાં તમે ફસાઈ શકો છો. એવામાં તમારે બહાર નીકળવું છે તો સાઇડથી તરવાનું શરુ કરો. તેનાથી તમે ધીરે ધીરે પાણીની બહાર આવી શકો છો.
8. ઠંડા પાણીમાં પડી જઈએ તો શું કરવું જોઈએ? : જો કોઈ ઠંડા પાણીમાં પડી જાય તો હાઇપોથર્મિયાની નજીક હોય છે. તો તેને સીધા આગની સામે બેસાડશો નહિ. કેમકે એવું કરવું ખુબ જ ખતરનાક કહેવાય છે. તેને ધીમે ધીમે ગરમ કરવાની કોશિશ કરો. શરીરમાં લોહીના પ્રવાહના તાપમાનમાં તરત આવેલા ઉતાર-ચઢાવ સહન નથી કરી શકતું.
9. કુદરતી આપત્તિઓ આવતા પહેલા શું કરવું જોઈએ : તમને ખબર પડે છે કે કેટલીક કુદરતી આપત્તિઓ આવવાની છે તો તરત જ તમારા ઘરે પાણીનો સંગ્રહ કરીને રાખો. FDAના પ્રમાણે મોટી આફતો પછી પાણી આવતું નથી કે દૂષિત થઇ જતું હોય છે. એવામાં તમારી જોડે ચોખ્ખું પાણી પહેલાથી સંગ્રહ કરેલું હોવું જોઈએ.
10. જયારે બેટરી આપણને જોઈતા આકારની હોય નહિ ત્યારે : આપણે ક્યાંક દૂરની જગ્યાએ છીએ અને આપણી પાસે જોઈએ એવા સેલ કે બેટરી નથી તો તમે નાની આકારવાળી બેટરીનો પણ ઉપયોગ કરી શકો છો. બાકીની જે ખાલી જગ્યા વધે તેમાં તમે એલ્યુમિનિયમ ફોઈલ ભરી શકો છો. એલ્યુમિનિયમ ફોઈલથી વીજળી ટ્રાન્સફર થશે અને કામ થઇ જશે.