ઘરમાં ઘણી વસ્તુઓ એવી હોય છે હોય છે જેના વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘણા જ ફાયદા હોય છે પરંતુ આપણે આ વસ્તુઓ ના શું ફાયદા હોય છે એ વાતથી અજાણ હોઈએ છીએ. રસોડામાં વપરાતી કેટલીક નાની નાની વસ્તુઓ ઘરમાં સુખ શાંતિ અને વૈભવ લાવી શકે છે.

આજે આપણે એવી જ એક વસ્તુ લવિંગના ફાયદા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

લવિંગનો ઉપયોગ મોટાભાગે આપણે મસાલા તરીકે જ કરતા હોઈએ છીએ. ક્યારેક લવિંગ પાનમાં પણ ખાતા હોઈએ છે. લવિંગ સ્વાસ્થ્યવર્ધક પણ છે એ વાત પણ સૌ કોઈ જાણે જ છે પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લવિંગના કેટલાક બીજા પણ ચમત્કારિક ફાયદા છે.

કોઈ અટવાયેલું કામ નથી નીકળતું તો કરો આ ઉપાય:
જો તમે કોઈ કામને લઈને હેરાન થઈ રહ્યા છો, ઘણા જ સમયથી એ કામ પાછળ પુરી મહેનત કરવા છતાં પણ તમને સફળતા નથી મળી રહી તો લવિંગનો આ ઉપાય તમને સફળતા આપી શકે છે. તેના માટે તમારે જે કામ માટે નીકળો છો એના પૂર્વે એક લીંબુ ઉપર ચાર લવિંગ રોપી દો અને “ૐ શ્રી હનુમતે નમઃ” નો 21 વખત જાપ કરી એ લીંબુને પોતાની સાથે જ લઈને નીકળી જાવ. તમને તમારા કામમાં અવશ્ય સફળતા મળશે.

ઘરમાં જો કંકાશ છે વ્યાપેલો છે તો કરો આ ઉપાય:
સવારે ઉઠતાની સાથે જ જો તમારા ઘરમાં ઝગડા શરૂ થઈ જતાં હોય, નાની નાની વાતોમાં એ ઝઘડાના કારણે તમારો આખો દિવસ ખરાબ થતો હોય તો સવારે અથવા સાંજે આરતી કરતી વખતે 2 લવિંગ મૂકીને આરતી કરો અથવા કપૂર સાથે પણ 2 લવિંગ મૂકીને આરતી કરો જેના દ્વારા ઘરમાંથી કંકાસ ધીમે ધીમે દૂર થઇ જશે.

ઘરમાં વ્યાપેલી નકારાત્મક ઉર્જા દૂર કરવા કરો આ ઉપાય:
ઘરમાં જો નકારાત્મક ઉર્જા વ્યાપેલી હોય તો ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિનો નિવાસ થતો નથી અને તેના કારણે પરિવારના સભ્યો વચ્ચે જ અણબનાવ થતા જોવા મળે છે. આ માટે સાંજના સમયે ઘરના કોઈ ખૂણામાં 6-7 લવિંગ કપૂર સાથે બાળી દેવા જેનાથી ઘરમાં વ્યાપેલી નકરાત્મક ઉર્જા દૂર થઇ જશે. આ ઉપાય રોજ કરવામાં આવશે તો ઘરમાં કાયમ માટે નકારત્મક ઉર્જા પ્રવેશી નહીં શકે. બે લવિંગ સાંજે થતા દીવાની અંદર તમે મૂકીને પણ નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો.

ધનની પ્રાપ્તિ માટે પણ કરી શકો છો આ ઉપાય:
આજના સમયમાં ધનની પ્રાપ્તિ માટે માણસ મહેનત અને ધાર્મિક ઉપાયો પણ કરતો હોય છે. પરંતુ ઘણીવાર અથાક પરિશ્રમ કરવા છતાં પણ યોગ્ય ધનની પ્રાપ્તિ થતી નથી ત્યારે લવિંગનો આ ઉપાય તમને ધનવાન બનાવવામાં મદદગાર રહેશે. કાચી ઘાણીના તેલનો દીવો કરીને તેમાં 2-3 લવિંગ ઉમેરી હનુમાનજીની આરતી કરો. જેના દ્વારા તમારી દરિદ્રતા ધીમે ધીમે દૂર થવા લાગશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થવા લાગશે.

શત્રુઓના નાશ માટે ફાયદાકારક છે આ ઉપાય:
પોતાના કામ અને ઊંચા થતા નામ ના કારણે સમાજમાં શત્રુઓ વધતા જવાના છે કારણે આજના સમયમાં બીજા માણસની સફળતા કોઈથી પચતી નથી તો એવા સમયે તમે દર શનિવારે સાત વખત હનુમાન બાણનો પાઠ કરી દાદા સમક્ષ લાડવાનો ભોગ ધરાવો તેમજ પાંચ લવિંગ દેશી કપૂર સાથે પૂજા સ્થાન ઉપર સળગાવી તેની ભસ્મનું તિલક કરી બહાર નીકળો જેના દ્વારા તમારા શત્રુઓ તમારાથી ડરવા લાગશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.