આ થિયેટરમાં “ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મને અધવચ્ચે અટકાવીને દર્શકોએ કર્યો મોટો હોબાળો, લગાવ્યો આ આરોપ, જાણો સમગ્ર મામલો

દેશભરમાં આજે દરેક વ્યક્તિના મોઢા ઉપર ફક્ત એક જ ફિલ્મની વાત ચર્ચાઈ રહી છે, “ધ કાશ્મીર ફાઇલ્સ” ત્યારે દેશના મોટાભાગના થિયેટરોના મોટાભાગના શો પણ હાઉસફુલ જોવા મળી રહ્યા છે. દેશના ઇતિહાસમાં કદાચ પ્રથમ એવી ઘટના હશે જેમાં કોઈ મોટા માર્કેટિંગ વગર કોઈ ફિલ્મને આટલી મોટી સંખ્યામાં જોવા માટે લોકો ઉત્સાહિત થાય છે.

આ દરમિયાન થિયેટરોમાંથી પણ અલગ અલગ ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે. નોઈડામાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ “ધ કાશ્મીર ફાઈલ્સ”ને લઈને વિવાદ સામે આવ્યો છે. મંગળવારે સાંજે નોઈડાના જીઆઈપી મોલના સિનેમા હોલમાં, દર્શકોએ તેમના પર ફિલ્મને જાણી જોઈને અધવચ્ચે રોકવાનો આરોપ લગાવતા હોબાળો મચાવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે GIP મોલના સિનેમા હોલમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું ઓપરેટિંગ અચાનક બંધ થઈ ગયું હતું. આ પછી ફિલ્મ જોઈ રહેલા દર્શકોએ હંગામો શરૂ કર્યો. હિંદુ સંગઠનોના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને મેનેજર એજાઝ ખાન પર ફિલ્મને જાણીજોઈને બંધ કરવાનો આરોપ લગાવ્યો.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કોઈક રીતે મામલો થાળે પાડ્યો હતો અને ફિલ્મ ફરી શરૂ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, ACમાં ખરાબીને કારણે ફિલ્મને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત અલીગઢમાં દર્શકોએ ફિલ્મની ખરાબ પ્રિન્ટને લઈને હોબાળો મચાવ્યો હતો.

આ મામલો નઈ બસ્તીમાં આવેલી સીમા ટોકીઝનો છે, જ્યાં થિયેટરમાં ફિલ્મ જોઈ રહેલા ગ્રાહકોએ ફિલ્મ “ધ કાશ્મીર ફાઈલ્સ”ને નુકસાન થવાને લઈને હંગામો મચાવ્યો હતો. થિયેટરમાં હંગામાની જાણ થતાં પહોંચેલી સ્થાનિક પોલીસે ગ્રાહકોને સમજાવ્યા બાદ મામલો શાંત પાડ્યો હતો. થોડા સમય પછી ફરી ફિલ્મ શરૂ થઈ હતી.

Niraj Patel