પાલનપુરમાં ઝુપડપટ્ટીના બાળકોને મળ્યું સ્ટેજ, બતાવી પોતાની પ્રતિભા, “ઉડાન ફાઉન્ડેશન” દ્વારા કરવામાં આવી એક અનોખી પહેલ, જુઓ

ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોની પ્રતિભા ખીલવવાનું ઉમદા કામ કરી રહ્યું છે ઉડાન ફાઉન્ડેશન, બાળકોને આપ્યું મંચ, ડાન્સ અને કેટ વૉકથી જીત્યા લોકોના દિલ, જુઓ તસવીરો

The genius of slum children : તારીખ 10 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર ખાતે ઉડાન ફાઉન્ડેશન આયોજિત ઉત્તર ગુજરાતનો ઐતિહાસિક ઝુપડપટ્ટીમાં રહેતા અનાથ અને શ્રમિક પરિવારોને બાળકોને પ્રતિભા હેતુથી આયોજીત આ બાળકોની કલા અને કૌશલ્યનો અદભુત સંગમ એટલે JOY FEST 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલનપુરના તમામ ઝૂંપડપટ્ટી ઓ ધરાવતા વિસ્તારો રામલીલા મેદાન, ડોક્ટર હાઉસ, ગોબરી રોડ વગેરે વિસ્તારમાં રહેતા વસ્તીના બાળકો દ્વારા સ્ટેજ પર વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી.

બાળકોની ખીલી પ્રતિભા :

જેમાં ડાન્સ ,નાટક, માઈમ દ્વારા અદભુત સંદેશ આ સમગ્ર કાર્યક્રમ પાલનપુર ની કલા પ્રેમી જનતાએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં નેશનલ યોગા ગોલ્ડ મેડાલિસ્ટ અને ડાન્સર યાના પટેલ, અમદાવાદના રિક્ષાવાળા તરીકેની અનોખી ઓળખ ધરાવતા અને સમાજસેવક ઉદયસિંહ જાદવ, સુપ્રસિદ્ધ RJ જીનલ પ્રનામી, ગુજરાતમાં બાળ મણીરાજ બારોટના હુંલામણા નામથી પ્રખ્યાત અને માટલા ઉપર માટલું ગીતના ગાયક જીગર ઠાકોર, વટીલા ધામ ચંગવાડાના ભક્તરાજ બીપીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

બાળકોને કર્યા પ્રોત્સાહિત :

તેમજ સમગ્ર કાર્યક્રમને શોભાવનાર અને ઉડાન ફાઉન્ડેશન આર્થિક રૂપે સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ સન્માન ઉડાન ફાઉન્ડેશન વતી કરવામાં આવ્યું હતું. તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન Rj રિતિક અને Rj રાચુ દ્વારા કરવામાં આવ્યું અંતે ભાગ લેનાર કુલ ૮૦ બાળકોને સ્કૂલ બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ કુલ ૩૫૦ જેટલા બાળકોએ રાત્રિ ભોજનનો આનંદ લીધો..સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળનાર ઉડાન ફાઉન્ડેશનના સ્વયંસેવક મિત્રો હાજર રહ્યા હતા.

ઝુપડપટ્ટીના બાળકો માટે ચાલે છે રવિવારી શાળા :

વધુમાં ઉડાન ફાઉન્ડેશનના દ્વારા જણાવ્યું હતું કે ઉડાન ફાઉન્ડેશનની સમગ્ર ટીમ દ્વારા ચંગવાડા, અમદાવાદ અને પાલનપુરમાં ઝુપડપટ્ટી અને શ્રમિક પરિવારોના બાળકોનું વિના મૂલ્ય રવિવાર શાળાનું શિક્ષણ અને જરૂરિયાત પ્રમાણે શિયાળામાં સ્વેટર, ઉનાળાની ધગ ધગતી ગરમીમાં ગરીબ બાળકોને ચપ્પલ વિતરણ, શૈક્ષણિક કીટની અનેક સેવાઓ થકી આ સેવાની જ્યોત જવલંત અવિરત જલતી રહે છે. જેમાં અને દાતાશ્રીઓનું સહકાર મળી રહે છે.

Niraj Patel