કોરોના જેવી મહામારી સામે લડવા માટે ભારત કરશે આ પ્રયોગ

0

હાલ દેશમાં લોકડાઉન 3.0 ચાલી રહ્યું છે. લોકડાઉના ત્રીજા તબક્કામાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. દેશના 43 ટકાથી વધુ જિલ્લામાં જન જીવન સામાન્ય થતું જાય છે. કહી શકીએ છીએ કે 43 ટકા દેશ હવે કોરોના સંકટની વચ્ચે સામાન્ય જનજીવન તરફ વધી રહ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે હજુ વેક્સીન બનવામાં એકથી દોઢ વર્ષનો સમય વધુ લાગી શકે છે. ત્યારે હવે લોકોમાં એક નવો શબ્દ સામે આવ્યો છે હર્ડ ઇમ્યુનીટી.

Image source

ગ્રીન ઝોનમાં સોશિયલ ડિસ્ટેંસીન્ગના પાલન સાથે દુકાન, બજાર, રીક્ષા ટેક્સી, બસ કારોબાર અને ઔદ્યોગિક એકમો પણ શરૂ થઇ ગયા છે. આ જગ્યા પર લોકો એક જગ્યા થી બીજી જગ્યા પર આસાનીથી થઇ જઈ શકે છે. 43 ટકા જિલ્લાની વસ્તીનું એક રીતે કોરોના વાયરસ પ્રત્યે એક્સપોઝર વધ્યું છે. આનાથી એ વાતનો પણ અંદાજો લગાવવામાં આવી શકે છે કે કોરોના વાયરસ પ્રત્યે હર્ડ ઇમ્યૂનિટી વિકસિત થઈ રહી છે.

હર્ડ ઇમ્યૂનિટીનો ટેસ્ટ ત્યારે કહેવામાં આવે છે જ્યારે રેડ ઝોન્સમાં પણ લોકો કોરોનાનાં ખતરો હોવાછતાં પહેલાની જેમ માફક સામાન્ય ગિતિવિધિઓ ચલાવતા રહે. આ પ્રકારે લોકો મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત હોવા છતાં મનામાં આ પ્રત્યે પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જતી જેને હર્ડ ઇમ્યૂનિટી કહેવામાં આવે છે. ગ્રીન ઝોન્સમાં સંક્રમણનું સંકટ ઘણું ઓછું છે આ કારણે તેને કેટલીક હદ સુધી જ હર્ડ ઇમ્યૂનિટી ટેસ્ટ કહી શકાય છે. હાલ આપણા દેશમાં દેશમાં રેડ ઝોનમાં 130, ઑરેન્જ ઝોનમાં 284 અને ગ્રીન ઝોનમાં 319 જિલ્લા રાખવામાં આવ્યા છે.

Image source

જેટલા વધુ લોકો આનાથી સંક્રમિત થશે, માનવ શરીરમાં આનાથી લડવાની તાકાત એટલી જ વધુ પેદા થશે. આને જ હર્ડ ઇમ્યુનીટી કહેવાય. હર્ડ ઇમ્યુનિટી દ્વારા નિષ્ણાતો કહે છે કે જ્યારે વિશ્વની મોટી વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત થઈ જશે, ત્યારે તેમાં પ્રતિકારક ક્ષમતા પણ પેદા થઇ જશે. આ પછી, કોરોના વાયરસ લોકો પર વધારે અસર કરશે નહીં. ઘણા ડોકટરો અને નિષ્ણાતો માને છે કે જો વાયરસના સંક્રમણને ફેલાવા દે તો લોકોની ઇમ્યુનીટી આનાથી લડવા માટે પ્રતિકારક ક્ષમતાનો વિકાસ કરી લેશે.

Image Source

જો કોઈ બીમારી કોઈ સમૂહના મોટા ભાગમાં ફેલાઈ જાય છે, તો પછી મનુષ્યની રોગ પ્રતિકારક ક્ષમતા ચેપગ્રસ્ત લોકોને તે રોગ સામે લડવામાં મદદ કરે છે. જે લોકો આ બીમારી સામે લડ્યા પછી સંપૂર્ણપણે ઠીક થઇ જાય છે તે રોગથી ‘ઇમ્યુન’ થઈ જાય છે, એટલે કે, તેમનામાં રોગપ્રતિકારક ગુણધર્મો વિકસિત થઇ જાય છે.
વિશ્વને કોરોના વાયરસથી બચાવવા માટે ઘણા વૈજ્ઞાનિકો હર્ડ ઇમ્યુનીટી અપનાવવાની સલાહ આપી રહયા છે, જેથી આને વધુ ફેલાવાથી રોકી શકાય. એક અનુમાન અનુસાર, કોઈ સમુદાયમાં કોરોના વાયરસ વિરુદ્ધ હર્ડ ઇમ્યુનીટી ત્યારે જ વિકસિત થઇ શકે છે કે જયારે લગભગ 60 ટકા વસ્તીને કોરોના વાયરસ કરી ચુક્યો હોય અને એ એનાથી લડીને ઇમ્યુન થઇ ચુક્યા હોય.

Image Source

નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે, કોરોનાની વાત કરીએ તો 60થી 85 ટકા વસ્તીમાં કોરોના પ્રત્યે ઇમ્યૂનિટી આવી જાય તો આને હર્ડ ઇમ્યૂનિટી કહેવાશે. ડિપ્થીરિયામાં આ આંકડો 75 ટકા, પોલિયોમાં 80થી 85 ટકા અને મીઝલ્સમાં 95 ટકા છે. જો આવું થયું તો કેનેડાનાં ચીફ પબ્લિક હેલ્થ ઑફિસર થેરેસા ટૈમે ચેતવ્યા છે કે જો આવું થયું તો મોત જ નહીં, બીમારીની અસરો પણ ખતરનાક સાબિત થશે.

Image Source

જો ઘણા લોકોમાં બીમારીરતિ ઇમ્યુનીટી છે તો આ સંક્રમિત બીમારી ઓછી ફેલાઈ શકે છે. વધારે લોકોમાં વેક્સીન અને એક્સપોઝરના કારણે ઇમ્યુનીટી આવી જાય તો વાયરસ ફેલાવાથી રોકી શકાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.