પોતાની મૃત મમ્મીના શબ સાથે ચાર દિવસથી રહી રહ્યો હતો 10 વર્ષનો પુત્ર, કારણ જાણીને તમે પણ ચોકી જશો

ક્યારેક ક્યારેક તો આપણા દેશમાં ઘણી બધી એવી ખબર સામે આવી જતી હોય છે જે હૃદયને હચમચાવી દેવા વાળી હોય છે. આ ખબર કંઈક એવી હોય છે જેને સાંભળીને દરેક કોઈ હેરાન રહી જતા હોય છે. આંધ્ર પ્રદેશના ચિત્તૂરથી એક હૃદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ખબર તિરૂપતિ કસ્બાના વિદ્યાનગરમાં થઇ છે એક બાળક માતાના શબની સાથે 4 દિવસ સુધી રહી રહ્યો હતો. શબમાંથી દુર્ગંધ આવતા ખબર પડી કે મમ્મીની મોત થઇ ગઈ છે. આ ઘટનાથી આજુબાજુના લોકો પણ હેરાન થઇ ગયા હતા.

મૃતક મહિલાનું નામ રાજ્યલક્ષ્મી હતું. તે એક પ્રાઇવેટ કોલેજમાં લેક્ચરલ તરીકે કામ કરતી હતી. તે તેના બાળક સાથે એકલા એક પેન્ટહાઉસમાં રહેતી હતી. 8 માર્ચના દિવસે તે તેના ઘરે પડી ગઈ હતી જેના લીધે તેનું મોત થઇ ગયું હતું. મમ્મીની સાથે થયેલી દુર્ઘટના અને તેની મોતથી અજાણ પુત્ર શ્યામ કિશોર જેની ઉંમર 10 વર્ષ છે તેનું શિક્ષણ અને બાકીનું કામ કરતો રહ્યો. પરંતુ ચોથા દિવસે જયારે તેને દુર્ગંધ આવી તો મામાને ફોન કરીને તેની જાણકારી આપી.

સૂચના મળતા તરત જ મામા ત્યાં પહોંચ્યા હતા અને તેની બહેનને મૃત હાલતમાં જોઈ. રાજ્યલક્ષ્મી તેના પતિ સાથે મતભેદના કારણે તેના પુત્ર સાથે અલગ રહેતી હતી. એક પાડોશીએ કહ્યું કે જયારે અમે છોકરાને મમ્મીની મોત વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેની મમ્મી આરામ કરી રહી હતી. પુત્ર પાંચમા ધોરણમાં ભણે છે અને તેની મમ્મીએ થોડા મહિના પહેલા જ PHD પુરી કરી હતી.

રાજ્યલક્ષ્મીના 10 વર્ષના પુત્રએ કહ્યું કે 8 માર્ચે તેની મમ્મીને ઉલ્ટી પણ થઇ હતી. ત્યારબાદ તેને લાગ્યું કે મમ્મી વધારે બીમાર છે અને તેને આરામ કરવાની જરૂર છે તેવું વિચારીને શ્યામ 4 દિવસ સુધી તેનું કામ કરતો રહ્યો અને તેની મમ્મી પર બિલકુલ શક ગયો નહિ કે તેનું મોત થઇ ગયું છે.

તેને લાગ્યું કે મમ્મી બીમાર છે એટલે ઊંઘી રહી છે એટલે થોડી વાર બોલાવ્યા પછી ઊંઘમાં હોવાના કારણે ડિસ્ટર્બ કર્યું નહિ. જયારે શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે તેણે મામાને ફોન કરીને સૂચના આપી. પોલીસે શવને પોસ્ટમોટર્મ માટે હોસ્પિટલ મોકલી દીધો છે. મહિલાનું મોત થવાનું કારણ જાણવા માટે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.

Patel Meet