ટીવીની આ 8 ખૂબસુરત હસીનાઓએ પ્લસ સાઇઝ હોવા છત્તાં બનાવી પોતાની દમદાર ઓળખ, જુઓ

ટીવીની આ 8 પ્લસ સાઇઝ અભિનેત્રીઓએ જેમણે ખૂબસુરતી અને ટેલેંટના દમ પર જમાવી પોતાની ધાક

આપણા દેશમાં એવી કેટલીક જગ્યા છે, જયાં કેટલાક માપદંડો આધારે ખૂબસુરતી માપવામાં આવે છે. જો કોઇ મહિલા તે માપદંડોમાં ફિટ નથી બેસતી તો તે ખૂબસુરત નથી એવું કહેવામાં આવે છે.

બોલિવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં આજે પણ કેટલીક જગ્યાએ આ પ્રથા તમને જોવા મળશે. પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમણે આવી વાતોની પરવાહ ન કરી અને તેમના ટેલેન્ટને બધા સુધી પહોંચાડ્યુ. આજે અમે એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશુ જેમણે પ્લસ સાઇઝ હોવા છત્તા ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેમની દમદાર ઓળખ બનાવી.

1.ભારતી સિંહ : ભારતીય ટેલિવિઝનની હંસીની રાની ભારતી સિંહની તો પૂરી દુનિયા ફેન છે. ભારતી પ્લસ સાઇઝ હોવા છત્તાં પોતાને લઇને કોન્ફિડંસ રહે છે. ભારતી તેના વજનને વરદાન માને છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે હું ઘણા સમયથી આવી જ રહી છું. 6 મહિનામાં બોડી ટેસ્ટ કરાવુ છુ. વાસ્તવમાં મારુ વજન આજે મારો સૌથી મોટો આશીર્વાદ છે.

2.ડેલનાઝ ઇરાની : ડેલનાઝ ટીવી અને બોલિવુડ બંનેમાં સૌથી લોકપ્રિય નામોમાંની એક છે. તે બે દાયકાથી વધુ સમયથી તેના અભિનયથી આપણુ મનોરંજન કરી રહી છે. શાઇના એનસી માટે તેણે ફેશન બ્રાંડ માટે રૈંપ વોક પણ કર્યુ છે.

3.અંજલી આનંદ : અંજલી ટીવીનો નવો ચહેરો છે. તેણે શોમાં ઢાઇ કિલો પ્રેમ સાથે કરિયરની શરૂઆત કરી હતી.  તે ઇંડિયાની ફેમસ પ્લસ સાઇઝ મોડલમાંની એક છે. તેણે તેની સાઇઝ વિશે કરતા કહ્યુ કે, આ દેશ માટે અલગ અલગ લોકો વિશે પોતાની ધારણા બદલવાનો સમય છે. હું ગર્વ સાથે કહુ છુ કે હું ભીડનો હિસ્સો નથી. હું 6 ફૂટ લાંબી છુ. હું એક મોડલ છુ.

4.અક્ષય : ‘યે રિશ્તા કયા કહેલાતાહે’માં અનન્યાના પાત્રથી ફેમસ થયેલ અક્ષય નાના પડદાની એ પ્લસ સાઇજ અભિનેત્રીમાંની એક છે જે માત્ર ખૂબસુરત જ નહિ પરંતુ ટેલેન્ટેડ પણ છે. તેણે તેની સાઇઝ વિશે વાત કરતા કહ્યુ હતુ કે, આપણા સમાજમાં સુડૌલ મહિલાઓને ઘણીવાર નીચી નજરથી જોવામાં આવે છે.

5.વાહબીઝ દોરાબજી : આ પારસી સુંદરતાને કોણ નથી જાણતુ. વાહબીજ એક ફેમસ ટેલિવિઝન અભિનેત્રી છે. જે પ્યાર કી યે એક કહાની અને હમારી બહુ રજનીકાંતમાં પોતાની ભૂમિકા માટે જાણિતી છે.

ટીવી સિરિયલ ‘બહુ હમારી રજનીકાંત’ માં મૈગી જ્ઞાનકાંતનીનો રોલ કરનારી અભિનેત્રી વાહબીઝ દોરાબિઝી હાલ તો સોશિયલ  મીડિયામાં છવાઈ ગઈ છે. તો તેના ફોટો પણ લોકોને બહુજ પસંદ આવ્યા છે.

અભિનેત્રી વાહબીઝ દોરાબિઝી હાલમાં જ તેની જિંદગીને  પરેશાન કરનારી આપવીતીનો ખુલાસો કર્યો હતો. વાહબીઝ દોરાબિઝી જે કહ્યું તે જાણીને કોઈ પણ અચંબામાં  આવી જાય છે કે  મશહૂર અભિનેત્રી સાથે એવું થયું હતું હાલ વાહબીઝ લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયિક છે.

જે તેના શરીરના કારણે શરમાતી હોય છે. વાહબીઝનું માનવું છે કે આત્મવિશ્વાસ જ તમને દુનિયાથી ભીડથી અલગ કરે છે. વાહબીઝે જણાવ્યું હતું કે, તેની મેડિકલની પરિસ્થિતિના કારણે તેનું વજન વધી ગયું હોય તેને કોઈ કાસ્ટ કરવા તૈયાર નથી. ત્યાં સુધી કે ઓડિશનમાં ઓન તેને વજન ઘટાડવાનું કહે છે.

વાહબીઝહલં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું હવે એ માની ચુકી છે કે, બધાનું બોડી સ્ટ્રક્ચર પાતળું નથી થઇ શકતું. સાથે જ બધી મહિલાઓને આ વિરુદ્ધમાં લડવાની ક્ષમતા પણ નથી હોતી. હું માનું છું કે ફોટા રહેવું જરૂરી છે. પરંતુ કયારેક તમારું મેટાબોલિઝ્મ આ સપોર્ટ નથી કરતું. હું દરરોક જિમ જાવ છું જેથી હું સારી લાગી શકું.

વધુમાં તેની આપવીતી જણાવતા કહ્યું હતું કે. જયારે હું સ્વીમ શૂટ પહેરું છું ત્યારે લોકો કહે છે કે, હું મારી મારી જાંઘ બહુજ પહોળી છે. તેથી મારે આ ના પહેરવું જોઈએ. જો તમે મોટા થઇ જાવ તો લોકો તમને અલગ-અલગ નામથી બોલાવે છે.

ત્યારે તમારો વિશ્વાસ ઓછો થતો જાય છે. હું ઘણી વાર આ કારણે તૂટી ચુકી હતી. અને મારો આત્મવિશ્વાસ પણ તૂટ્યો હતો. વાહબિઝ પ્યાર એક કહાની, સાવિત્રી, સરસ્વતીચંદ્ર અને બહુ હમારી રજનીકાંત જેવી સીરિયલમાં લીડ રોલમાં જોવા મળી હતી. વાહબિઝને પ્યાર કી એક કહાનીમાં સપોર્ટીંગ રોલ માટે સ્ટાર પરિવાર એવોર્ડ પમ મળ્યો હતો.

6.ચાંદની ભગવાનાની : નાના પડદાની સૌથી ફેમસ ચહેરામાંની એક ચાંદની ભગવાનાની એ અભિનેત્રીઓમાંની એક છે, જે સુંદર છે અને પ્રતિભાથી ભરપૂર છે. સૌથી લોકપ્રિય બાળ કલાકારોમાંની એકથી લઇને ઘણા ટેલિવિઝન શોમાં મેનલીડ સુધી, તેનું કરિયર ઘણુ શાનદાર રહ્યુ.

7.પુષ્ટિ શક્તિ : માહી વેમાં આ ખૂબસુરત મહિલાને માહી તલવારના નામથી કોણ યાદ નથી કરતુ. પુષ્ટિ સૌથી વધારે પસંદ કરનાર પ્લસ સાઇઝ અભિનેત્રીઓમાંની એક છે. તેણે એકવખત કહ્યુ હતુ કે, એક સમય હતો જયારે મેં વિચાર્યુ હતુ કે હું ઘણી મોટી છું. જયારે હું થિયેટર કરી રહી હતી ત્યારે ઘણા લોકો મારી આસપાસ આવતા હતા અને કહેતા કે તુ ઘણી સુંદર છે પરંતુ થોડુ વજન ઓછુ કરી લે.

8.રિતાશા રાઠૌર : ટીવીની આ અભિનેત્રી એક એવી મહિલા છે જે તેના વજનને લઇને અસહજ નથી હોતી. ટીવી પર બઢો બહુના રૂપમાં નજર આવનાર અભિનેત્રી ઓફ સ્ક્રીન ઘણી જ શાંત અને સરલ છે.  તેણે કહ્યુ કે, મને મારા શરીરને સ્વીકાર કરવા માટે અને તેની સાથે ઠીક થવા માટે ઘણો સમય લાગ્યો હતો.

Shah Jina