ખબર

સુસુરાલ સીમર કા સિરિયલના બાળ કલાકારનું આ રીતે થયું મૃત્યુ, ટેલિવિઝનમાં છવાયો શોક – વાંચો સમગ્ર અહેવાલ

સંકટ મોચન હનુમાન અને સસુરાલ સિમરક જેવી પ્રમુખ સીરિયલમાં કામ કરનાર આર્ટિસ્ટ શિવલેખસિંઘને લઈને એક ખરાબ સામે આવી છે. આબાળ કલાકારનું રોડ એક્સીડેન્ટમાં મોત નીપજ્યું છે. આ એક્સીડેન્ટ ગુરુવારે બન્યો હતો. આ ઘટનાએ શિવલેખના માતપિતા ગંભીર રીતે ઘાયલ થયા છે.


જાણકારી અનુસાર, છત્તીસગઢના રાયપુર જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કરમાં 14 વર્ષીય શિવલેખસિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે તેના માતા-પિતા સહીત 3 લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


રાયપુર જિલ્લા પોલીસ અધ્યક્ષ આરીફ શેખે જણવ્યું હતું કે, રાયપુર જિલ્લાના ધરસીંવા વિસ્તારમાં  કાર અને ટ્રકની ટક્કરમાં કાર સ્વર બાળ કલાકર શિવલેખ સિંહની મોત નીપજ્યું હતું. જયારે તેની માતા લેખનાસિંહ, પિતા શિવેન્દ્રસિંહ, અને અન્ય વ્યક્તિ નવીનસિંહ ઘાયલ થયા હતા.   વધુમાં જણાવ્યું હતું કે વધારે સ્પીડને કારણે આ અકસ્માત થયો હતો. આ  મામલાની ખબર પડતા પોલીસ ઘટના સ્થળે પહોંચી  વધુ તલાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ટ્રકચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

View this post on Instagram

 

Mom n me in our new look…..

A post shared by SHIVLEKH SINGH (@shivlekh) on


શિવલખના પરિવારના મિત્રએ ધીરેન્દ્ર કુમાર  શર્માએ જણાવ્યું હતું કે, કોઈ સ્થાનિક અખબાર અને સમાચાર ચેનલમાં શિવલેખનો કાર્યક્રમ હોય તે માટે શિવ લેખ અને તેના પરિવારજન ઓ રાયપુર આવવા રવાના થાય હતા. શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, શિવલેખ છતીસગઢના ઝાંઝગીર જિલ્લાનો નિવાસી હતો. તે તેના પકરીવાર સાથે છેલ્લા 10 વર્ષથી મુંબઈમાં સ્થાયી થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

#Something #New #to #come….

A post shared by SHIVLEKH SINGH (@shivlekh) on


શિવલેખસિંહ ઝી ટીવીના ઇન્ડિયા બેસ્ટ ડ્રામેબાઝ, સોની ટીવી સંકટમોચન હનુમાન, કલર્સ ટીવીની સુસરળ સીમર કા, સબ ટીવીની ખિડકી, બાલવીર, શ્રીમાનજી, બિગમેજીક ની અકબર-બીરબલ માં નનજરે આવ્યો હતો.

 

View this post on Instagram

 

#Uri #the #surgical #strike #is #best

A post shared by SHIVLEKH SINGH (@shivlekh) on


જણાવી દઈએકે, શિવલેખને એક્ટિંગ બહુજ પસંદ હતી. એની ભવિષ્યમાં મોટા પડદા પર કામ કરવાની ઈચ્છા ધરાવતો હતો. શિવ લેખને સ્વિમિંગ, સ્કેટિંગ, ટેબલટેનિસ અને ક્રિકેટમાં રસ હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks