પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ ખુબ જ ખાસ હોય છે, આપણે ત્યાં કહેવાય છે કે લગ્નનું બંધન એ સાત સાત જન્મનું બંધન છે. પરંતુ આજના સમયમાં એવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે જેને લઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ છીએ. આજના સમયમાં છૂટાછેડાનું પણ પ્રમાણ વધ્યું છે, તો અવાર નવાર પતિ દ્વારા પત્ની પર શારીરિક અને માનસિક અત્યાચાર કરવાની પણ ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તેને જાણીને તમારું હૈયું પણ હમચચી ઉઠશે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ મામલો સામે આવ્યો છે બેંગલુરુમાંથી. જ્યાં એક સોફ્ટવેર એન્જીનીયર મહિલાએ પોતાના ટેક્નિકલ એક્સપર્ટ પતિ વિરુદ્ધ જે આરોપો લગાવ્યા છે તે જાણીને કોઈના પણ હોંશ ઉડી જશે. 34 વર્ષીય સોફ્ટવેર એન્જીનીયર મહિલાએ તેના પતિ વિરુદ્ધ બ્લેકમેઇલિંગનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ તેને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા માટે મજબુર કરતો હતો.
મહિલાએ એમ પણ જણાવ્યું કે જો તે સંબંધો બાંધવાની ના પાડે તો તેની સાથે મારઝૂડ કરતો. તેણે બે મિત્રો સાથે સુવા માટે મજબુર કરી હતી અને આ દરમિયાન મોબાઈલ ફોનમાં આખી ઘટનાને રેકોર્ડ પણ કરી લીધી હતી. જયારે મહિલા તેના પતિ પાસે છૂટાછેડા માંગતી તો તે આ વીડિયોને વાયરલ કરી દેવાની ધમકી પણ આપતો હતો. આ કપલે એપ્રિલ 2011માં લગ્ન કર્યા હતા.
સમ્પીગેહલ્લી પોલીસેમાં નોંધાવેલી FIR પ્રમાણે મહિલાએ જણાવ્યું કે તેઓ પતિ દારૂ અને ડગનો નશો કરે છે. પતિનું મન આનાથી પણ ના ભરાયું તો તેણે પત્નીની બહેનને પણ તેની સાથે સંબંધ બાંધવા માટે મજબુર કરી. ઘરનો માહોલ સતત બગડવા પર મહિલાએ પતિને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો તો તે નારાજ થઇ ગયો અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ નશો કરે છે અને ઘરના જ એક કુંડામાં તેણે ગાંજાના છોડ વાવ્યા છે. પોલીસે ઘરમાંથી આ છોડને પણ જપ્ત કરી લીધા છે.