આમિર ખાનની દીકરી આયરાએ પતિ નૂપુર સાથે કર્યુ લિપ લોક, આમિર ખાનની આંખમાંથી નીકળ્યા ખુશીના આંસુ…જુઓ વીડિયો

Ira Khan-Nupur Shikhare Wedding : આખરે નૂપુર શિખરે અને આયરા એકબીજાના બની ગયા. કોર્ટ મેરેજ બાદ આમિર ખાનની દીકરી આયરા ખાને ઉદયપુરમાં જિમ ટ્રેનર નૂપુર શિખરે સાથે ક્રિશ્ચિયન રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા છે, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મુંબઈના તાજ ખાતે ખૂબ જ ધામધૂમથી લગ્ન રજિસ્ટર કરાવ્યા બાદ હવે આયરા અને નુપુરે રાજસ્થાનના ઉદયપુરમાં શાહી લગ્ન કર્યા. આયરા વ્હાઇટ ગાઉનમાં અને નુપુર સૂટ-બૂટમાં જોવા મળ્યો. બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

આયરા અને નુપુરના લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત તેમના કેટલાક નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા, જેમની સાથે નવપરણિત કપલ ​​પોઝ પણ આપતા જોવા મળ્યા. તેમજ લગ્નની ખુશી બંનેના ચહેરા પર પણ સ્પષ્ટ જોવા મળી. આયરા અને નુપુરના શાહી લગ્નમાં આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવે પણ હાજરી આપી હતી. આ દરમિયાન ડાયરેક્ટર રેડ કલરની સાડી અને બ્લેક બ્લાઉઝમાં જોવા મળી હતી. તેણે સાડી સાથે બેલ્ટ પણ પહેર્યો હતો. કિરણ પણ દરેક વેડિંગ ફંક્શનમાં પોઝ આપતી જોવા મળી હતી. આમિર ખાન દીકરીના લગ્ન સમયે ભાવુક થઇ ગયો હતો, તેની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા હતા.

બુધવારે સાંજે આમિર ખાનની દીકરી અને ફિટનેસ એક્સપર્ટ નુપુર શિખરેના લગ્ન ઉદયપુરની હોટેલ તાજ અરવલી પેલેસમાં થયા. હોટલના મયુર બાગમાં સાંજે 4 વાગ્યે શરૂ થયેલા લગ્ન સમારોહ માટે આમિર ખાન અને તેની માતા ઝીનત હુસૈન દુલ્હન આયરા સાથે સ્ટેજ પર આવ્યા. આ પછી આયરા અને નુપુરે એકબીજાનો હાથ પકડીને સાથે રહેવાનું વચન આપ્યું. બંનેએ એકબીજા પ્રત્યેની લાગણીઓ શેર કરી.થીમની વાત કરીએ તો તે સફેદ હતી.

લગ્ન પછી એક ફેમિલી ફોટોશૂટ થયું જેમાં આમિર ખાનનો આખો પરિવાર તેની બંને પૂર્વ પત્નીઓ રીના દત્તા, કિરણ રાવ, ભત્રીજો ઈમરાન ખાન પણ હાજર હતો. ફોટોશૂટ પછી ડિનર કરવામાં આવ્યું હતું જેમાં મહેમાનોને મહારાષ્ટ્રીયન, રાજસ્થાની અને ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું હતું. અગાઉ, મંગળવારે રાત્રે એક સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમિરે હૃતિક રોશનની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ના ગીત ‘ઇટ્સ મેજિક…’ પર ખાસ પરફોર્મન્સ આપ્યું હતું.

આમિરે બીજી ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ અને પુત્ર આઝાદ સાથે સ્ટેજ પર ‘એક હજારોં મેં મેરી બેહના હૈ..’ ગીત ગાયું હતું. આ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે આમિર છેલ્લા કેટલાક દિવસોથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈ રહ્યો હતો.મોડી રાત સુધી ચાલેલા આ સંગીત સેરેમનીમાં આયરા અને નુપુરના પરિવારજનોએ પોતપોતાના પરફોર્મન્સ આપ્યા હતા. મહેમાનોએ પંજાબી અને બોલિવૂડ ગીતો પર જોરશોરથી ડાન્સ કર્યો હતો.

ફંક્શનમાં આયરા એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં અને નૂપુર પેન્ટ-સૂટમાં જોવા મળી હતી. કપલના મિત્રો અને પરિવારના સભ્યોએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા હતા.સંગીત સેરેમની પહેલા આયરાએ મંગળવારે તેના મિત્રો સાથે ફૂટબોલ મેચ પણ રમી હતી. આ સિવાય આયરા અને નુપુરની સાથે તેમના મિત્રોએ પણ વર્કઆઉટ કર્યું હતું. સોમવારે રાત્રે યોજાયેલી પજામા પાર્ટીના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

જણાવી દઇએ કે, ડેસ્ટિનેશન વેડિંગ બાદ હવે આયરા અને નુપુરનું 13 જાન્યુઆરીએ મુંબઈના પ્રખ્યાત જીઓ વર્લ્ડ સેન્ટરમાં રિસેપ્શન છે. આ ફંક્શન રાત્રે 8 વાગ્યે શરૂ થશે. સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન સહિત ઘણા મોટા બોલિવૂડ સેલેબ્સ અને ઘણા મોટા રાજકારણીઓ પણ હાજરી આપે તેવી અપેક્ષા છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

Shah Jina