રીશ્વતખોર શિક્ષક રંગે હાથ ઝડપાયો, વિદ્યાર્થીઓને પાસ કરવાના બદલામાં કરતો હતો આટલા રૂપિયાની માંગ

500 રૂપિયા આપો અને મેળવો સારા માર્કસ! રીશ્વતખોર શિક્ષકની કાળી કરતૂત આવી સામે,આ વીડિયોએ ખોલી નાખી શિક્ષકની પોલ

આજના સમયમાં રિશ્વતની લેણ-દેણના ઘણા મામલાઓ જોવા મળે છે, જેમાં સામાન્ય જનતા કે પછી મોટા મોટા અધિકારીઓ કે નેતાઓ પણ શામિલ હોય છે. લોકો રિશ્વતના નામે પોતાનું કામ પડાવી લેતા હોય છે જ્યારે એમુક તો એવા ગુનાઓ કરી બેસે છે કે બાદમાં જેલ ભેગું થવાનો પણ વારો આવતો હોય છે, આવો જ એક મામલો બિહારના લખીસરાય સ્થિત આર.લાલ કોલેજમાંથી સામે આવ્યો છે. જ્યા કોલેજમાં એક પ્રેક્ટિકલ એગ્ઝમમાં સારા માર્ક્સ આપવા માટે રિશ્વત લેવાની વાત પર શિક્ષક પર આરોપ લગાડવામાં આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ ચારે બાજુ હંગામો મચી ગયો છે.

(પ્રતીકાત્મક તસવીર)

મળેલી જાણકારીના આધારે ગત શનિવારે પ્રેક્ટિકલમાં સારા માર્કસ અપાવવાના બદલે પૈસા લેવાની વાત પર વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને એક વિદ્યાર્થીનો શિક્ષક સાથે ઝઘડો પણ થઇ ગયો હતો. તાજેતરમાં જ કોલેજના બીએના પાર્ટ-1 અને પાર્ટ-2ની પરીક્ષા પૂર્ણ થઇ છે અને આ પરીક્ષાનું પ્રેક્ટિકલ આગળના દિવસોમાં થવાનું છે. પ્રેક્ટિકલ પરીક્ષા વચ્ચે જ જાણકારી સામે આવી કે પરીક્ષાર્થીઓ પાસેથી અવૈધ રૂપે 500 રૂપિયા લેવામાં આવી રહ્યા છે, જેની રિસીપ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી. આ વાતથી નારાજ વિદ્યાર્થીઓ કોલેજ પ્રંભદનના વિરુદ્ધ નારાબાજી કરી હતી અને હલ્લો મચાવ્યો હતો આ દરમિયાન એક વિદ્યાર્થીનો શિક્ષક સાથે ખુબ ઝઘડો પણ થયો હતો.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં અનેક વિદ્યાર્થીઓ નારેબાજી કરી રહ્યા છે અને એક વિદ્યાર્થી શિક્ષક સાથે ઝઘડો કરતો પણ દેખાઈ રહ્યો છે, અને શિક્ષક વારંવાર વિદ્યાર્થીને ધક્કો મારતો પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં વારંવાર શિક્ષક એવું પણ કહી રહ્યા છે કે,”અમે પૈસા લેશુ, તું કોણ છે બોલનાર?”  જ્યારે વિદ્યાર્થી મનીષ કુમારે પ્રેક્ટિકલ રૂમની બહાર શિક્ષક સામે સામે પૈસા લેવાનું કારણ પૂછ્યું તો શિક્ષક ગુસ્સાથી આગબબુલા થઇ ગયા હતા અને ઘણા એવા અપમાનિત શબ્દો પણ શિક્ષક મનીષને કહ્યા હતા.

કોલેજના એક અન્ય વિદ્યાર્થીએ પણ કહ્યું કે શિક્ષક દ્વારા પૈસા માંગવાની વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો જેથી તે ગુસ્સાથી લાલચોળ થઇ ગયા હતા અને પ્રેક્ટિકલ પરિક્ષામાં ફેલ કરવાની ધમકી પણ આપી હતી અને ભવિષ્ય બરબાદ કરી દેવાની વાત પણ કહી હતી. આ પુરા વિવાદમાં પ્રાચાર્યનું કહેવું છે કે તેમને આ વાતની જાણકારી નથી કે સારા માર્ક્સના બદલામાં પૈસા લેવામાં આવી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને જો આ બાબતે કોઈ હકીકત જણાઈ તો શિક્ષકના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.

Krishna Patel