હોમવર્ક ન કરવા પર ટીચરે 5 વર્ષની બાળકીને 30 સેકેન્ડમાં માર્યા 10 થપ્પડ, વીડિયો વાયરલ થયા બાદ થઇ એવી હાલત કે…

આ ટીચર છે કે રાક્ષશ? 5 વર્ષની બાળકીને 30 સેકેન્ડમાં માર્યા 10 થપ્પડ, હવે લેવાયું મોટું પગલું

હાલ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું એક મંચ બની ગયુ છે, જ્યાં કોઇ પણ ઘટનાના વીડિયો કે તસવીરોને વાયરલ થતા જરા પણ વાર લાગતી નથી. ઘણીવાર લોકોની એવી એવી કરતૂતો પણ સામે આવતી હોય છે, જે જોઇને આપણે પણ ચોંકી જઇએ. ત્યારે હાલ એક સરકારી શાળાના શિક્ષકની કરતૂત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સામે આવી છે. એક શિક્ષકે 5 વર્ષની બાળકીને હોમવર્ક ન કરવાને કારણે માર માર્યો હતો. જ્યારે બાળકી તેના ઘરે પહોંચી તો તેના ચહેરા પર ઈજાના નિશાન હતા. જે બાદ પરિવારજનોએ શાળામાં ફરિયાદ નોંધાવી, જો કે, ઉલટું શિક્ષકે પરિવારજનોને સમાધાન લખાવીને કોઈને ન કહેવાની સૂચના આપી.

આ સમગ્ર મામલો એક વીડિયો દ્વારા બહાર આવ્યો. કોઈએ ગુપ્ત રીતે યુવતીને માર મારતો વીડિયો બનાવ્યો હતો જે બાદમાં વાયરલ થયો હતો. વીડિયોમાં શિક્ષક બાળકીને મારતી જોવા મળી રહી છે. આ વિડિયો બીજા ક્લાસની બારીમાંથી કોઈએ બનાવ્યો હોય તેમ લાગી રહ્યુ છે. શિક્ષકે 30 સેકન્ડમાં છોકરીને 10 થપ્પડ મારી હતી. તે પહેલા તો બાળકીના વાળ ખેંચે છે અને પછી તેના ચહેરા પર થપ્પડ મારે છે. તે તેને ઠપકો પણ આપી રહી છે. આ મામલો ઉત્તર પ્રદેશના ઉન્નાવના અસોહા બ્લોકની ઇસ્લામનગર પ્રાથમિક શાળાનો છે.

અહીંની મહિલા ટીચર સુશીલા કુમારી પર ઈસ્લામ નગરના રહેવાસી રમેશ કુમારની પુત્રી તન્નુને તેનું હોમવર્ક પૂરું ન કરવા પર માર મારવાનો આરોપ છે. અધિકારીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો 9 જુલાઈનો છે.ટીચરે બાળકીને ખૂબ માર મારવાને કારણે ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ પણ ડરી ગયા. જો કે, આ ઘટનાનો કોઈએ વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી શિક્ષણ વિભાગના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

ન્યૂઝ એજન્સી ‘ANI’ અનુસાર, ઉન્નાવના બેઝિક એજ્યુકેશન ઓફિસર (BSA) સંજય તિવારીએ કહ્યું કે, ‘એક વીડિયો વાયરલ થયો હતો, જેના પછી અમે જાતે જ આ મામલાની તપાસ કરી. તપાસમાં સામે આવ્યું કે આ ઘટના શાળામાં બની હતી અને તે વીડિયો સાચો છે, ત્યારબાદ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને કેસ નોંધવામાં આવ્યો છે. BSA અનુસાર, શાળાના મુખ્ય શિક્ષકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે તેમણે આ ઘટના અંગે શિક્ષણ વિભાગને જાણ કરી ન હતી.

બીજી તરફ, ઉન્નાવમાં એક શિક્ષક દ્વારા 3 ધોરણમાં ભણતી વિદ્યાર્થિની તનુને થપ્પડ મારવાના મામલામાં, બ્લોક એજ્યુકેશન ઓફિસર વિનય કુમારે શિક્ષક સુશીલા કુમારી વિરુદ્ધ પોલીસ સ્ટેશન અસોહામાં મારપીટના સંબંધમાં ફરિયાદ નોંધાવી હતી અને હેઠળ કેસ દાખલ કર્યો હતો. SC/ST અને કલમ 323. છે. BSA સંજય તિવારીએ શિક્ષામિત્ર શિક્ષકનું માનદ વેતન રોકવાનો આદેશ આપ્યો છે. તેમજ આ મામલામાં મુખ્ય શિક્ષિકા ઈશા યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Shah Jina