ખબર

શિક્ષિકાએ લગાવ્યું પોતાના વૉટ્સએપ ઉપર પાકિસ્તાનની જીતનું સ્ટેટ્સ, પછી સ્કૂલ પ્રસાશને કર્યું એવું કે, પેટ ભરીને પછતાવવાનો વારો આવ્યો

રવિવારે ભારત પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી દીધું. જેના બાદ દેશવાસીઓના દિલ પણ તૂટી ગયા. વર્લ્ડ કપમાં ભારતનો અત્યાર સુધી પાકિસ્તાન સામે ક્યારેય ના હારવાનો રેકોર્ડ તૂટી ગયો. આ સાથે જ પાકિસ્તાનમાં જીતની ઉજવણી પણ થતી જોવા મળી, પરંતુ આપણે ત્યાં એક શિક્ષિકાને વૉટ્સએપ ઉપર પાકિસ્તાનની જીતનું સ્ટેટ્સ રાખવું મોંઘુ પડી ગયું.

બન્યું એવું કે ઉદયપુરના એક સ્કૂલ ટીચર ભારતની હાર બાદ ખુબ જ ખુશ જોવા મળ્યા. એટલું જ નહિ. એક પ્રાઇવેટ સ્કૂલની શિક્ષિકાએ પાકિસ્તાનની મેચ જીત્યા બાદ પાકિસ્તાન  ખેલાડીઓની તસવીરો સાથે વૉટ્સએપ ઉપર “we-won” અને “આપણે જીતી ગયા” એવું સ્ટેટ્સ અપલોડ કરી દીધું હતું.

ઉદયપુરના ખેલગાંવની નીરજા મોદી સ્કૂલની શિક્ષિકા નફીસા અટારીએ આ સ્ટેટ્સ લગાવ્યું હતું. પાકિસ્તાનની જીત બાદ તે પાકિસ્તાનનું સમર્થન કરતી જોવા મળી હતી. આ સ્ટેટ્સને જયારે બાળકોના વાલીઓએ જોયું તો તરત શિક્ષિકાને પૂછ્યું કે “શું તમે પાકિસ્તાનનું સમર્થન કરો છો ?” મેડમે જવાબમાં હા કહ્યું.

નીરજા મોદી સ્કૂલની આ શિક્ષિકા દ્વારા પાકિસ્તાનને સમર્થન આપવાનું વાતની કબૂલાત કરતા આખા ઉદેપુરમાં આક્રોશનો માહોલ છવાઈ ગયો. આ ઘટના બાદ એકથી એક મોટા સવાલ પણ ઉભા થવા લાગ્યા. જે શિક્ષિકા ખુલ્લેઆમ પાકિસ્તાનને સપોર્ટ કરવાની વાત લખે છે, તે બાળકોને ક્લાસ રૂમમાં શું શિક્ષણ આપતી હશે ? જો કે આ બધા જ મામલામાં શિક્ષિકાએ ફક્ત મજાકમાં સ્ટેટ્સ અપલોડ કરવાની વાત જણાવી.

સોશિયલ મીડિયા ઉપર જેવા જ આ મેડમના સ્ક્રીનશોટ વાયરલ થયા જેના બાદ લોકોમાં ખુબ જ ગુસ્સો પણ જોવા મળ્યો. તો બીજી તરફ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આરોપી શિક્ષિકાને તરત જ સ્કૂલમાંથી નિષ્કાશીત કરી  દેવામાં આવ્યા.