નબીરાના આ પાંચેય મિત્રો મધ્યમવર્ગીય પરિવારના હોવાનું ખુલ્યુ, એક તો છે ઇન્સ્ટા ની કવિન, જુઓ PHOTOS
સમગ્ર અમદાવાદમાં હાલ જો કોઇ વધારે ચર્ચા થઇ રહી હોય તો તે છે તથ્ય પટેલની, જેણે 19 તારીખે મધરાતે ઇસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત જોઇ રહેલા ટોળાને અડફેટે લીધુ અને આ ઘટનામાં 10 લોકોના અત્યાર સુધી મોત થયા છે. ત્યારે અકસ્માત સમયે તથ્ય કારમાં એકલો નહોતો પણ તેના પાંચ મિત્રો પણ હતા જેમાં બે યુવકો અને ત્રણ યુવતિઓનો સમાવેશ થાય છે. આ પાંચેય મિત્રો તથ્ય પટેલની જાહોજલાલીમાં અંજાય ગયા હોવાની પોલ ખૂલી રહી છે.
જાહોજલાલી પાછળ અંજાયેલા પાંચેય મિત્રો
આ ઉપરાંત તથ્યના પાંચ મિત્રો શાન સાગર, આર્યન પંચાલ, ધ્વનિ પંચાલ, માલવિકા પટેલ અને શ્રેયા વઘાસિયા કે જે તથ્ય સાથે કારમાં સવાર હતા તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જો કે, તથ્યના મિત્રોમાં સૌથી વધારે ચર્ચા માલવિકા પટેલની લાઈફસ્ટાઈલના થઈ રહ્યાં છે. આ પાંચેય તથ્યના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ્સ હતા અને હવે તેમની કુંડળી હવે સામે આવી છે. ઝી24 કલાકના રીપોર્ટ અનુસાર, તથ્યના પાંચેય મિત્રો મધ્યમવર્ગીય પરિવારમાંથી હોવાનું અને તેઓ તથ્ય જેટલા વૈભવશાળી પરિવારના ન હોવાનું ખુલ્યુ છે.
પાંચેય મધ્યમવર્ગીય પરિવારના
ધ્વની પંચાલ અને આર્યન પંચાલ બંને ભાઈ-બહેન છે, અને થલતેજમાં રહે છે. જ્યારે શાન સાગર સોલામાં રહે છે અને તેના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તો શ્રેયા વઘાસિયા જસદણની છે અને તેના પિતા ફાર્મિંગ મશીનરીનો વ્યવસાય કરે છે. શ્રેયા અને માલવિકા બંને મકરબાના એક પીજીમાં રહે છે. માલવિકા પટેલના પિતા રાજસ્થાનના બાંસવાડાના વતની છે અને તે હોટલ ચલાવે છે.
ઈન્સ્ટાગ્રામથી તથ્ય પટેલના સંપર્કમાં આવ્યા
આ પાંચેય કોલેજમાં અભ્યાસ કરે છે અને બધાની ઉંમર લગભગ 18થી20 વર્ષ વચ્ચે છે પણ તેમની લાઈફસ્ટાઈલ સ્ટાર જેવી લાગે છે. તેમની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અને તસવીરો પરથી એવું લાગે છે કે તેમની પાર્ટીઓ દારૂથી ભરેલી હો છે. એવું પણ ઝી24 કલાકના રીપોર્ટમાં કહેવાઇ રહ્યુ છે કે આ બધા ઈન્સ્ટાગ્રામથી તથ્ય પટેલના સંપર્કમાં આવ્યા અને તથ્યની લાઈફસ્ટાઈલ જોઈને અંજાયા. તથ્યની રીલ્સ જોઈને આ પાંચેયને ચસ્કો લાગ્યો અને એટલે જ તેઓ તથ્ય સાથે રોજ ફરતા અને નાઈટઆઉટ કરવા પણ નીકળતા.