તથ્ય પટેલની માતાએ કરી દીધો પોલિસ સામે ચોંકાવનારો ખુલાસો…શું હવે બચી શકશે તથ્ય ? જાણો વિગત

‘મેં તેને ઘણીવાર ચેતવ્યો પણ તે માનતો જ નહોતો’, તથ્ય પટેલની માતાએ કરી દીધા છે ચોંકાવનારા ખુલાસા

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતન આરોપી તથ્ય પટેલ હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, તેના 3 દિવસના રિમાન્ડ ગત દિવસે જ પૂરા થયા અને પોલિસ દ્વારા વધુ રિમાન્ડની માગણી ન થતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારે આ કેસની તપાસ ચાલી રહી છે અને આ સંદર્ભે જ તથ્ય પટેલની માતા નિલમ પટેલની પોલિસે પૂછપરછ હાથ ધરી હતી, જો કે નિલમ પટેલે તથ્યને લઇને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

તથ્ય પટેલની માતાનો પોલિસ પૂછપરછમાં ઘટસ્ફોટ
પોલિસ પૂછપરછમાં નિલમ પટેલે જણાવ્યુ કે, તથ્યને મોંઘીદાટ ગાડીઓમાં મિત્રો સાથે ડ્રાઈવ પર જવાનું ખૂબ ગમતું, જે તેના પિતા પ્રજ્ઞેશ મિત્રો પાસેથી ઉછીની લાવતા. તથ્ય પૂરપાટ ઝડપે ગાડી હંકારતો અને તેમણે આ અંગે વાંધો પણ ઉઠાવ્યો અને ઘરમાં તેની ચર્ચા પણ કરી જો કે તથ્ય તેની માતાની વાત ગણકારતો નહોતો. જ્યારે ઇસ્કોન બ્રિજ પર મધરાતે અકસ્માત થયો તે બાદ તથ્યએ તેના માતા-પિતાને ફોન કર્યો હતો. તે બાદ પ્રજ્ઞેશ પટેલ અને નિલમ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે રોડ પર લાશો વિખેરાયેલી પડી હતી અને તથ્યને ટોળાએ માર માર્યો હતો.

તથ્યની માતાનું નિવેદન કરશે પોલિસને કેસ મજબૂત કરવામાં મદદ
નિલમ પટેલનું આ નિવેદન કેસ મજબૂત કરવામાં મદદ કરશે તેવું પોલિસનું કહેવુ છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં બોટાદ તેમજ સુરેન્દ્રનગર પીડિતોના પરિજનોના નિવેદન પણ પોલીસની બે અલગ અલગ ટીમે લીધા હતા. જેમાં મૃતકોના પરિવારે કહ્યુ હતુ કે તેમને ન્યાય મળે અને તથ્યને એવી સજા મળે કે પૂર ઝડપે વાહન હંકાવનારા નબીરાઓ સો વખત વિચાર કરે અને તેમને વાહન આપનારા વાલીઓ પણ વિચાર કરે.

તથ્યને મોંઘીદાટ ગાડીઓમાં મિત્રો સાથે ડ્રાઈવ પર જવાનું ખૂબ ગમતું
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, ઈતિહાસમાં પહેલીવાર આરોપી સામે સજ્જડ પુરાવા એકત્ર કરવાની કવાયતરૂપે તથ્યની માતાનું નિવેદન પોલિસ દ્વારા નોધાયુ છે. જણાવી દઇએ કે, અમદાવાદ વેસ્ટના ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ કહ્યું- તપાસના ભાગરૂપે નિલમ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું છે, અને આ સિવાય તથ્યના અન્ય સંબંધીના નિવેદન પણ પોલીસે નોંધ્યા છે.

Shah Jina