ચેતી જજો : મારુતિ સુઝુકીની આ કારને મળ્યા ઝીરો રેટિંગ, ટાટા મોટર્સે ટ્વીટ કરી ઉડાવી મજાક?

મારુતિ કારના શોખીનો માટે સુધી ભયાનક સમાચાર, 0 રેટિંગ મળ્યું- જુઓ કઈ કઈ કારને

ટાટા મોટર્સ સોશિયલ મીડિયા પર તેના પ્રતિદ્વંધી મારુતિ સુઝુકીને ટ્રોલ કરવાનો એક પણ મોકો છોડતો નથી. અવાર નવાર ટાટા મોટર્સના મજાકિયા પોસ્ટ ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. આ વખતે ટાટા મોટર્સે મારુતિ સ્વિફ્ટને લૈટિન એનકૈપ ક્રેશ ટેસ્ટમાં ઝીરો રેટિંગ મળવા પર ટ્રોલ કરી છે.

livehindustan અને jagran પ્રમાણે કંપનીએ અધિકારિક ટ્વીટર હેંડલ પર એક પોસ્ટ કરી છે. જેમાં એક તસવીર શેર કરતા લખ્ય છે કે, “Don’t gamble with safety એટલે કે સુરક્ષા સાથે કોઇ સમજોતો ન કરો. આ દરમિયાન કંપનીએ સ્વિફ્ટના નામના અંગ્રીજી અક્ષરોને મજાકની રીતે હેરફેર કરી પોસ્ટ કરી છે. જો કે, થોડીવાર બાદ આ પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી હતી (ગુજ્જુરોક્સ પુષ્ટિ કરતુ નથી)

તમને જણાવી દઇએ કે, ક્રૈશ ટેસ્ટમાં મારુતિ સ્વિફ્ટના જે વેરિએંટને સામેલ કરવામાં આવ્યુ હતુ, તેમાંબે એરબેગ આપવામાં આવ્યા હતા. લૈટિન એનકૈપ ક્રૈશ ટેસ્ટમાં ડિઝાયરને પણ ઝીરો રેટિંગ મળ્યા છે. આ ટેસ્ટ દરમિયાન સ્વિફ્ટના વ્યસ્કોની સુરક્ષા માટે 15.53% ચાઇલ્ડ સેફ્ટીમાં 0 % અને પૈડેસ્ટ્રીયન રોડ પર ચાલનાર પદયાત્રિયોની સુરક્ષાના લિહાજથી 6.98% મળ્યા છે.

NCAP અનુસાર તેને અનેક કારણોથી ઝીરો રેટિંગ મળી છે, જેમાં ખરાબ સાઇડ ઇફેક્ટ પ્રોટેક્શન, વ્હિપલૈશ સ્કોર ઓછો, એરબેગની કમી સામેલ છે. આટલુ જ નહિ મારુતિ સ્વિફ્ટમાં ચાઇલ્ડ રેસ્ટ્રેંટ સિસ્ટમ્સ રેકમેંડ નથી કરતુ.

Shah Jina