છેલ્લા કેટલાક સમયથી ટાટા ગ્રુપના શેરમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. 6 ટ્રેડિંગ સેશન દરમિયાન ટાટા કેમિકલ્સ, ટાટા પાવર, ટાટા ઇન્વેસ્ટમેન્ટ્સના શેર 36 ટકા સુધી વધ્યા હતા. પરંતુ સોમવારથી આ શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા કેમિકલ્સના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો છે. આ સાથે ટાટા મોટર્સ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ, રેલીસ ઈન્ડિયા, ટાટા પાવર, ટાટા સ્ટીલ અને ટાટા ટેક્નોલોજી શેરના શેર પણ તૂટ્યા હતા.
ટાટા ઇન્વેસ્ટમેન્ટ્સ કોર્પોરેટ સોમવારે 5 ટકાની લોઅર સર્કિટ સાથે 9,257.20 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે આજે એટલે કે ગુરુવારે 7,947.05 પર ટ્રેડ કરી રહ્યો છે.બુધવારે ટાટા ગ્રુપના ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં 5% લોઅર સર્કિટ લાગી હતી, બજાર ખુલતાની સાથે જ આ સ્ટૉકમાં લોઅર સર્કિટ જોવા મળી હતી. ટાટા ઇન્વેસ્ટમેન્ટના શેરમાં હવે ત્રણ સત્રોમાં લગભગ 14%નો ઘટાડો થયો છે. અગાઉ ટાટા સન્સના આઈપીઓના સમાચાર વચ્ચે ટાટા ગ્રુપના ઘણા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
દેશની સૌથી મોટી બિઝનેસ કંપની હવે પબ્લિક ઈશ્યૂને બદલે તેની બેલેન્સ શીટનું પુનર્ગઠન કરવાની યોજના બનાવી રહી છે. તાજેતરમાં 7 માર્ચે આ સ્ટોક તેની 52 સપ્તાહની ટોચે પહોંચવામાં સફળ રહ્યો હતો. ટાટા સન્સના આઈપીઓના સમાચાર વચ્ચે આ શેરમાં લગભગ 28%ની તેજી જોવા મળી હતી. આ સિવાય ટાટા કેમિકલ્સ, ટાટા પાવર અને રેલીસ ઈન્ડિયાના શેરમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો.
ત્રણ-ચાર દિવસના ઘટાડા પછી પણ છેલ્લા 12 મહિનામાં ટાટા ઇન્વેસ્ટમેન્ટના શેરમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન લગભગ 323% નો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. મતલબ કે છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકમાં 4 ગણાથી વધુની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. તેની સરખામણીમાં, છેલ્લા એક વર્ષમાં 28% ની વૃદ્ધિ જોવા મળી છે.
ટાટા ઇન્વેસ્ટમેન્ટનું અગાઉનું નામ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હતું, જે એક નોન-બેંકિંગ નાણાકીય કંપની છે. આ કંપની મુખ્યત્વે લાંબા ગાળા માટે ઇક્વિટી અને સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. ફેબ્રુઆરી 2008માં, આ કંપની ટાટા સન્સની પેટાકંપની બની. ટાટા સન્સ સહિત અન્ય ગ્રુપ કંપનીઓનો તેમાં કુલ 73.38% હિસ્સો છે.