પહેલી ફિલ્મ હિટ, પછી બરબાદ થઇ ગયો અજય દેવગનનો ઓનસ્ક્રીન દીકરો, 10 વર્ષ નાની અભિનેત્રી સાથે કર્યા લગ્ન

‘ટાર્ઝન’ બોય વત્સલ સેઠ આ દિવસોમાં કયાં છે અને શુ કરી રહ્યા છે જાણવા માંગો છો ?

બોલિવુડમાં ઓળખ બનાવી અને સફળતા મેળવી કોઇ પણ કલાકાર માટે સરળ નથી હોતુ. 90ના દાયકમાં સોની ટીવી પર પ્રસારિત થનાર મશહૂર શો “જસ્ટ મોહબ્બત” તો તમને ખબર જ હશે ને. આ શોમાં વત્સલ સેઠે મુખ્ય પાત્ર નિભાવ્યુ હતુ. 90ના દાયકાનો કદાચ કોઇ એવો બાળક નહિ હોય જે જસ્ટ મોહબ્બતના જય મલ્હોત્રાને નહિ ઓળખતો હોય.

વત્સલ સેઠ અભિનયમાં નહિ પરંતુ સોફ્ટવેર એન્જીનિયરમાં કરિયર બનાવવા માંગતા હતા. એક દિવસ વત્સલ તેમના મિત્રની માતાના કહેવા પર કોઇ ટીવી શોનું ઓડિશન આપવાા ગયા હતા અને સિલેક્ટ થઇ ગયા હતા. આ શો બીજો કોઇ નહિ પરંતુ જસ્ટ મોહબ્બત હતો. આ શો 1996થી 2000 સુધી સોની ટીવી પર પ્રસારિત થયો હતો અને સુપરહિટ રહ્યો હતો. આ શોથી વત્સલ ઘણો પોપ્યુલર થઇ ગયો હતો.

બોલિવુડ અને ટીવી અભિનેતા વત્સલ સેઠનો જન્મ મુંબઇમાં જ થયો હતો. તેણે કરિયરની શરૂઆત વર્ષ 1996માં કરી હતી. તેની પહેલી બોલિવુડ ફિલ્મ હિટ રહી હતી. પરંતુ તે બાદ તે ટેલિવિઝન ધારાવાહિકમાં કામ કરી રહ્યા છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેમની પત્ની ઇશિતા દત્તા સાથે તસવીરો શેર કરતા રહે છે. 

વર્ષ 1996થી 2000 સુધી જસ્ટ મોહબ્બતમાં કામ કર્યા બાદ તે સીધા વર્ષ 2004માં ફિલ્મ “ટાર્ઝન ધ વેડર કાર”માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ સાથે જ વત્સલ સેઠ એકવાર ફરી ચર્ચામાં આવી ગયા હતા. મુખ્ય કલાકાર તરીકે વત્સલની આ પહેલી બોલિવુડ ફિલ્મ હતી. ફિલ્મની સફળતાને જોતા એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા કે તેમનું ફિલ્મી કરિયર સફળ રહેવાનું છે, જો કે આવું થયુ નહિ. ફિલ્મ તો હિટ રહી પરંતુ તેમના કરિયરને વધારે ઊંચાઇ મળી શકી નહિ.

આ ફિલ્મ બાદ વત્સલે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ મોટા પડદા પર તે દર્શકોનું દિલ જીતવામાં સફળ ન થયા. તે વર્ષ 2014માં નાના પડદાની ધારાવાહિક “એક હસિના થી”માં જોવા મળ્યા હતા. આ ધારાવાહિકમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જે તે મોટા પડદા પર ન બતાવી શક્યા તે તેમણે નાના પડદા પર બતાવી દીધુ. તે બાદ તે વર્ષ 2016માં “રિશ્તો કા સોદાગર બાજીગર”માં જોવા મળ્યા હતા.

આ ધારાવાહિકમાં તેમની સાથે તેમની પત્ની ઇશિતા દત્તા પણ હતી. જો કે, આ ધારાવાહિક દરમિયાન બંનેના લગ્ન થયા ન હતા. આ ધારાવાહિકથી વત્સલ અને ઇશિતા બંને એકબીજાની નજીક આવ્યા હતા અને તે બાદ વત્સલે વર્ષ 2017માં અભિનેત્રી તનુશ્રી દત્તાની બહેન ઇશિતા દત્તા સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા. બંનેએ લગ્ન પહેલા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ.

વર્ષ 2014માં આવેલી સલમાન ખાનની ફિલ્મ “જય હો”માં વત્સલે કામ કર્યુ હતુુ. લોકડાઉન દરમિયાન ઇશિતા અને વત્સલ મ્યુઝિક વીડિયોમાં પણ નજર આવ્યા હતા. વત્સલ સેઠ તેમની પત્ની ઇશિતા દત્તા સાથે હાલ મુંબઇમાં રહે છે. જણાવી દઇએ કે, વત્સલ ઇશિતા દત્તાથી લગભગ 10 વર્ષ મોટા છે. હાલ તો બંને તેમનું લગ્નજીવન ખુશીથી વીતાવી રહ્યા છે. વર્ષ 2022માં વત્સલ તેલુગુ હિંદી ફિલ્મ “આદિપુરુષ”માં જોવા મળશે.

વત્સલ સેઠની પત્ની વિશે વાત કરીએ તો, ઇશિતા દત્તા એક ટીવી અભિનેત્રી છે. તેણે હાલમાં જ તેનો 31મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેનો જન્મ 26 ઓગસ્ટ 1990ના રોજ જમશેદપુરમાં થયો હતો. તે આ દિવસોમાં કલર્સ ટીવી શો “થોડા સા બાદલ થોડા સા પાની”માં જોવા મળી રહી છે. આ શોમાં તે કાજલ મુખર્જીના રોલમાં જોવા મળી રહી છે.

ઇશિતા અને વત્સલ બંને ચાહકો વચ્ચે ઘણા પોપ્યુલર છે. તેઓ પતિ-પત્ની સાથે સાથે ખા મિત્રો પણ છે. તેમની ક્યુટ કેમેસ્ટ્રી સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમનુ મુંબઇના પોશ વિસ્તારમાંના એક જૂહુમાં છે. જયાં જાણિતા બોલિવુડ સ્ટાર્સના પણ ઘર છે.

લોકડાઉન દરમિયાન ઇશિતા અને વત્સલે ઘણા વીડિયો ઘરમાં રહીને બનાવ્યા હતા. જેમાં તેમના આશિયાનાની ઝલક જોવા મળી હતી. તેમના ઘરમાં તેમણે વુડન ફ્લોરિંગ કરાવી છે.. દિવાલ પર ઇંટો વાળુ ટૈક્ચર છે. જે ઘરને યુરોપિયન ફીલ આપે છે. લિવિંગ રૂમમાં ડાર્ક બ્રાઉન કલરના લેધરના સૌફા છે, જયારે સેંટર ટેબલ કાચનું છે. ઘરમાં ફર્નીચર થોડુ ઓછુ છે, જેને કારણે ઘરમાં ઘણી સ્પેસ જોવા મળે છે.

ઇશિતા અને વત્સલે ઘરને ક્લાસી શોપીસ અને આર્ટીફિશિયલ ફૂલોથી સજાવ્યુ છે. ઇશિતાને પેંટિગ્સનો પણ શોખ છે અને તે તેની ક્રિએટીવિટી ઘણીવાર કેનવાસ પર ઉતારતી રહે છે. જેની તસવીરો તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરે છે. ઘરની બહાર એક ગાર્ડન છે અને ત્યાની બારી પર બેસી બહારનો નજારો નીહાળી શકાય છે.

Shah Jina