થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં કરીના કપૂરની થવાવાળી ભાભીએ ફ્લોન્ટ કરી પરફેક્ટ બોડી, દિલકશ અંદાજમાં આપ્યા પોઝ

હાઇ સ્લિટ ગોલ્ડન ગાઉનમાં કરીના કપૂરના થનારા ભાભી તારાએ રેમ્પ પર વિખેર્યો જલવો, જોનારાની તો થમી ગઇ આંખો

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા ફરી એકવાર ટાઇગર શ્રોફ સાથે સિલ્વર સ્ક્રીન શેર કરતી જોવા મળી. હાલમાં જ તેની ફિલ્મ હીરોપંતી 2 રિલીઝ થઈ છે, જેને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે, જ્યારે આ અભિનેત્રી બોમ્બે ફેશન વીકનો ભાગ બની, ત્યારે તેના લુકને લોકો તરફથી માત્ર પ્રશંસા મળી. નેચરલ બ્યુટી તારા સોનેરી ડ્રેસ પહેરીને એટલી અદભૂત દેખાતી હતી કે જેણે પણ તેને જોઇ તેના માટે નજર હટાવવાનું મુશ્કેલ બની ગયું. તારા સુતરિયા ફેશન શોમાં શો સ્ટોપર બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

જ્યારે તેણે રેમ્પ પર વોક કર્યું ત્યારે તે કોન્ફિડન્સથી ભરપૂર દેખાતી હતી અને આ ઉપરાંત એટલી સુંદર અને ખૂબસૂરત દેખાતી હતી કે જાણે કોઈ અપ્સરા સામે આવી ગઇ હોય. તારા સુતારિયાને બીટાઉનની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક કહેવામાં આવે છે અને ગોલ્ડન ગાઉનમાં તેનો લુક એ સાબિત કરે છે. તારાએ કેટલાક જ સમય પહેલા લીડ અભિનેત્રી તરીકે ડેબ્યુ કર્યું છે પરંતુ તે રેમ્પ પર ખૂબ જ આત્મવિશ્વાસુ દેખાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Fashion (@pinkvillafashion)

તેની ચાલ અને તેના ચહેરા પરનું સ્મિત આનો પુરાવો હતો. તારાએ વેસ્ટર્ન સ્ટાઇલનો ગોલ્ડન ગાઉન પહેર્યુ હતુ, જે તેના કર્વી-ફિટ બોડીને હાઇલાઇટ કરી રહ્યુ હતુ. ગોલ્ડન કલરનુ ગાઉન તારા માટે કસ્ટમ ફીટ હતુ. આ ફિગર હગિંગ આઉટફિટ પર ઓવરઓલ સિક્વિન અને બીડ વર્ક કરવામાં આવ્યું હતું. આમાં, ટોચ પર સ્પઘેટ્ટી હોલ્ટર સ્ટ્રેપ આપીને ડીપ કટ નેકલાઇન આપવામાં આવી હતી. તેમજ નીચેની સાઇડ મોટો કટ રાખવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

જે તારાની હોટનેસને લધારી રહ્યો હતો. માત્ર આગળના ભાગને જ નહીં પરંતુ પાછળના ભાગે પણ ડ્રેસમાં ટચ ઉમેરવામાં આવ્યો હતો, જેના માટે ગાઉનને બેકલે ડિઝાઇન આપવામાં આવી હતી. ગાઉનમાં એટલું બ્લિંગ એલિમેન્ટ હતું કે અભિનેત્રીએ કોઈ જ્વેલરી પહેરી ન હતી. તારા સુતરિયાના રેમ્પ રેડી લુકને ફ્લોલેસ મેકઅપ, વેવી હેર અને સ્ટ્રેપી ગોલ્ડન હીલ્સ સાથે પરફેક્શન આપવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Veblr (@veblr)

તારાએ આ ફેશન શોમાં ડિઝાઈનર ડોલી માટે રેમ્પ વોક કર્યું હતું. તારાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તાજેતરમાં જ તેની ફિલ્મ હીરોપંતી 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તારા ટાઈગર શ્રોફ સાથે જોવા મળી છે.આ પહેલા તારા સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ તડપમાં જોવા મળી હતી. ફિલ્મને બોક્સ ઓફિસ પર કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો.

 

View this post on Instagram

 

A post shared by TARA💫 (@tara.sutaria.fc)

તારાના અંગત જીવનની વાત કરીએ તો તે કરીના કપૂરના પિતરાઈ ભાઈ અરમાન જૈનને ડેટ કરી રહી છે. બંને હંમેશા સાથે જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર પણ એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરતા રહે છે. તારા પાસે હાલ ઘણા પ્રોજેક્ટ છે. તે જોન અબ્રાહમ અને અર્જુન કપૂર સાથે એક વિલન 2માં પણ જોવા મળવાની છે.

 

View this post on Instagram

 

A post shared by TARA SUTARIA 🦋 (@tarasutariax_fc)

Shah Jina