તાપીમાં 3 સંતાનોની માતાને થયો 4 સંતાનોના પિતા સાથે પ્રેમ, બંનેએ પરિવાર અને બાળકોનું વિચાર્યુ નહિ અને ભર્યુ એવું પગલુ કે…

રાજયમાંથી ઘણીવાર આપઘાતની ઘટના સામે આવતી રહે છે. કેટલીક વાર લોકો આર્થિક તંગીને કારણે તો કેટલીક વાર લોકો માનસિક ત્રાસને કારણે જીવન ટૂંકાવતા હોય છે. ઘણા લોકો પ્રેમમાં નાસીપાસ થઇને પણ મોતને વહાલુ કરી લેતા હોય છે. ઘણીવાર રાજયમાંથી પ્રેમી પંખીડાના આપઘાતની ઘણી ખબરો સામે આવતી રહે છે ત્યારે હાલ ચાર દિવસથી ભાગેલ પરિણિત પ્રેમી પંખીડાઓએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.

આ ઘટના તાપીની છે. તાપીના ડોલવણ ચુનાવડી ગામમાં એક પરિણિત પ્રેમી પંખીડાઓ  ચાર દિવસથી ભાગી ગયા હતા. તેમણે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. 108ના EMTએ મીડિયાને જણાવ્યા અનુસાર, તેમને સવારે લગભગ 10.30 વાગ્યા આસપાસ જાણકારી મળી હતી કે ભામરીયુ ફળિયામાં એક મહિલા અને પુરુષે દવા પી લીધી છે. ઘટનાની જાણ થતા જ તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તે બંનેને તાત્કાલિક પ્રાથમિક સારવાર સાથે IC નાખી ઓક્સિજન પર વાંસદા કોટેજ લઇ આવ્યા હતા. 108ની EMTએ જણાવ્યું હતું કે, બન્ને જણાએ ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી.

દવા પીનાર પુરુષ અને મહિલા એકબીજાના પ્રેમમાં હતા. રવિવારના રોજ તેઓ ઘર છોડી ભાગી ગયા હતા. ગામના સ્થાનિક યુવક અનુસાર બંને પરિણિત છે. પુરુષને ચાર સંતાન છે અને મહિલાને ત્રણ સંતાન છે. બંને એક જ ફળિયામાં રહેતા હતા અને તે બંને એકબીજાના પ્રેમમાં હતા. તેઓ રવિવારના રોજ ભાગી ગયા હતા અને ત્યારથી બંનેની શોધખોળ ચાલી રહી હતી.

દવા પીનાર પુરુષના દીકરાએ જણાવ્યુ કે, ખબર નથી પપ્પાને ફળિયામાં જ રહેતી અને ત્રણ સંતાનોની માતા સાથે લફરુ ચાલી રહ્યુ છે. રવિવારે મહિલાના પતિએ તેને પકડી પાડી હતી અને તે બાદ ખબર પડતા તે બંને ભાગી ગયા હતા. આ ઉપરાંત તેમને એવું હતુ કે તેમના ઘરવાળા મારશે અને એ ડરને કારણે તેમણે દવા પી લીધી હતી.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina