દુઃખદ: ઐયરના મોટાભાઈનું નિધન થતા જ ઐયર થયા દુઃખી દુઃખી, તૂટી પડ્યો દુઃખનો પહાડ

2008 થી લઈને અત્યાર સુધી આખી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લોકોનો ફેવરિટ શો છે અને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ખાસ કરીને ગુજરાતીઓનો આ ફેવરિટ શૉ છે. હવે એક ખરાબ સમાચાર આવ્યા છે.

પોતાની કોમેડી એક્સપ્રેસનથી હસાવનારા ઐયર મતલબ તનુજ મહાશબ્દેના જીવન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ટીવી એક્ટર તનુજના મોટાભાઈ પ્રવીણ મહાશબ્દેનું અવસાન થયું છે. તનુજ પોતાના મોટાભાઈની ઘણો જ નજીક હતા અને ભાઈના અવસાનથી તે ભાંગી પડ્યા છે.

તમને જણાવી દઈએ કે ઐયરના ભાઈ પ્રવીણના અંતિમ સંસ્કાર ગઈકાલે કરવામાં આવ્યા હતા. તારક મહેતાના ઐયરના મોટાભાઈના અવસાનથી ઘણા જ દુઃખી દુઃખી થઇ ગયા છે. તેઓની પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી.

તનુજે કહ્યું હતું કે તે આજે જે પણ છે તે ભાઈને કારણે છે. તેમના કારણે જ તેને આ ઇન્ડસ્ટ્રીમાં કામ મળ્યું છે. તેમની પ્રેરણાને કારણે તનુજને એક્ટિંગમાં રસ જાગ્યો હતો. તારક મહેતા શોમાં ભલે તનુજને સાઉથ ઈન્ડિયન દેખાડવામાં આવ્યા હોય પણ અસલ જીવનમાં તેઓ મહારાષ્ટ્રીયન છે. તેઓએ ડિપ્લોમા ઈન મરિન ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું છે.

એક્ટર ઈન્દોરથી મુંબઈ આવ્યા હતો અને અહીંયા તે ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રમાં જોડાયા હતા. તેઓ 15 વર્ષથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે છે. સૌથી પહેલા તેઓએ ‘CID’ તથા ‘આહટ’ જેવી સિરિયલમાં નાના-મોટા રોલ પ્લે કર્યા હતા. જોકે, તનુજને ખરી ઓળખ તો ‘યે દુનિયા હૈ રંગીન’થી મળી હતી.

YC