ખુશખબરી: 39 વર્ષની કાજોલની બહેન તનીષા મુખર્જીએ નથી કર્યા લગ્ન, મા બનવા માટે ઉઠાવ્યુ આ પગલુ

અજય દેવગનની આ હોટ સાળી લગ્ન કર્યા વગર આવી રીતે માં બનવા જઈ રહી છે, જુઓ

ટીવી અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જે તેમના એગ્સ ફ્રીઝ કરવાની વાત કહી ચૂક્યા છે. એકતા કપૂરથી લઇને મોના સિંહ અને રાખી સાવંત સહિત અનેક સ્ટાર્સ છે જેમણે જીવનમાં આ મોટુ પગલુ ઉઠાવવાની વાત કહી. એગ્સ ફ્રીઝ કરવા ચૂકેલા કેટલાક સ્ટાર્સ સેરોગેસી દ્વારા બાળકોના પેરેન્ટ્સ બન્યા છે.

હવે આ લિસ્ટમાં દિગ્ગજ અભિનેત્રી તનુજાની દીકરી અને અભિનેત્રી તનીષા મુખર્જીનું નામ પણ સામેલ થઇ ગયુ છે. તનીષાએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે તે 39 વર્ષની ઉંમરમાં જ એગ્સ ફ્રીઝ કરાવી ચૂકી છે. આ સાથે તેણે જણાવ્યુ કે, તેને નથી લાગતુ કે એક મહિલાના જીવનમાં લગ્ન કરવા અને બાળક પેદા કરવુ જરૂરી છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન તનીષાએ કહ્યુ કે, તેણે 39 વર્ષની ઉંમરમાં તેના એગ્સ ફ્રીઝ કરાવ્યા હતા. તનીષા કહે છે કે, મારી કોઇ સંતાન નથી, એવામાં થોડા ગાઇડેંસ બાદ મેં મારા એગ્સને ફ્રીઝ કરાવવાનો નિર્ણય લીધો હતો.

તે આગળ કહે છે કે, આ પ્રોસેસ દમિયાન મારુ વજન ઘણુ વધી ગયુ હતુ. જો કે, એકવાર બરાબર એગ્સ ફ્રીઝ થયા બાદ મેં મારી ફિટનેસ પર ધ્યાન આપ્યુ અને પોતાને ફિટ કરી. તેમને જણાવી દઇએ કે, તેનું વજન વધ્યુ ત્યારે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલિંગનો શિકાર થવું પડ્યુ હતુ.

એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં તનીષાએ કહ્યુ હતુ કે, હું 33 વર્ષની ઉંમરમાં મારા એગ્ઝ ફ્રીઝ કરાવવા માંગતી હતી. તે સમયે હું ડોક્ટર પાસે ગઇ. આ ફની છે પરંતુ તેમણે મને આવુ કરવાની ના કહી દીધી. તેમણ કહ્યુ કે, આનાથી મારા શરીર પર અસર થઇ શકે છે.

તેમણે મને સલાહ આપી કે મારે આવું ત્યારે કરવુ જોઇએ જયારે બેબી કંસીવ કરવાની કોઇ હોપ ન હોય. આ પર્સનલ ચોઇસ છે અને આજના સમયમાં બાળક ન થવામાં કોઇ કોઇ તકલીફ નથી.

તનીષાએ ફિલ્મ “Sssshhh…”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તે પોપકોન ખાઓ, મસ્ત હો જાઓ, નીલ એન્ડ નિકી, સરકાર, ટેંગો ચાર્લી, વન ટુ થ્રી, સરકાર રાજ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ તે ફિલ્મો ચાલી નહિ.

તનીષા જલ્દી જ એક શોર્ટ ફિલ્મ “લાઇફ ઇઝ શોર્ટ”થી કમબેક કરવાની છે. તનીષા આ પહેલા રિયાલિટી ટીવી શો બિગબોસ 7, ખતરો કે ખિલાડી 7 વગેરેમાં જોવા મળી ચૂકી છે.

Shah Jina