ઉફ્ફફ્ફ, નસીબદાર છે અજય દેવગન કે આવી સુંદર સાળી મળી ગઈ, જુઓ વિદેશમાં એન્જોય કરતી તસવીરો
બોલીવુડના સેલેબ્સ માટે માલદીવ હવે જાણે સૌથી મોટું ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. કોરોનામાં રાહત મળવાની સાથે જ બોલીવુડના ઘણા કલાકારો માલદીવની અંદર વેકેશન માણતા જોવા મળ્યા, તો હજુ પણ ઘણા કલાકારો માલદિવનાં પ્રવાસે જઈ રહ્યા છે.
આ દરમિયાન સેલિબ્રિટીઓની ઘણી તસવીરો પણ સામે આવી ત્યારે હાલમાં જ અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જીની પણ માલદિવમાંથી ખુબ જ હોટ તસવીરો સામે આવી રહી છે.
કાજોલની નાની બહેન અભિનેત્રી તનિષા મુખર્જી હાલમાં પોતાની મિત્રો સાથે થોડા દિવસ પહેલા માલદીવમાં રજાઓનો આનંદ માણી રહી હતી. સોશિયલ મીડિયામાં પણ તેને પોતાની ખુબ જ શાનદાર તસવીરો શેર કરી છે, જે ખુબ જ વાયરલ થઇ રહી છે.
તનિષાએ પોતાની મિત્રો સાથે માલદિવનાં બીચ ઉપર ખુબ જ મસ્તી કરી. આ તસ્વીરોમાં સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે તનિષા પોતાના વેકેશનમાં કેટલી મજા માણી રહી છે.
તનિષાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની તસવીરો પણ શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે.
ભૂરા સમુદ્ર પાસે બેસીને મંદ મંદ હસી રહેલી તનિષા મુખર્જી ખુબ જ આકર્ષક દેખાય છે. તેની આ તસવીરો ઉપર ચાહકો ખુબ જ પ્રેમ પણ વરસાવી રહ્યા છે.
તનિષાનો લુક આમ પણ સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, ત્યારે માલદીવની આ તસ્વીરોમાં તેનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. રિયલ લાઈફમાં પણ તનિષા પોતાના લુક અને તેના અંદાજને લઈને હંમેશા ચર્ચામાં રહેતી જોવા મળે છે.
View this post on Instagram
40 પાર કરી ચુકેલી તનિષાને જોઈને તેની ઉંમરનો અંદાજો પણ લગાવવો મુશ્કેલ બને છે. આ ઉંમરે પણ તે ખુબ જ હોટ અને ગ્લેમરસ દેખાય છે.
તનિષાએ ફિલ્મોમાં ખુબ જ ઓછું કામ કર્યું છે, પરંતુ સોશિયલ મીડિયામાં તે હંમેશા એક્ટિવ રહે છે, તેનો ચાહકવર્ગ પણ ખુબ જ વિશાળ છે.