મોડલ તાનિયા સિંઘ આપઘાત કેસ : ક્રિકેટર અભિષેક શર્મા પહોંચ્યો સુરત, પોલિસે કરી પૂછપરછ

સુરતમાં ખુબસુરત ગ્લેમર ગર્લ તાનિયા સિંઘના આપઘાત કેસમાં અભિષેક શર્મા પોલીસ સ્ટેશન પહોંચ્યું, જુઓ પછી શું થયું

સુરતની મોડલ તાન્યા સિંઘ આત્મહત્યા કેસમાં પોલીસે ક્રિકેટર અભિષેક શર્માને વેસુ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. અહીં પોલીસે ક્રિકેટરની લગભગ 4થી6 કલાક સુધી પૂછપરછ કરી. સુરત પોલીસને નિવેદન આપ્યા બાદ ક્રિકેટર અભિષેક શર્મા પોલીસ સ્ટેશનની બહાર આવ્યો ત્યારે તેણે કહ્યું કે મેં પોલીસને મારો જવાબ આપી દીધો છે. હવે પોલીસ તમને જવાબ આપશે. વેસુ પોલીસે સવારે લગભગ 11 વાગ્યાથી અભિષેક શર્માની પૂછપરછ શરૂ કરી હતી, જે સાંજ સુધી ચાલી.

આશરે 5-6 કલાક સુધી ચાલેલી પોલીસ પૂછપરછમાં ક્રિકેટર અભિષેક શર્માએ શું નિવેદન આપ્યુ તે સુરત પોલીસ જણાવવાનું ટાળી રહી છે. ક્રિકેટર અભિષેક શર્મા મીડિયાના સવાલોને ટાળી કારમાં નીકળી ગયો હતો. અભિષેક શર્માની પૂછપરછ કરનાર સુરત પોલિસના એસીપી અને પોલિસ સ્ટેશનના પોલિસ ઇંસ્પેક્ટર સાથે મીડિયાએ વાત કરી તો તેમણે એવું કહ્યુ કે ડીસીપી મીડિયાને જવાબ આપશે. જ્યારે આજતકે ડીસીપીને જવાબ જાણવા ફોન કર્યો તે તેમણે કંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો.

ત્યારે આવી સ્થિતિમાં પૂછપરછમાં અભિષેક શર્માએ શું જવાબો આપ્યા તે સ્પષ્ટ નથી થયુ. જણાવી દઈએ કે સુરતની મોડલ તાન્યા સિંહે 19 ફેબ્રુઆરીએ પોતાના જ ઘરે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. એવા અહેવાલો હતા કે આત્મહત્યા પહેલા તાન્યા સિંહે ક્રિકેટર અભિષેક શર્માને મેસેજ કર્યો હતો. પરંતુ અભિષેક શર્મા તરફથી કોઈ જવાબ આવ્યો નહોતો. 28 વર્ષીય તાનિયા ફેશન ડિઝાઈન અને મોડેલિંગ સાથે સંકળાયેલી હતી.

તેની ક્રિકેટર અભિષેક સાથે પહેલી મુલાકાત લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં અગાઉ યોજાયેલી રણજી ટ્રોફીની એક ક્રિકેટ મેચ દરમિયાન થઇ હતી. એક વર્ષ પહેલાં તાનિયાને અભિષેક સાથે પ્રેમસબંધ બંધાયા હતા. જો કે, બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ બ્રેકઅપ બાદ પણ તાનિયાએ અભિષેકને સંખ્યાબંધ મેસેજ કર્યા હતા જો કે અભિષેકે તેનો કોઈ રિપ્લાય આપ્યો નહોતો. અભિષેક શર્માની વાત કરીએ તો તે 24 ફર્સ્ટક્લાસ મેચ રમ્યો છે, જેમાં તેણે એક સેન્ચુરી અને પાંચ ફિફ્ટી સાથે 30.60ની સરેરાશથી 1071 રન બનાવ્યા છે.

જ્યારે 88 ટી-20માં 145ની સ્ટ્રાઈક રેટથી 2187 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે. IPLની વાત કરીએ તો, તે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. તે 2019થી SRH ટીમમાંથી રમી રહ્યો છે. જ્યારે ફર્સ્ટક્લાસ ક્રિકેટ તે પંજાબ તરફથી રમે છે. તાજેતરમાં તેણે રણજી ટ્રોફીમાં પંજાબ વતી રમતા તમિલનાડુ સામે એક જ ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી.

તાનિયાની વાત કરીએ તો, તેણે થોડા સમયથી મોડલિંગ બંધ કરી દીધું હતું અને હાલ તે ડીજે તરીકે કામ કરી રહી હતી. વર્ષ 2015 સુધી તે ટેકસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં ફેશન ડિઝાઈનર તરીકે કામ કરતી હતી. તેના પિતા પાંડેસરા જીઆઈડીસી ખાતે કાપડ મિલમાં મેનેજમેન્ટનું કામ કરે છે અને તેનો ભાઇ કેનેડામાં અભ્યાસ કરે છે.

જ્યારે તાનિયાએ આત્મહત્યા કરી હતી ત્યારે તેના દાદાની તબિયત ખરાબ હોવાને કારણે તેની માતા જયપુર ગઇ હતી, જો કે, તેના પિતા ઘરે જ હતા. રવિવારે રાત્રે તાનિયા ઘરે મોડી આવી અને પછી જમીને રૂમમાં ગયા બાદ તેણે આવું પગલુ ભર્યુ તેના પિતાએ સોમવારે સવારે જ્યારે રૂમની બેલ વગાડી પણ તેણે ના ખોલ્યો તો બીજી ચાવીથી રૂમ ખોલીને જોયું તો તાનિયા લટકતી હાલતમાં મળી આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina