સ્વાદિષ્ટ લાગતી તંદુરી રોટીની સ્વાસ્થ્ય પર શું અસર પડે છે ? જાણો આ હકિકત નહિ તો રોજ પછતાશો
કડાઇ પનીર હોય કે ચીકન કોરમા, તેને ખાવાની મજા તંદુરી રોટી સાથે જ આવે છે. કોઇ તહેવાર હોય કે લગ્ન તંદુરી રોટી બધાનું ધ્યાન આકર્ષિત કરી લે છે અને તેને કોઇ પણ ના કહી શકતુ નથી. તંદુરી રોટી પારંપારિક રૂપથી તંદુરમાં પકવવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલી સારી છે ? તો ચાલો જાણી લઇએ.
તંદુરી રોટી ખાવામાં તો સારી લાગે છે. પરંતુ તે મેદાથી બનાવવામાં આવે છે. આ મેદામાં પ્રોસેસ્ડ અને પોલિશ્ડ ઘઉ હોય છે. તેને બેંજોયલ પેરોક્સાઇડ સાથે બ્લીચ કરવામાં આવે છે. જે લોટને એક શુદ્ધ સફેદ રંગ અને ચિકણી બનાવટ આપે છે. આટલા બધા કેમિકલ મળ્યા બાદ મેદો તમારા આતરડાં માટે હાનિકારક હોય છે.
તંદુરી રોટીમાં મેદામાં ઘણુ વધારે ગ્લાઇસેમિક ઇંડેક્સ હોય છે. જેને કારણે તમારુ શુગર લેવલ વધવા લાગે છે. જો તમે નિયમિત રૂપથી મેદાનું સેવન કરો છો તો ઇંસુલિનનું બનવાનું ધીરે ધીરે કમ થઇ જાય છે. જેને કારણે તમને ડાયાબિટીઝની સમસ્યા થઇ શકે છે. આટલું જ નહિ, સતત તેના સેવનથી આઇબીએસ, કબ્જ, ટ્રાઇર્લિસરાઇડ્સ, કોલેસ્ટ્રોલ વગેરે બીમારીઓનો ખતરો વધી જાય છે.
તેમાં લગભગ 110થી 150 કેલેરી હોય છે. જેમાંથી કાર્બોહાઇડ્રેટ અને કેલેરીનું સોથી વધારે પ્રમાણ હોય છે. સાથે જ પ્રોટીન પણ હોય છે, પરંતુ ના બરાબર. એક તંદુરી રોટી કુલ દૈનિક આવશ્યકતા 2000 કેલેરીના લગભગ 6 ટકા પ્રદાન કરે છે. એટલે કે તંદુરી રોટી ખાવાથી પેટ તો ભરાઇ જાય છે પરંતુ શરીરને કોઇ પોષણ મળતુ નથી.
એક અધ્યયન અનુસાર હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. સાથે જ ફેફસાને નુકશાન પણ પહોંચે છે. તંદુરી રોટી બનાવવા માટે અડધો મેંદો અને અડધો ઘઉંનો ઉપયોગ કરવો જોઇએ.