લોકોને હસાવનાર આજે રડાવી ગયા ! મશહૂર કોમેડિયનનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન- ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર

મશહૂર કોમેડિયનનું નિધન, હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ- ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર

સાઉથ સિનેમામાંથી એક દુખદ સમાચાર આવી રહ્યા છે, એક પ્રખ્યાત કોમેડિયનનું અવસાન થયું છે. કોમેડિયન-એક્ટર લક્ષ્મી નારાયણન શેષુના નિધનથી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે. તેમણે 26 માર્ચ મંગળવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં 60 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાના નિધનના સમાચારને કારણે સમગ્ર દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ શોકમાં છે, અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

શેષુને 15 માર્ચે હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લક્ષ્મી નારાયણન શેષુને તેમના ચાહકો પ્રેમથી લોલુ સભા શેશુ કહેતા હતા. તેમને આ નામ ટીવી શો ‘લોલુ સભા’થી મળ્યું છે. શેષુએ વર્ષ 2002માં ધનુષ સાથે ફિલ્મ ‘થુલ્લુવાધો ઈલામઈ’ દ્વારા મોટા પડદે ડેબ્યૂ કર્યું હતું. તેઓ 2023માં રિલીઝ થયેલી સુપરહિટ તમિલ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘કિક’માં જોવા મળ્યા હતા.

આ ફિલ્મમાં સંથાનમ મુખ્ય ભૂમિકામાં હતો. સેષુને હાર્ટ એટેક આવ્યા પહેલાના થોડા અઠવાડિયા પહેલા જ માર્ચમાં ટીવી શો ‘લોલુ સભા’ની રિયુનિયન પાર્ટીમાં જોવામાં આવ્યો હતો. અભિનેતાના નિધનના સમાચારની પુષ્ટિ તેના મિત્ર રેડિન કિંગ્સલેએ કરી છે. રેડિન કિંગ્સલેએ અભિનેતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને કેપ્શનમાં ‘રેસ્ટ ઇન પીસ’ લખ્યુ.

અભિનેતાએ લોકપ્રિય ટીવી કોમેડી શો ‘લોલુ સભા’માં કામ કર્યા બાદ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ પછી જ તેમને કોમેડી કિંગ કહેવામાં આવવા લાગ્યા. શેષુએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. સેષુના પાર્થિવ દેહને ચેન્નાઈ ખાતેના તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો છે, જ્યારે કોમેડી અભિનેતાના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે થશે. સેષુ મુખ્યત્વે તમિલ ફિલ્મોમાં તેમના કોમેડી અભિનય માટે જાણીતા હતા.

Shah Jina