પૈસાની તંગીને લીધે વધુ એક અભિનેતાનો જીવ ગયો, મૃત્યુ પછી રિક્ષામાંથી લાશ મળી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તમિલ ફિલ્મોના અભિનેતા Viruchagakanth નું અવસાન થયું. તેમનો મૃતદેહ એક ઓટો રિક્શામાંથી મળી આવ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામની શોધમાં ફરતા અભિનેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે.

Image source

વર્ષ 2004માં રીલિઝ થયેલ ફિલ્મ “કાધલ”માં કામ કરી ચૂકેલ અભિનેતા Viruchagakanthનો મૃતદેહ એક ઓટો રિક્શામાંથી મળી આવ્યો છે. રીપોર્ટ્સ અનુસાર Viruchagakanth ના માતા-પિતાની મોત થોડા વર્ષો પહેલા થઇ હતી જેને કારણે તેઓ માનસિક રીતે ઘણા પરેશાન હતા. તેમની પાસે અભિનયના વધારે અવસર હતા નહિ અને તેને જ કારણે તેમની કમાણી પણ ઓછી હતી.

Image source

પૈસાની તંગીને કારણે તેમને ઘણીવાર ઓટોમાં સૂવુ પડતુ હતુ. તેમને ઘણીવાર મંદિરોમાં પણ જોવામાં આવ્યા હતા. કેટલાક લોકોનું કહેવુ હતુ કે, તેમના માતા-પિતાની મોત બાદ તેઓ માનસિક રૂપથી અસ્થિર થઇ ચૂક્યા હતા.

Image source

અભિનેતાના નિધન બાદ તમિલ ઇન્ડસ્ટ્રીના લોકો દુખ જતાવી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલી પણ આપી રહ્યા છે.વર્ષ 2004 માં, વિરુત્ચાગકાંતે કાધર ફિલ્મથી તમિલ ફિલ્મોમાં એન્ટ્રી લીધી. જોકે, આ ફિલ્મમાં તેની ખૂબ ઓછી ભૂમિકા હતી, પરંતુ તેમનો એક સંવાદ હતો, તેમણે ફિલ્મમાં કહ્યું હતું, “જો હું ફિલ્મોમાં અભિનય કરીશ તો હું ફક્ત એક હીરોની ભૂમિકા નિભાવીશ.” જો કે, પહેલી ફિલ્મમાં તેને નોટિસ કર્યા પછી વધારે કામ મળ્યું ન હતું.

Shah Jina