કિડની ખરાબ થતા પહેલા શરીર આપે છે આ 6 સંકેત, કામ કરવા થઇ જાય છે મુશ્કેલ

શું તમારે આ રંગનું યુરિન આવે છે તો થઈ જાવ એલર્ટ, તમને થઈ શકે છે કિડનીની ગંભીર બીમારી

કિડની આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. તે મુખ્ય રૂપે યુરિયા, ક્રિએટિનિન, એસિડ જેવા નાઇટ્રોજનયુક્ત ખરાબ તત્વોને રક્તમાંથી ફિલ્ટર કરવા માટે જવાબદાર છે. આ બધા ટોક્સિન્સ આપણા બ્લેડરમાં જમા થાય છે અને યુરિન મારફતે શરીરની બહાર નીકળી જાય છે. આજના સમયમાં ઘણા લોકો કિડનીની ઘણા પ્રકારની બીમારીઓથી પીડાઈ છે. કિડનીની બીમારીને સાઇલેન્ટ કિલરના રૂપે જાણમાંઆ આવે છે કેમ કે મોટાભાગના લોકોને તેની જાણ થતી નથી.

એવામાં આજે તમને જણાવીશું કે જો તમને શરીરમાં આ ફેરવાર જોવા મળે તો સમજી જાવ કે તમને કિડનીની બીમારી છે અને તે કિડની ફેલ થવાના વોર્નિગ સંકેતો છે. જણાવી દઈએ કે આલ્કોહોલનું સેવન, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અમુક દવાઓના સેવનથી પણ કિડની ફેલ થઈ શકે છે. આવો તો જાણીએ કિડનીની બીમારીના પ્રારંભિક સંકેતો.(તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

1.ભૂખ ન લાગવી: શરીરમાં વિષયુક્ત પદાર્થો અને વેસ્ટનો જામ થવાથી તમને ભુખ ઓછી લાગી શકે છે, જેનાથી વજન ઘટવા લાગે છે. ઓછી ભૂખ લાગવાને લીધે તમારું વજન પણ ઓછું થઇ શકે છે અને શરીરમાં કમજોરી આવવા લાગે છે, જે કિડની ખરાબ થવાનો ખતરનાક સંકેત માનવામાં આવે છે.

2. હાથ, પગ અને ઘૂંટીમાં સોજો આવવો:કિડની શરીરમાંથી અશિષ્ટ અને અતિરિક્ત સોડિયમને ફિલ્ટર કરવામાં મદદ કરે છે, જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે તો શરીરમાં સોડિયમ જમા થવા લાગે છે, જેનાથી પગની પિંડી, ઘૂંટી, હાથ-પગમાં સોજો આવવા લાગે છે, આ સ્થિતિને એડીમાં કહેવામાં આવે છે.ઘણીવાર ચેહરા અને આંખોમાં હલકો સોજો જોવા મળે છે.

3.ત્વચાનું સુકાઈ જવું અને ખંજવાળ આવવી:ત્વચા સુકાઈ જવી અને ખંજવાળ આવવી પણ કિડની ડિસઓર્ડરનો મુખ્ય સંકેત છે. આવું ત્યારે થાય છે જ્યારે કિડની શરીરથી વિષયુક્ત પદાર્થોને બહાર કાઢવામાં સક્ષમ નથી હોતી. ત્યારે આ વિષયુક્ત પદાર્થ બ્લડમાં જમા થવા લાગે છે જેને લીધે ત્વચા સુકાવા લાગે છે અને ખંજવાળ આવે છે અને દુર્ગંધ પણ આવવા લાગે છે.

4.કમજોરી અને થકાનનો અનુભવ થવો:દરેક સમયે કમજોરી અથવા થાકનો અનુભવ થવો કિડનીની સમસ્યાના શરૂઆતના લક્ષણો છે. જેમ જેમ કિડનીની બીમારી ગંભીર થવા લાગે છે તેમ તેમ વ્યક્તિ પહેલા કરતા વધારે કમજોર થવા લાગે છે અને થાકનો અનુભવ થાય છે.આવું કિડનીમાં વિષયુક્ત પદાર્થોના જમા થવાને લીધે થાય છે.

5. યુરિનના રંગમાં બદલાવ આવવો:યુરિનના રંગમાં ફેરફાર થવો પણ કિડનીની બીમારી થવાના લક્ષણો દર્શાવે છે. જેમ કે સ્વચ્છ અને આછો પીળો રંગનો અર્થ બોડી સારી રીતે હાઈડ્રેટેડ છે. ગાઢ પીળા રંગનો અર્થ શરીરમાં પાણીની કમી અથવા ડિહાઈડ્રેશન દર્શાવે છે.નારંગી રંગના યુરિનનો અર્થ શરીરમાં ગંભીર પાણીની કમી અથવા લોહીમાં બાઈલના સંકેત દર્શાવે છે. ગુલાબી અથવા લાલ રંગનો અર્થ યુરિનમાં લોહી હોવાને કારણે અથવા સ્ટ્રોબેરી અથવા બીટરૂટ ખાવાને કારણે હોય છે. યુરિનમાં ફીણ થવાનો અર્થ એ છે કે યુરિનમાં પ્રોટીનના સંકેત અથવા કિડની ફેલ્યર જેવા લક્ષણ.

6.આ સિવાય શ્વાસ લેવામાં તકલીફ થવી, રાતે ઉંઘવામાં તકલીફ થવી, માથું દુખવું,ઓછી પેશાબ લાગવી, પાણી ભરાવવાને કારણે પગના સાંધામાં દુખાવો, યાદશક્તિમાં કમી, એકાગ્રતાની કમી વગેરે કિડની ફેલ થવાના લક્ષણો છે.

Krishna Patel