શરીરમાં આ 5 બદલાવ થાય તો સમજો હાર્ટ એટેક આવવાનો છે, જાણો ફટાફટ
છેલ્લા કેટલાક સમયમાં ગુજરાત સમેત ભારતમાં હાર્ટ એટેકના મામલા ઘણા વધી ગયા છે. બદલાતા સમય સાથે ખાન-પાનમાં થઇ રહેલ બદલાવ અને વધતા સ્ટ્રેસથી હાર્ટ એટેકના મામલા વધુ જોવા મળી રહ્યા છે, પણ જો દૈનિક દિનચર્યામાં કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો અચાનક આવનાર હાર્ટ એટેકથી બચી શકાય છે. જ્યારે કોઇને હાર્ટ એટેક આવવાનો હોય છે, તો તેને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફથી લઇને ધડકન વધવા સુધી કેટલાક લક્ષણોનો અહેસાસ થઇ શકે છે. જો આ લક્ષણોને જાણી સમય પર સારવાર કરાવી લેવામાંં આવે તો હાર્ટ એટેકથી બચી શકાય છે.
છાતીમાં દુખાવો અથવા બેચેની: હાર્ટ એટેકની સૌથી સામાન્ય નિશાની છાતીમાં દુખાવો અથવા બેચેની છે. આ દુખાવો હળવા દુખાવાથી લઈને તીવ્ર પણ હોઇ શકે છે, તમે છાતીમાં જકડાવું અથવા તો દબાણ પણ અનુભવી શકો છો, જાણે તમારી છાતી પર કોઈ ભારે વસ્તુ મૂકવામાં આવી હોય. દર્દ હાથ, ગરદન, જડબા, પીઠ અથવા પેટ સુધી પણ ફેલાઈ શકે છે. છાતીમાં દુખાવો ઘણી મિનિટ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહી શકે છે.
હ્રદયના ધબકારા વધવા: દિલની ધડકન નોર્મલ રીતે ન ધડકવી એ પણ હાર્ટ એટેકની ગંભીર નિશાની છે. જો તમારા ધબકારાની ઝડપ વધી રહી છે અને ચક્કર પણ આવી રહ્યા છે તો આ પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
ચક્કર આવવા: ચક્કર આવવા એ હાર્ટ એટેકનું સામાન્ય લક્ષણ છે. હૃદયમાં ઓક્સિજનની અછતને કારણે લોહીનો પ્રવાહ ઓછો થયા પછી આવું થઈ શકે છે. ચક્કર આવવાની સાથે તમે ઉબકા, પરસેવો અને શ્વાસ લેવામાં તકલીફ પણ અનુભવી શકો છો.
શ્વાસ લેવામાં તકલીફ: શ્વાસ લેવામાં તકલીફ પણ હાર્ટ એટેકની ચેતવણીનું સંકેત હોઈ શકે છે. તમને એવું લાગશે કે તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, ભલે તમે આરામ કરી રહ્યા હોવ અથવા કોઈ કામ કરી રહ્યા હોવ.
થાક લાગવો: જો તમને થાક લાગે છે અને તે પણ વધારે કામ કર્યા વગર, તમારું શરીર તૂટવા લાગે છે તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓમાં હાર્ટ એટેકનો આ સામાન્ય ચેતવણી સંકેત પણ છે. આ થાક અચાનક અને કોઈ સ્પષ્ટકરણ વગર આવી શકે છે.