વિદાય સમયે રડવા લાગી સ્વરા ભાસ્કર, તો લોકોએ ઉડાવી મજાક….દાવત-એ-વલીમામાં પહેર્યો પાકિસ્તાનથી આવેલો લહેંગો

પાકિસ્તાનથી કંઇક વધારે જ પ્રેમ છે…વિદાયમાં રડી સ્વરા, પહોંચી સાસરે, લહેંગાએ મચાવી બવાલ, લોકોના આવી રહ્યા છે આવા રિએક્શન્સ

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને તેના પતિ ફહાદ અહેમદના લગ્ન હજુ પણ ચર્ચામાં છે. સમાજવાદી પાર્ટી યુવા વિંગ- સમાજવાદી યુવા સભાના પ્રદેશ અધ્યક્ષ ફહાદ અહેમદ અને બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ વર્ષે પહેલા કોર્ટ મેરેજ કર્યા અને પછી આ વાતની જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આપી. કોર્ટ મેરેજના લગભગ એક મહિના પછી, બંનેએ રીતિ-રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સ્વરા અને ફહાદનું પહેલુ રિસેપ્શન દિલ્લીમાં યોજાયુ હતુ, જેમાં ઘણા નેતાઓએ હાજરી આપી હતી.

તે બાદ સ્વરા તેના સાસરે બરેલી પહોંચી હતી અને ત્યાં તેનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને સ્વરા-ફહાદ માટે દાવત-એ-વલીમાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે હાલમાં સ્વરાને તેના વલીમા લુક માટે ટ્રોલ કરવામાં આવી રહી છે. સ્વરાએ દાવત-એ-વલીમામાં પાકિસ્તાની ડ્રેસ પહેર્યો હતો. ફહાદના પરિવારે સ્વરા ભાસ્કર માટે ખાસ પાકિસ્તાની ડિઝાઈનરના લહેંગાનો ઓર્ડર આપ્યો હતો. અભિનેત્રીએ પોતે ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.

સ્વરા બેજ લહેંગામાં જોવા મળી હતી અને આ સાથે તેણ લખ્યુ હતુ- @alixeeshantheatrestudio ના ભવ્ય લેહેંગા સેટની એક ઝલક. મને સરહદ પારથી મોકલ્યો! આ મોકલવા બદલ @natrani નો ખૂબ ખૂબ આભાર.” તમને જણાવી દઈએ કે, સ્વરાએ દાવત-એ-વલીમામાં બેજ લહેંગા પહેર્યો હતો. આ સાથે તેણે કાનમાં મોટી બુટ્ટી, ગળામાં સુંદર ચોકર નેકલેસ, બ્રેસલેટ અને હાથમાં મોટી વીંટી પહેરી હતી. આ ઉપરાંત તેણે મલ્ટી પ્રિન્ટેડ દુપટ્ટા સાથે તેના લુકને પૂરક બનાવ્યો હતો.

ફહાદ વિશે વાત કરીએ તો, તેણે આ ફંક્શન માટે સફેદ શેરવાની સાથે ગોલ્ડન કલરનો દુપટ્ટો અને ગોલ્ડન કલરનો કુર્તો પહેર્યો હતો. સ્વરાને પાકિસ્તાની ડિઝાઇનરનો લહેંગો પહેરવા બદલ ઘણા લોકોએ ટ્રોલ કરી હતી. એક યુઝરે લખ્યું કે તમે બુરખામાં શાનદાર દેખાશો. તો પણ ન પહેર્યો ચાચીજીએ. કૃપા કરીને તમારા ચહેરા પર તે જાળીવાળુ જરૂર પહેરજો. ઘણા લોકો સ્વરાને ટ્રોલ કરી રહ્યા છે.

આ ઉપરાંત સ્વરાની વિદાયનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં તે રડતી જોવા મળી હતી. આ વીડિયો જોઇ એક યુઝરે કહ્યું કે લિવ-ઈનમાં રહેતા વ્યક્તિને પણ વિદાય આપવામાં આવી રહી છે. બીજાએ લખ્યું, ભાઈજી કાળા રંગનો બુરખો પહેરો. અભિનેત્રીને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું કે પાકિસ્તાનમાં ઘણો પ્રેમ છે. એક યુઝરે લખ્યુ- ઘાઘરા એ મુમતાઝ. કેટલાક યુઝર્સે અભિનેત્રીને નેશનસલ શેમ પણ ગણાવી.

Shah Jina