સિંપલ લુક, ફેન્સ સાથે સેલ્ફી…શાહરૂખની લાડલી સુહાના ખાનને જોઇ લોકોએ કરી દીપિકા પાદુકોણ સાથે તુલના- જુઓ વીડિયો

એરપોર્ટ પર સ્પોટ થઇ સુહાના ખાન, જોઈને યુઝર્સ બોલ્યા ઓહોહો આનું ફિગર તો જો, કેવું હોટ હોટ થઇ રહ્યું છે ..

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન જલ્દી જ ડેબ્યૂ કરવાની છે. તેની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને તે બસ હવે રિલીઝ થવાની તૈયારીમાં છે. સુહાના ખાને ભલે હજુ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું ન હોય પરંતુ તેની લોકપ્રિયતામાં કોઈ કમી નથી. તે ઘણીવાર પેપરાજીના કેમેરામાં કેદ થાય છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ જાય છે.

સુહાના ખાને ફિલ્મોમાં આવતા પહેલા જ પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. સુહાનાની પોતાની ફેન ફોલોઈંગ છે અને દરેક જગ્યાએ લોકો તેને ઓળખવા લાગ્યા છે. તેના ચાહકોની ક્રેઝીનેસ તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યારે સુહાના સાથે સેલ્ફી લેવા માટે ચાહકોનો ધસારો જોવા મળ્યો. જો કે આ દરમિયાન સુહાના ખૂબ જ આરામદાયક અને નમ્ર દેખાતી હતી. સુહાના તેના કેઝ્યુઅલ એરપોર્ટ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ઈન્સ્ટાગ્રામ પર સામે આવેલા વીડિયોમાં સુહાના ખાન ગ્રે રંગના ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે અને તેણે આ સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા અને ગોગલ્સ પણ કેરી કર્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે સુહાના કારમાંથી નીચે ઉતરીને આગળ વધે છે, ત્યારે જ ફેન્સ તેની સાથે સેલ્ફી માટે પોઝ આપતા જોવા મળે છે. આ દરમિયાન સુહાના નમ્રતાપૂર્વક દરેકના દિલને સાચવીને તસવીરો માટે પોઝ આપે છે.

સુહાના ખાનના આ વીડિયો પર કોમેન્ટ કરીને તેના ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, “તે ધીરે ધીરે દીપિકા પાદુકોણ જેવી દેખાવા લાગી છે, ખૂબ જ સુંદર”. જ્યારે અન્ય એક ચાહકે લખ્યું કે, ‘પ્રિન્સેસ’. જ્યારે એક યુઝરે લખ્યું કે, “સુહાના બિલકુલ તેના પિતા જેવી લાગે છે, તે મોટા વાળમાં શાહરૂખ જેવી લાગે છે”. સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે, તેના ઇન્સ્ટા પર 3.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ પણ છે.

જણાવી દઈએ કે સુહાના જલ્દી જ ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં સુહાના ખાન સાથે જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર અને શ્વેતા બચ્ચનનો દીકરો અગસ્ત્ય નંદા પણ ડેબ્યૂ કરી રહ્યા છે.આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina