પ્રેમના રંગમાં ડૂબેલા જોવા મળ્યા ન્યુલી મેરિડ સ્વરા ભાસ્કર અને ફહાદ, હલ્દી સેરેમની બની ગઇ હતી હોળી

મહેંદી લગાવી દુલ્હનિયા બની સ્વરા ભાસ્કર, હલ્દી સેરેમની બની ગઇ હતી હોળી, હવે નવા અંદાજમાં જોવા મળ્યુ કપલ

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર તેના લગ્નને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. ગયા મહિને તેણે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ હવે તે ફરી આ ખુશીના પળને જીવી રહી છે. અભિનેત્રી તમામ ધામધૂમ અને વિધિ સાથે ફરીથી લગ્ન કરવા જઈ રહી છે. તેણે 12મી માર્ચે હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી છે.

સ્વરા ભાસ્કર લગ્નની તમામ વિધિઓને અલગ રીતે જીવવાનો પ્રયાસ કરી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર હલ્દી સેરેમનીની ત્રણ તસવીરો પોસ્ટ કરી છે. ત્રણેયમાં તે અહેમદ સાથે પીળા રંગમાં રંગાયેલી જોવા મળે છે. તે તેના પતિ સાથે હલ્દીની હોળી રમતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે સલવાર કુર્તો પહેર્યો છે તો ફહાદે કુર્તો પાયજામો પહેર્યો છે.

સ્વરા ભાસ્કરે તેની હલ્દી સેરેમનીની તસવીરો શેર કરતા લખ્યું- અમે અહીં જીવનના તમામ રંગોની ઉજવણી કરી રહ્યા છીએ. #સ્વાદઅનુસાર હવે આ પોસ્ટ બાદ લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું- કુબૂલ હૈ, કુબૂલ હૈ હુઆ થા કે પછી ફેરા. એકે લખ્યું- ફ્રીજ તો લઇ જ લીધું હશે. એકે પૂછ્યું- શું ઇસ્લામમાં હોળી રમી શકાય ?

ત્યાં ચાહકો અને નજીકના મિત્રોએ અભિનેત્રીની પ્રશંસા કરી અને તેને નવી સફર માટે અભિનંદન આપ્યા. સ્વરા ભાસ્કર આ દિવસોમાં તેના પ્રી વેડિંગ ફંક્શનમાં ખુશ છે. ગત રોજ સ્વરા ભાસ્કરના ઘરે હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હલ્દીની વિધિમાં રંગ અને ગુલાલ સાથે હોળી રમવામાં આવી હતી. હવે તે બાદ સ્વરા ભાસ્કર તેના પતિ ફહાદ અહેમદ સાથે મહેંદી લગાવતી જોવા મળી.

આ સાથે સંગીત નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. સ્વરાના મિત્રોની સાથે પરિવારના સભ્યો પણ ખુશીથી નાચતા જોવા મળ્યા હતા. સ્વરાની સાથે તેનો વર ફહદ પણ મહેંદી લગાવતો જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, સ્વરાને વીણા નાગડાએ મહેંદી લગાવી હતી, જે ઘણી સેલિબ્રિટીઓના હાથમાં મહેંદી મૂકી ચૂક્યા છે. વીણા નાગડાએ પણ સ્વરાની તસવીર અને એક વીડિયો શેર કર્યો છે,

જેમાં તેઓ સ્વરા અને ફહાદને મહેંદી લગાવતા જોઇ શકાય છે. જણાવી દઈએ કે સ્વરા ભાસ્કરે 6 જાન્યુઆરીએ જ કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ સગાઈનો કાર્યક્રમ 16 ફેબ્રુઆરીએ મુંબઈમાં થયો હતો, જેના ફોટા તેણે સોશિયલ મીડિયા પર શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. બંનેની પહેલી મુલાકાત એક પ્રોટેસ્ટ રેલી દરમિયાન થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Swara Bhasker (@reallyswara)

આ પછી તેઓ વાત કરવા લાગ્યા અને બાદમાં તેઓ પ્રેમમાં પડ્યા. સ્વરા ભાસ્કર બોલિવૂડની એવી અભિનેત્રીઓમાંની એક છે જે સામાજિક મુદ્દાઓ પર બોલતી રહે છે. આ માટે ભલે તેને વિરોધનો સામનો કરવો પડે. સ્વરાએ ઘણી વખત ખુલ્લેઆમ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.

Shah Jina