હવામાં ઊંધો લટકી ખિલાડી અંદાજમાં અક્ષય કુમારે થામ્યો મૌની રોયનો હાથ, પછી હવામાં ઉઠાવી કર્યુ એવું કે…જુઓ વીડિયો

બધાની સામે મૌની રોયને હવામાં ઉડાવી લઇ ગયો અક્ષય કુમાર, નીચે જોતા રહ્યા લોકો

બોલિવુડના એક્શન હીરો અક્ષય કુમાર આ દિવસોમાં ‘ધ એંટરટેનર્સ ટૂર’માં વ્યસ્ત છે. આ ટૂરમાં એક્ટર સાથે બોલિવુડની ઘણી હસીનાઓ પણ સામેલ છે, જેમાં મૌની રોય, સોનમ બાજવા, દિશા પટની, નોરા ફતેહી અને એક્ટર અપારશક્તિ ખુરાના પણ છે. અક્ષય કુમાર ફિલ્મોમાં પોતાના ખતરનાક સ્ટંટ અને એક્શનને લઇને ચર્ચામાં રહે છે. ત્યારે હવે રિયલ લાઇફમાં અક્ષય કુમારે મૌની રોય સાથે એવું કારનામુ કર્યુ છે કે જેને જોઇને તમારી આંખો પણ ફાટી જશે. હાલમાં જ અક્ષય કુમારે એક લાઇવ શો દરમિયાન હવામાં પરફોર્મ કર્યુ,

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો બીજા કોઇએ નહિ પણ મૌની રોયે જ શેર કર્યો છે. વીડિયોમાં અક્ષય કુમારે તેને લાઇવ પરફોર્મન્સ દરમિયાન હવામાં ઉપર ઉઠાવી હતી. અક્ષયનું આ પરફોર્મન્સ જોઇ બધા હેરાન રહી ગયા હતા. આ પરફોર્મન્સ શનિવારે અમેરિકાના એરલેંડોમાં થયુ હતુ. લાઈવ પર્ફોર્મન્સ શો દરમિયાન અક્ષય કુમાર હારનેસની મદદથી ઊંધો લટકે છે અને મૌની રોયને ભીડની વચ્ચેથી હાથ પકડી હવામાં ઉઠાવે છે.

મૌની રોયના બંને હાથ તે પોતાના હાથથી પકડીને તેને ખૂબ જ ઊંચાઈ પર લઈ જાય છે. આ પછી અભિનેતા મૌની રોયને સ્ટેજ પર નીચે લઈ જાય છે અને પોતે પણ નીચે આવે છે. આ વીડિયો પોસ્ટ કરતા મૌની રોયે કેપ્શનમાં લખ્યું, ‘સ્ટેજ, પાગલપન, સંગીત, , રોશની, શોર આ બધુ જાદુ છે, જે મને ખૂબ ગમ્યું. પ્રેમ માટે ઓરલૈંડોનો આભાર. મારા બધા સાથી કલાકારનો આભાર, જે મારા મિત્રો બની ગયા છે. હું હંમેશા આ ખાસ ક્ષણને માન આપીશ. માત્ર પ્રેમ’.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

વર્કફ્રન્ટી વાત કરીએ તો, અક્ષય કુમારની છેલ્લે ફિલ્મ સેલ્ફી રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પટકાઇ. હવે અક્ષય કુમાર ‘કેપ્સુલ ગિલ’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ જેવી ફિલ્મોમાં જોવા મળશે, જે એક પછી એક સિનેમાઘરોમાં દસ્તક દેશે. મૌની રોય છેલ્લે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળી હતી. હવે ચાહકો તેની નવી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Shah Jina