PM આવાસ યોજનાના કાર્યક્રમમાં સ્વામિનારાયણ સાધુએ પાકિસ્તાનની જય બોલાવી, પછી ખુલાસો આપતાં કહ્યું- ‘હું તો પરીક્ષા લેતો હતો’

સ્વામિનારાયણ સંતનો ફરી એક નવો વીડિયો સામે આવ્યો છે. હાલમાં જ PM આવાસ યોજનાના ઈ-લોકાર્પણનો કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કચ્છના રાપરમાં ચિત્રોડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુરુકુળના કે.પી સ્વામીએ દેવી-દેવતાઓના નામ બોલાવી જયઘોષની સાથે પાકિસ્તાની પણ જય બોલાવી દીધી હતી.

જેને લઈને સભાના મંડપમાં હાજર લોકોમાં પણ થોડીવાર માટે સોપો પડ્યો. જો કે આ વીડિયોને લઇને કે.પી.સ્વામી કે અન્ય કોઇ તરફથી હજુ કોઈ પણ સ્પષ્ટતા કરવામાં ન આવતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. અનુયાયીઓમાં પણ અનેક પ્રકારની ચર્ચા છે. જો કે, આ વીડિયો વર્તમાનમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સ્વામિનારાયણ ગુરુકુળ પાસેના મેદાનમાં PMમોદી આવાસ યોજનાના લોકાર્પણના કાર્યક્રમમાં રાપર ગુરુકુળના કેપી સ્વામીએ ભારત માતા કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી પછી પાકિસ્તાન કી..

અને ક્રમસર જય બોલતાં લોકો પાકિસ્તાન સાંભળ્યા બાદ તેની પણ હોંશમાં ને હોંશમાં જય બોલ્યા હતા પછી જોકે તરત સ્વામીએ ભક્તોને ટોક્યા હતા કે હિન્દુસ્તાનનું ખાઈને પાકિસ્તાનની જય કેવી રીતે બોલો છો?

હવે અપડેટ આવી છે. જો કે આ વિશે ગુરુકુળના કેપી સ્વામીએ આ મામલે ખંડન કરતા જણાવ્યું હતું કે, આવાસ લોકાર્પણના કાર્યક્રમ વેળાએ રાષ્ટ્રભવના લોકો કેટલા સચેત છે, તેવા ભાવ સાથે મેં જય બોલાવી હતી, પરંતુ મારો ભાવાર્થ ખોટો નહોતો, જે દેશનું ખાઈએ છીએ અને પાકિસ્તાનની જય બોલો છો? એમ કહ્યું હતું. કોઈએ વીડિયો કાપી મને બદનામ કર્યો છે. જે વીડિયો છે તે અધૂરો છે, સંપૂર્ણ વીડિયોમાં મેં દેશભક્તિની જ વાત કરી છે.

આ વીડિયોમાં સાંભળી શકાય છે કે, કે પી સ્વામી ભારત માતાની જય બોલાવે છે પછી સનાધન ધર્મની પણ જય બોલાવે છે, સાથો સાથ તેઓ ભગવાન શ્રી રામની પણ જય બોલાવે છે. આ તમામ જયકારા બાદ અંતે તેઓ પાકિસ્તાનની પણ જય બોલાવી દે છે.

YC